Keystone Realtors IPO : ચાલુ સપ્તાહે લિસ્ટ થશે કંપનીના શેર, આ રીતે જાણો તમારી સ્થિતિ

|

Nov 22, 2022 | 6:03 PM

વર્ષ 1995માં સ્થપાયેલ કીસ્ટોન રિયલ્ટર્સ પાસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 32 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ અને 12 ચાલુ પ્રોજેક્ટ્સ અને 19 આગામી પ્રોજેક્ટ્સ છે જેમાં પરવડે તેવા મધ્યમ અને મોટા પાયે મહત્ત્વાકાંક્ષી, પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ શ્રેણીઓ હેઠળના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. 

Keystone Realtors IPO : ચાલુ સપ્તાહે લિસ્ટ થશે કંપનીના શેર, આ રીતે જાણો તમારી સ્થિતિ
IPO

Follow us on

કીસ્ટોન રિયલ્ટર્સના શેરની ફાળવણી નક્કી કરવામાં આવી છે અને હવે તમામની નજર કંપનીના શેરના લિસ્ટિંગ પર છે જે આ અઠવાડિયે થવાની ધારણા છે. કીસ્ટોન રિયલ્ટર્સ જે ‘રુસ્તમજી’ બ્રાન્ડ હેઠળ પ્રોપર્ટીઝનું વેચાણ કરે છે, કંપનીને ઓફરના છેલ્લા દિવસે તેની પ્રારંભિક પબ્લિક ઑફરિંગ એટલેકે આઇપીઓ  માટે 2 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. આઇપીઓ સોમવાર, નવેમ્બર 14, 2022 થી બુધવાર, 16 નવેમ્બર, 2022 સુધી ખુલ્લો હતો. કંપનીના શેર આ અઠવાડિયે ગુરુવાર નવેમ્બર 24, 2022 ના રોજ મુખ્ય સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર બજારમાં લિસ્ટ થાય તેવી અપેક્ષા છે. ઈસ્યુને 1,73,72,367 શેર માટે બિડ મળી હતી. ઇશ્યૂનું કદ રૂ. 635 કરોડ છે. જ્યારે આ માટેની પ્રાઇસ બેન્ડ 514-541 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે.

રૂપિયા  560 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે

આ IPO હેઠળ રૂપિયા  560 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે. આ ઉપરાંત, કંપનીના પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ (OFS) હેઠળ રૂ. 75 કરોડના શેરનું વેચાણ કરવામાં આવશે. OFSના ભાગરૂપે, પ્રમોટર બોમન રુસ્તમ ઈરાની હવે રૂ. 37.5 કરોડ સુધીના શેરનું વેચાણ કરશે. તે જ સમયે, તેમાં પર્સી સોરાબજી ચૌધરી અને ચંદ્રેશ દિનેશ મહેતા દ્વારા રૂ. 18.75 કરોડના શેરના વેચાણનો પણ સમાવેશ થાય છે.

વર્ષ 1995માં સ્થપાયેલ કીસ્ટોન રિયલ્ટર્સ પાસે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં 32 પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ અને 12 ચાલુ પ્રોજેક્ટ્સ અને 19 આગામી પ્રોજેક્ટ્સ છે જેમાં પરવડે તેવા મધ્યમ અને મોટા પાયે મહત્ત્વાકાંક્ષી, પ્રીમિયમ અને સુપર પ્રીમિયમ શ્રેણીઓ હેઠળના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો

  • સૌ પ્રથમ તમારે BSEની વેબસાઇટ https://www.bseindia.com/investors/appli_check.aspxપર જવું પડશે.
  • અહીં ઇક્વિટી બોક્સ માં ટીક કરવું પડશે.
  • હવે નીચે ઇશ્યૂનું નામ દાખલ કરો.
  • તમારો એપ્લિકેશન નંબર લખો.
  • પાન નંબર દાખલ કરો
  • હવે Search પર ક્લિક કરો.
  • હવે આખી વિગત તમને જોવા મળશે.

ડાર્વિનબોક્સ લાવશે

હ્યુમન રિસોર્સિસ ટેક કંપની ડાર્વિનબોક્સ એક અબજ ડોલરથી વધુના મૂલ્યાંકન સાથે આગામી ત્રણ વર્ષમાં પ્રારંભિક જાહેર ઓફર એટલેકે આઇપીઓ લાવી શકે છે. સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કંપનીના સહ-સ્થાપક રોહિત ચેન્નામાનેનીએ જણાવ્યું હતું કે કંપનીને 2025 સુધીમાં નફાકારક બનવાની ઘણી આશા છે. હાલમાં ડાર્વિનબોક્સના પ્રમોટરો કંપનીમાં 30 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જ્યારે બાકીનો હિસ્સો રોકાણકારો પાસે છે. રોકાણકારોમાં TCV, Salesforce Ventures, Sequoia, Lightspeed અને Endiya Partnersનો સમાવેશ થાય છે. કંપની શેરબજારમાં લિસ્ટ થવાની યોજનાબનાવી રહી છે.

 

Published On - 6:03 pm, Tue, 22 November 22

Next Article