IPO : UPI થી IPO માં કેટલું રોકાણ કરી શકાય? જાણો નિયમમાં ફેરફાર બાદ શું પડશે અસર

|

Apr 09, 2022 | 7:40 AM

સ્થાનિક રિટેલ રોકાણકારો હવે 2 લાખ રૂપિયાના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લોકપ્રિય માધ્યમ UPI મારફત શેર અને કન્વર્ટિબલ સિક્યોરિટીઝના પબ્લિક ઇશ્યૂમાં અરજી દીઠ રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે.

IPO : UPI થી IPO માં કેટલું રોકાણ કરી શકાય? જાણો નિયમમાં ફેરફાર બાદ શું પડશે અસર
Symbolic Image

Follow us on

શેરબજાર(Stock Market)માં લિસ્ટેડ નવી કંપનીઓના IPOમાં સ્થાનિક રિટેલ રોકાણકારોની ભાગીદારી છેલ્લા ત્રણ વર્ષમાં બે ગણી વધી છે. આ સમય દરમિયાન ડિજિટલ વ્યવહારો માટે યુપીઆઈ(UPI) એટલે કે યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ(Unified Payment Interface)નો ઉપયોગ કરતા લોકોની સંખ્યા પણ લગભગ બમણી થઈ ગઈ છે.  SEBI એ શેરબજારમાં રિટેલ રોકાણકારોની સતત વધતી જતી સંખ્યા અને UPIની લોકપ્રિયતાને સાંકળીને એક ફોર્મ્યુલા બનાવી છે. નાના અને મધ્યમ રોકાણકારો હવે UPIમાંથી IPOમાં રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે. અત્યાર સુધી આ મર્યાદા 2 લાખ રૂપિયા સુધીની છે.

સ્થાનિક રિટેલ રોકાણકારો હવે 2 લાખ રૂપિયાના બદલે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લોકપ્રિય માધ્યમ UPI મારફત શેર અને કન્વર્ટિબલ સિક્યોરિટીઝના પબ્લિક ઇશ્યૂમાં અરજી દીઠ રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરી શકશે. એટલે કે જ્યારે રોકાણકારોને વધુ સગવડ મળશે ત્યારે જ તેઓ વધુ રોકાણ કરશે અને જ્યારે વધુ રોકાણ આવશે ત્યારે બજાર વધુ મજબૂત બનશે.

સ્થાનિક રોકાણકાર બજાર માટે આવશ્યક

સ્થાનિક રોકાણકારોનું બજાર કેટલું મહત્વનું છે. આ વાત પરથી તમે અનુમાન લગાવી શકો છો. ઑક્ટોબર-2021 થી માર્ચ 2022 ની વચ્ચે જ્યારે વિદેશી રોકાણકારોએ રૂ. 1.48 લાખ કરોડના શેરનું વેચાણ કર્યું ત્યારે સ્થાનિક રોકાણકારોએ વધુ ખરીદી કરી ન હતી જેના કારણે બજારમાં વધુ ઘટાડો થયો ન હતો. IPO અને કન્વર્ટિબલ બોન્ડ્સમાં રૂ. 5 લાખ સુધીનું રોકાણ કરવા માટે UPI  1 મે 2022 ના રોજ અથવા તે પછી જાહેર ઇશ્યુ પર સુવિધા ઉપલબ્ધ થશે. આ સુવિધા માટે UPI વિકસાવનાર NPCIને પણ ઘણી મહેનત કરવી પડી છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

UPI દ્વારા અરજી કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે NPCI એ સિસ્ટમમાં કેટલાક ફેરફારો સૂચવ્યા હતા અને 30 માર્ચ, 2022 સુધીમાં લગભગ 80 ટકા સેલ્ફ-સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો/પ્રાયોજક બેંકો/UPI એપ્સે આ જોગવાઈઓ લાગુ કરી દીધી છે. સેબીના આ નવા પગલાથી આઇપીઓ અને કન્વર્ટિબલ બોન્ડ્સમાં સ્થાનિક રિટેલ રોકાણકારોની ભાગીદારી વધુ વધશે.

IPOમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી બમણીથી વધુ

IPO વર્ષ દીઠ રિટેલ રોકાણકારોની સંખ્યા

  • 2021-22માં  14.05 લાખ
  • 2020-21 માં 12.73 લાખ
  • 2019-20 માં 6.88 લાખ

UPI ની વધતી જતી લોકપ્રિયતા (FY માં થયેલા UPI વ્યવહારો)

  • 2020-21 માં રૂ. 41 લાખ કરોડ
  • 2021-22 માં રૂ. 76 લાખ કરોડ
  • 2022-23 માં રૂ. 100 લાખ કરોડ (અંદાજિત)

દેશમાં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા બે વર્ષમાં બમણી થઈ છે (રજિસ્ટર્ડ રોકાણકારોની સંખ્યા )

  • 2019 માં 3.6 કરોડ
  • 2021 માં 7.7 કરોડ
  •  2022 (7મી એપ્રિલ સુધી) માં 10.20 કરોડ

આ પણ વાંચો : RBI એ એક્સિસ બેંક અને IDBI બેંકને લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો, જાણો કેમ કરાઈ કાર્યવાહી

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : પેટ્રોલ – ડીઝલની કિંમતોમાં વધારાના દોર વચ્ચે આજે આવ્યા રાહતના સમાચાર, જાણો શું છે મામલો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Published On - 7:37 am, Sat, 9 April 22

Next Article