LIC IPO : નહીં કરવો પડે વધુ ઇંતેજાર, ચાલુ મહિનામાંજ LIC દેશનો સૌથી મોટો IPO લાવી શકે છે

|

Apr 12, 2022 | 9:11 AM

LIC IPO સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર  “સેબીમાં ફાઇલ કરેલા દસ્તાવેજોના આધારે  12 મે સુધીનો IPO લાવવાનો સમય છે.”  જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે.

LIC IPO : નહીં કરવો પડે વધુ ઇંતેજાર, ચાલુ મહિનામાંજ LIC દેશનો સૌથી મોટો IPO લાવી શકે છે
ટૂંક સમયમાં LICનો IPO લાવવા તૈયારી ચાલી રહી છે.

Follow us on

LIC IPO : દેશની સૌથી મોટી વીમા કંપની LIC ટૂંક સમયમાં તેનો IPO એટલે કે પ્રારંભિક જાહેર ઓફર લાવી શકે છે. LICના IPOને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે કંપની 25 થી 29 એપ્રિલની વચ્ચે તેના IPOની જાહેરાત(LIC IPO DATE ) કરી શકે છે. એવી સંભાવના છે કે આવતીકાલે એટલે કે 13 એપ્રિલે કંપની સેબીમાં એટલે કે સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયામાં તેનું RHP (રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ) ફાઇલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે રોકાણકારો લાંબા સમયથી LICના IPOની રાહ જોઈ રહ્યા છે.

13 એપ્રિલના રોજ RHP ફાઇલ કરવાની અપેક્ષા

એક મીડિયા રિપોર્ટ મુજબ આવતીકાલે સરકાર LIC IPO માટે SEBI (સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા) પાસે RHP ફાઇલ કરી શકે છે અને એવું માનવામાં આવે છે કે આ IPO 25-29 એપ્રિલની વચ્ચે ગમે ત્યારે આવી શકે છે.

આ કારણોસર ગત નાણાકીય વર્ષમાં IPO ન આવ્યો

રશિયા અને યુક્રેનનું વચ્ચેનું યુદ્ધ ( Russia Ukraine War) ના કારણે શેર બજાર ( Share Market) માં અસ્થિરતાના માહોલ દરમ્યાન દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો IPO ( LIC IPO) ગત નાણાંકીય વર્ષના સ્થાને ચાલુ નાણાંકીય વર્ષ 202-23 પ્રારંભમાં એટલેકે એપ્રિલ મહિનામાં લાવવા નિર્ણય કર્યો હતો. પ્રારંભે સરકાર એલઆઈસી આઈપીઓ માટે માર્ચ 2022 માં પણ આ જ યોજના બનાવી રહી છે. જોકે શેર માર્કેટમાં ઉતાર – ચઢાવના કારણે સરકાર જોખમ ઉઠવા માંગતી ન હતી.આ ઉપરાંત LIC IPO માટે રોકાયેલા ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સે પણ સરકારને LICના IPOમાં ઉતાવળ ન કરવાની સલાહ આપી છે.શેરબજાર નિયામક સેબીએ LICના IPO માટે ફાઈલ કરેલા ડ્રાફ્ટ પેપરને મંજૂરી આપી દીધી છે. સરકાર SEBI સાથે LIC IPO ને ફાઈનલ કરવાની તૈયારી લગભગ પૂર્ણ કરી ચુકી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

PO લોન્ચ કરવા માટે સરકાર પાસે 12 મે સુધીનો સમય

LIC IPO સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર  “સેબીમાં ફાઇલ કરેલા દસ્તાવેજોના આધારે  12 મે સુધીનો IPO લાવવાનો સમય છે.”  જો સરકાર 12 મે સુધીમાં IPO લાવવામાં નિષ્ફળ જાય તો તેણે ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જણાવતા સેબી પાસે નવા દસ્તાવેજો ફાઇલ કરવા પડશે. બજાર વધુ સ્થિર થવાની ધારણા છે.  બજાર વધુ સ્થિર થવાની અપેક્ષા રાખવામાં આવશે જેથી છૂટક રોકાણકારો સ્ટોકમાં રોકાણ કરવા માટે વિશ્વાસપૂર્વક બની શકે. LIC એ રિટેલ રોકાણકારો માટે તેના કુલ IPO કદના 35 ટકા સુધી અનામત રાખ્યું છે.

 

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા ભાવ જાહેર થયા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની કિંમત શું છે?

આ પણ વાંચો : Jharkhand Latest Update: રોપ-વેના 2000 ફૂટ ઉપરથી 32 લોકોને બચાવાયા, 15 લોકો હજુ પણ ટ્રોલીમાં ફસાયા, CM સોરેને કહ્યું બધાને બચાવીશું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Next Article