AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુકેશ અંબાણીની આ નવી કંપનીનો ચાલ્યો જાદુ, એક જ દિવસમાં કરી 14000 કરોડ રૂપિયાની કમાણી

આજે Jio Financial ના શેરમાં 9 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેરે રૂ. 266.95ની લિસ્ટિંગ કિંમત વટાવી અને 110 મિનિટની અંદર નવા સ્તરે પહોંચી ગયા. લિસ્ટિંગના દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર રૂ. 262 પર આવ્યો હતો. તે પછી સતત લોઅર સર્કિટ લાગી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન Jio Financial ને લગતી જાહેરાતો બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

મુકેશ અંબાણીની આ નવી કંપનીનો ચાલ્યો જાદુ, એક જ દિવસમાં કરી 14000 કરોડ રૂપિયાની કમાણી
Mukesh Ambani
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2023 | 6:56 PM
Share

મુકેશ અંબાણીની (Mukesh Ambani) નવી કંપની જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ (Jio Financial Services) ને BSE માંથી ડીલિસ્ટ કરવામાં આવી છે. તે માત્ર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર જ ટ્રેડિંગ કરે છે. સોમવારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના શેર 110 મિનિટમાં 9 ટકા ઉછળ્યા હતા. આ ઉછાળાને કારણે કંપનીના માર્કેટ કેપમાં લગભગ 14,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેમજ કંપનીના શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા હતા.

શેરમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો

કંપનીનો શેર NSE પર રૂ. 262 પર લિસ્ટ થયો હતો. જે બાદ કંપનીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ કંપનીના શેરમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારથી, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરમાં 26 ટકાનો વધારો જોવા મળ્યો છે.

આજે કંપનીના શેરમાં 9 ટકાનો વધારો

આજે Jio Financial ના શેરમાં 9 ટકાનો જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. કંપનીના શેરે રૂ. 266.95ની લિસ્ટિંગ કિંમત વટાવી અને 110 મિનિટની અંદર નવા સ્તરે પહોંચી ગયા. લિસ્ટિંગના દિવસે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં કંપનીનો શેર રૂ. 262 પર આવ્યો હતો. તે પછી સતત લોઅર સર્કિટ લાગી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન Jio Financial ને લગતી જાહેરાતો બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારથી કંપનીના શેરમાં 26 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.

કંપનીના શેરની વર્તમાન સ્થિતિ

જો વર્તમાન સ્થિતિ વિશે વાત કરીએ તો, કંપનીના શેર બપોરે 3.15 વાગ્યે 3.41 ટકાના વધારા સાથે રૂ. 253.50 પર ટ્રેડ કરી રહ્યા હતા. કંપનીનો શેર એક દિવસ અગાઉ રૂ. 245.15 પર બંધ થયો હતો. જો કે, કંપનીનો શેર 255.30 રૂપિયા પર ખુલ્યો હતો. જો નિષ્ણાતોનું માનીએ તો આવનારા દિવસોમાં કંપનીના શેરમાં વધુ વધારો જોવા મળી શકે છે. કંપની હવે માત્ર NSE પર જ વેપાર કરશે.

આ પણ વાંચો : મુકેશ અંબાણીનો જાદુ માર્કેટમાં ચાલ્યો નહીં, આ રીતે રિલાયન્સને થયું સૌથી વધારે નુકસાન

લગભગ 14000 કરોડ રૂપિયાનો ફાયદો

કંપનીના શેરમાં વધારાને કારણે માર્કેટ કેપમાં વધારો થયો છે. 110 મિનિટમાં કંપનીના માર્કેટ કેપમાં લગભગ 14,000 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સવારે 11:05 વાગ્યે કંપનીના શેર રૂ. 266.95 પર પહોંચ્યા ત્યારે માર્કેટ કેપ રૂ. 1,69,634.459 કરોડ હતી. જ્યારે એક દિવસ પહેલા કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,55,781.560 કરોડ હતું. તેનો અર્થ એ થયો કે કંપનીના માર્કેટ કેપમાં રૂ. 13,852.899 કરોડનો વધારો થયો છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
સુરત-વલસાડ-નવસારીમાં રેડ અલર્ટ! CM ભૂપેન્દ્ર પટેલે બોલાવી બેઠક
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
નવસારીમા પૂરનો હાહાકાર: કાવેરી-અંબિકા ભયજનક સપાટી વટાવી 1 લાખ પ્રભાવિત
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">