LIC Share 52 Week Low : શું સરકારી કંપનીના શેરમાં રોકાણ કરનારા સલવાયા? વાંચો નિષ્ણાંતોની સલાહ

|

Sep 23, 2022 | 7:48 AM

દેશની સૌથી મોટી વીમા કંપની શેરબજારમાં પ્રવેશ્યા બાદથી સતત અંડર પરફોર્મ કરી રહી છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં 0.7 ટકાના ઉછાળાની સરખામણીએ તેમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં આશરે 2 ટકાના વધારાની સરખામણીએ છેલ્લા છ મહિનામાં તેમાં લગભગ 26 ટકાનો ઘટાડો થયો છે.

LIC Share 52 Week Low : શું સરકારી કંપનીના શેરમાં રોકાણ કરનારા સલવાયા? વાંચો નિષ્ણાંતોની સલાહ
symbolic image

Follow us on

લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના શેરમાં પૈસાનું રોકાણ કરીને નફાની આશા રાખીને બેઠેલા રોકાણકારો હાલમાં નિરાશ બેઠા છે. શેરના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને દરરોજ રોકાણકારોના લલાટે ચિંતાની રેખાઓ બની રહી છે. ગુરુવારે એલઆઈસીનો શેર તેના નીચલા સ્તરે(LIC Share 52 Week Low) ના સ્તરે પહોંચ્યો હતો. ગુરુવારે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો ઘટ્યા ત્યારે LICમાં પણ ઘટાડો જોવા મળ્યો અને તે ઈન્ટ્રાડેમાં રૂ. 648 પર પહોંચી ગયો હતો. આ પહેલા ક્યારેય આ સ્ટોક આ લેવલ સુધી ગગડ્યો નથી. શેરે NSE અને BSE બંને મુખ્ય સૂચકાંકો પર રૂ. 648ના સ્તરને સ્પર્શ કર્યો હતો. આ રીતે તે અત્યાર સુધી તેની 949 રૂપિયાની ઈશ્યુ કિંમતથી 32 ટકા નીચે આવી ગયો છે.

LIC Share Perfomance
Last Closing 650.20  −2.25 (0.34%)
Open 653
High 659
Low 648
Mkt cap 4.11LCr
Div yield 0.23%
52-wk high 918.95
52-wk low 648

બેન્ચમાર્ક ઇન્ડેક્સ વધ્યા પરંતુ LIC તૂટ્યો

દેશની સૌથી મોટી વીમા કંપની શેરબજારમાં પ્રવેશ્યા બાદથી સતત અંડર પરફોર્મ કરી રહી છે. છેલ્લા એક મહિનામાં સેન્સેક્સમાં 0.7 ટકાના ઉછાળાની સરખામણીએ તેમાં લગભગ 4 ટકાનો ઘટાડો થયો છે. બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં આશરે 2 ટકાના વધારાની સરખામણીએ છેલ્લા છ મહિનામાં તેમાં લગભગ 26 ટકાનો ઘટાડો થયો છે.

રોકાણકારો માટે નિષ્ણાંતોની સલાહ

એક મીડિયા રિપોર્ટમાં જિયોજીત ફાઇનાન્શિયલને ટાંકી કહેવામાં આવ્યું છે કે LICએ છેલ્લા ક્વાર્ટરમાં તેનો બજાર હિસ્સો (માર્કેટ શેર) પાછો મેળવ્યો છે. એવું લાગે છે કે આ કંપની લાંબા સમય સુધી માર્કેટમાં તેનો મોટો હિસ્સો જાળવી રાખવામાં પણ સક્ષમ હશે. આ સાથે એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકોમાં મજબૂત સદ્ભાવના, સરકારનો હાથ અને ઉત્કૃષ્ટ રોકાણ પોર્ટફોલિયો એ એવા પરિબળો છે જે સૂચવે છે કે આ વીમા કંપની લાંબા ગાળે વધુ સારું પ્રદર્શન કરશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

નિષ્ણાતોએ રૂપિયા 810નો ટાર્ગેટ આપ્યો

સ્થાનિક બ્રોકરેજના અહેવાલમાં જણાવાયું છે કે નજીકના ગાળામાં નવા બિઝનેસ માટે માર્જિન ગ્રોથમાં થોડો ઘટાડો થયો હોવા છતાં કંપનીનું ધ્યાન એવા ઉત્પાદનો પર છે કે જે તેને સારું માર્જિન આપી શકે છે. જે સારી બાબત છે અને લાંબા ગાળાના આઉટલૂક કરતાં વધુ સારી છે. જિયોજીત ફાઇનાન્શિયલએ આ સ્ટોક માટે BUY રેટિંગ આપ્યું છે. કહેવાય છે કે આ સ્તરથી વધીને આ સ્ટોક રૂ. 810ના લક્ષ્ય સુધી પહોંચી શકે છે.આ સિવાય એક્સિસ કેપિટલે પણ પોતાના રિપોર્ટમાં લગભગ આવું જ કહ્યું છે. તદનુસાર, LIC વધુ નફાકારક સેગમેન્ટ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આવી સ્થિતિમાં સ્ટોક વધી શકે છે. આ બ્રોકરેજ ફર્મે LICના શેર માટે 900 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.

Next Article