શેરબજારમાં ઉતાર-ચઢાવની પરવાહ વગર આ કંપની લાવશે IPO, જાણો ક્યારે આવી શકે છે ઈશ્યુ

|

Jan 19, 2023 | 9:30 AM

OYO IPO : સપ્ટેમ્બર 2021માં, OYOએ 8,430 કરોડ રૂપિયાના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. તે સમયે બજારની અસ્થિર સ્થિતિને કારણે IPO લોન્ચ કરવામાં વિલંબ થયો હતો, જેના કારણે કંપનીએ શરૂઆતમાં લક્ષ્યાંક US$11 બિલિયનને બદલે લગભગ US$7-8 બિલિયનના નીચા મૂલ્યાંકન માટે પતાવટ કરી હતી.

શેરબજારમાં ઉતાર-ચઢાવની પરવાહ વગર આ કંપની લાવશે IPO, જાણો ક્યારે આવી શકે છે ઈશ્યુ
OYO IPO

Follow us on

શેરબજારમાં ઉતાર-ચઢાવનું વાતાવરણ હોવા છતાં અને મંદીના ડરથી ઘણી કંપનીઓએ તેમના IPO પ્લાનને આગળ ધપાવી દીધા છે પરંતુ હોસ્પિટાલિટી કંપની Oyo તેના IPO માટેની તૈયારીઓ ફરી શરૂ કરી રહી છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે તે એક મહિનામાં સેબીને તેના ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કરશે. આનો મતલબ એ છે કે રોકાણકારોને આવનારા મહિનામાં કમાણીની મોટી તક મળવાની છે. સપ્ટેમ્બર 2021માં, OYOએ 8,430 કરોડ રૂપિયાના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. તે સમયે બજારની અસ્થિર સ્થિતિને કારણે IPO લોન્ચ કરવામાં વિલંબ થયો હતો.

એક મહિનામાં અરજી સબમિટ કરશે

ઓરેવેલ સ્ટેજીસ લિમિટેડ જે કંપની હોટેલ બિઝનેસ સ્ટાર્ટઅપ ઓયોનું સંચાલન કરે છે તેણે બુધવારે જણાવ્યું હતું કે તે આવતા મહિનાના મધ્ય સુધીમાં IPO માટે તેની ડ્રાફ્ટ એપ્લિકેશન ફરીથી ફાઇલ કરશે. આ મહિનાની શરૂઆતમાં કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર સેબીએ કંપનીને કેટલીક નવી માહિતી સાથે પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) ડ્રાફ્ટ પેપર ફરીથી ફાઇલ કરવા જણાવ્યું હતું.

કંપનીનું નિવેદન

કંપનીએ કહ્યું કે અમે તમામ મુખ્ય સેગમેન્ટને એકસાથે અપડેટ કરવા પર કામ કરી રહ્યા છીએ. આ કામ વિવિધ પક્ષો વચ્ચે વહેંચાયેલું છે. કંપનીના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ્સ બુક રનિંગ લીડ મેનેજર્સ, IPO બેન્કર્સ, વકીલો અને ઓડિટર સાથે નજીકથી કામ કરી રહ્યા છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું કે અમે ફેબ્રુઆરી 2023ના મધ્ય સુધીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફરીથી સબમિટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

2021થી તૈયારી ચાલી રહી છે

સપ્ટેમ્બર 2021માં, OYOએ 8,430 કરોડ રૂપિયાના IPO માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) પાસે પ્રારંભિક દસ્તાવેજો ફાઈલ કર્યા હતા. તે સમયે બજારની અસ્થિર સ્થિતિને કારણે IPO લોન્ચ કરવામાં વિલંબ થયો હતો, જેના કારણે કંપનીએ શરૂઆતમાં લક્ષ્યાંક US$11 બિલિયનને બદલે લગભગ US$7-8 બિલિયનના નીચા મૂલ્યાંકન માટે પતાવટ કરી હતી.

એગ્રોકેમ કંપનીના ઈશ્યુમાં કમાણીની તક

એરિસ્ટો બાયો-ટેક એન્ડ લાઇફ સાયન્સ લિમિટેડનીઇનિશિયલ પબ્લિક ઓફરિંગ સોમવારે સબસ્ક્રિપ્શન માટે ખુલી છે. કંપની આ IPO દ્વારા 13.05 કરોડ રૂપિયા એકત્ર કરશે. કંપનીએ આ ઈશ્યુ હેઠળ 50 ટકા શેર HNIs માટે અને બાકીના 50 ટકા રિટેલ રોકાણકારો માટે અનામત રાખ્યા છે. Aristo Biotech IPO 19 જાન્યુઆરી 2023 સુધી સબસ્ક્રાઇબ કરી શકાય છે. કંપનીના શેરનું લિસ્ટિંગ NSE SME ઈન્ડેક્સ પર થશે.આ IPO હેઠળ શેરની ફાળવણી 24 જાન્યુઆરી, 2023 સુધી કરી શકે છે. તે જ સમયે, કંપનીના શેરનું લિસ્ટિંગ 27 જાન્યુઆરીએ થઈ શકે છે.

Next Article