ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (Tata Consultancy Services – TCS)ના બોર્ડે આ વર્ષે જાન્યુઆરીમાં રૂ. 18,000 કરોડથી વધુની રકમ માટે શેર દીઠ રૂ. 4,500ના ભાવે બાયબેક (TCS Buyback) ઓફરને મંજૂરી આપી હતી. હતી. TCS શેરની બાયબેક ઓફર આજે (9 માર્ચ)થી ખુલી રહી છે અને 23 માર્ચે બંધ થશે. TCS એ માહિતી આપી હતી કે નાના શેરધારકો માટે આરક્ષિત કેટેગરીમાં બાયબેક રેશિયો “રેકોર્ડ તારીખે રોકાણકાર દ્વારા રાખવામાં આવેલા દરેક 7 ઇક્વિટી શેર માટે 1 ઇક્વિટી શેર” હશે જ્યારે સામાન્ય શ્રેણીના અન્ય તમામ પાત્ર શેરધારકો માટે બાયબેક રેશિયો રેકોર્ડ તારીખે હાજર દરેક 108 ઇક્વિટી શેર માટે 1 હશે.
દિગ્ગ્જ IT કંપની TCS ના શેર બાયબેક માટે પાત્રતા અને પાત્ર ઇક્વિટી શેરધારકોના નામ નક્કી કરવાના હેતુસર 23 ફેબ્રુઆરી, 2022ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરાઈ છે.
TCSનો શેર 12 જાન્યુઆરી 2022 ના રોજ 3,857 રૂપિયા પાર બંધ થયો હતો. આનો અર્થ એ થયો કે શેરની છેલ્લી બંધ કિંમતથી રૂ. 643 અથવા 16.6% ના પ્રીમિયમ પર બાયબેક પૂર્ણ કરવું પડશે. કંપનીએ 20 જાન્યુઆરીની રેકોર્ડ તારીખ રૂપિયા 7 નું ડિવિડન્ડ પણ જાહેર કર્યું હતું.
TCS એ જણાવ્યું કે રજિસ્ટ્રાર દ્વારા ફિઝિકલ શેર સર્ટિફિકેટ સહિત પૂર્ણ કરેલ ટેન્ડર ફોર્મ અને અન્ય ઉલ્લેખિત દસ્તાવેજો પ્રાપ્ત કરવાની છેલ્લી તારીખ પણ 23 માર્ચ છે. સ્ટોક એક્સચેન્જો પર બિડ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2022 છે.
છેલ્લા 5 વર્ષમાં TCSની આ ચોથી અને સૌથી મોટી બાયબેક ઓફર છે. TCSનું છેલ્લું બાયબેક 18 ડિસેમ્બર 2020ના રોજ ખુલ્યું હતું અને 1 જાન્યુઆરી, 2021ના રોજ બંધ થયું હતું. બાયબેકનું મૂલ્ય આશરે રૂ. 16,000 કરોડ હતું.
શેર બાયબેક જેને શેરની પુનઃખરીદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં કંપની તેના વર્તમાન શેરધારકો પાસેથી પ્રીમિયમ પર પ્રવર્તમાન બજાર કિંમતે તેના શેર પાછા ખરીદે છે. શેરધારકોને નાણાં પરત કરવાની આ વૈકલ્પિક ટેક્સ – એફિશિએન્ટ રીત હોઈ શકે છે. શેર બાયબેક સર્ક્યુલેશનમાં શેરોની સંખ્યામાં ઘટાડો કરે છે. જે પછી શેરની કિંમત અને શેર દીઠ કમાણી (EPS) વધી શકે છે.
આ પણ વાંચો : Multibagger Stocks : 9 રૂપિયાનો આ પેની સ્ટોક પહોંચ્યો 100 રૂપિયાને પાર, રોકાણકારો થયા માલામાલ
આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ અને ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં ઇંધણના ભાવ શું છે?
Published On - 9:00 am, Wed, 9 March 22