LIC IPO : જાણો LIC ના Mega IPO ની સંપર્ણ માહિતી, કેટલું છે GMP અને ક્યારે શેર લિસ્ટિંગ થશે? અહેવાલમાં મળશે દરેક પ્રશ્નના જવાબ

|

May 04, 2022 | 7:08 AM

LIC IPO Opening For Subscription today: એન્કર રોકાણકારો માટે LICનો મેગા IPO 2 મેના રોજ ખોલવામાં આવ્યો હતો. એલઆઈસીના આઈપીઓને સોમવારે એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,620 કરોડનું સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.

LIC IPO : જાણો LIC ના Mega IPO ની સંપર્ણ માહિતી, કેટલું છે GMP અને ક્યારે શેર લિસ્ટિંગ થશે? અહેવાલમાં મળશે દરેક પ્રશ્નના જવાબ
LIC IPO આજે ખુલ્યો છે.

Follow us on

LIC IPO: લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા (LIC) વીમા કંપનીની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) 4 મે 2022ના રોજ એટલે કે આજે  શરૂ થયો છે. ભારત સરકારએ LIC IPO માટે ઇક્વિટી શેર દીઠ ₹902 થી ₹949ના ભાવે પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા છે. આમાં પોલિસીધારકો માટે ₹60 અને LIC કર્મચારીઓ માટે ₹45નું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. પબ્લિક ઈશ્યુ 9મી મે 2022 સુધી બિડિંગ માટે ખુલ્લો રહેશે. LIC IPO દ્વારા સરકાર જાહેર ક્ષેત્રની કંપનીમાં તેનો 3.5 ટકા હિસ્સો વેચશે. આ સાથે સરકારને 21,000 કરોડ રૂપિયા મળશે. ફેબ્રુઆરીમાં સરકારે LICમાં પાંચ ટકા હિસ્સો અથવા 316 કરોડ શેર વેચવાની યોજના બનાવી હતી. આ અંગેના દસ્તાવેજો સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ને સબમિટ કરવામાં આવ્યા હતા. સરકારના મતે આ IPO અત્યાર સુધીનો સૌથી મોટો હશે અને લાંબા ગાળે રોકાણકારોને ફાયદો થશે.

આવો જાણીએ આ IPO વિશે મહત્વની માહિતી…

  • LIC IPO GMP: બજારના નિષ્ણાતોના મતે LIC IPO ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) રૂ. 85 છે જે ગઈકાલના રૂ. 69ના ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં રૂ. 16 વધુ છે.
  • LIC IPO Date : પબ્લિક ઇશ્યૂ 4મી મે 2022ના રોજ ખુલશે અને 9મી મે 2022 સુધી બિડિંગ માટે ખુલ્લું રહેશે.
  • LIC IPO Price: ભારત સરકારે LIC IPO પ્રાઇસ બેન્ડ ₹902 થી ₹949 પ્રતિ ઇક્વિટી શેર નક્કી કર્યું છે.
  • LIC IPO Size: સરકાર આ ઈસ્યુમાંથી ₹21,008.48 કરોડ એકત્ર કરવા માંગે છે.
  • LIC IPO Lot Size: એક લોટમાં 15 શેર હશે.
  • LIC IPO application limit: બિડર ઓછામાં ઓછા એક લોટ માટે અરજી કરી શકે છે જ્યારે વધુમાં વધુ 14 લોટની મંજૂરી છે.
  • LIC IPO investment limit: બિડર ઓછામાં ઓછા એક લોટ અને વધુમાં વધુ 14 લોટ માટે અરજી કરી શકે છે. LIC IPO માટે અરજી કરવા માટે ઓછામાં ઓછા એક રોકાણકારે ₹14,235નું રોકાણ કરવાની જરૂર છે જ્યારે મહત્તમ ₹1,99,290 રોકાણ કરી શકે છે.
  • LIC IPO allotment date: LIC શેરની ફાળવણીની તારીખ 12મી મે 2022 છે.
  • LIC IPO listing: LIC શેર BSE અને NSE પર લિસ્ટ થશે અને શેર લિસ્ટિંગની સંભવિત તારીખ 17મી મે 2022 છે.
  • LIC IPO registrar: Keffin Technologies Limited એ LIC IPO ના સત્તાવાર રજિસ્ટ્રાર છે.

એન્કર રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ

એન્કર રોકાણકારો માટે LICનો મેગા IPO 2 મેના રોજ ખોલવામાં આવ્યો હતો. એલઆઈસીના આઈપીઓને સોમવારે એન્કર ઈન્વેસ્ટર્સ તરફથી મજબૂત પ્રતિસાદ મળ્યો હતો. એન્કર રોકાણકારો પાસેથી રૂ. 5,620 કરોડનું સંપૂર્ણ સબ્સ્ક્રિપ્શન પ્રાપ્ત થયું હતું.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

આ પણ વાંચો : નબીપુર નજીક રેલવેનો ઓવરહેડ કેબલ ક્ષતિગ્રસ્ત થતા 2 કલાક રેલ વ્યવહાર ખોરવાયો, 8 ટ્રેન મોડી પડી 2 રદ કરાઈ

આ પણ વાંચો : ગૌતમ અદાણીની કંપનીનો નફો ચોથા ક્વાર્ટરમાં 26% ઘટ્યો પણ આવકમાં થયો વધારો

Next Article