ચાલુ મહિનામાં Harsha Engineer લાવી શકે છે IPO, રૂપિયા 755 કરોડના પબ્લિક ઈશ્યુ વિશે જાણો વિગતવાર

|

Sep 10, 2022 | 1:53 PM

હર્ષ એન્જિનિયર કંપનીનું કહેવું છે કે કંપની આ આઈપીઓ દ્વારા જે નાણાં એકત્ર કરશે તેમાંથી તે 270 કરોડ રૂપિયાની લોન ચૂકવશે. આ સિવાય વર્કિંગ કેપિટલ માટે 76 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે.

ચાલુ મહિનામાં Harsha Engineer લાવી શકે છે IPO, રૂપિયા 755 કરોડના પબ્લિક ઈશ્યુ વિશે જાણો વિગતવાર
IPO

Follow us on

Harsha Engineer IPO : જો તમે શેરબજાર(Share Market) દ્વારા સારી કમાણી કરવા માંગતા હોય તો ટૂંક સમયમાં જ બેરિંગ કેજ બનાવતી કંપની હર્ષા એન્જીનીયર(Harsha Engineer)નો IPO શેરબજારમાં શેરબજારમાં આવવાનો છે.કંપની ટૂંક સમયમાં લિસ્ટ થવા માંગે છે. શુક્રવારે માહિતી આપતાં હર્ષ એન્જિનિયર્સ ઈન્ટરનેશનલે કહ્યું કે કંપની આઈપીઓ દ્વારા 755 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે કંપનીએ IPO હેઠળ 314-330 રૂપિયાની વચ્ચે પ્રાઇસ બેન્ડ પણ નક્કી કરી છે. હર્ષ એન્જિનિયર આઈપીઓમાં પૈસા રોકવા માટે તમારે થોડા દિવસો રાહ જોવી પડશે. કંપનીનો IPO 14-16 સપ્ટેમ્બરની વચ્ચે ખૂલવાની ધારણા છે. રૂપિયા 755 કરોડના આ પબ્લિક ઈશ્યુમાં રૂ. 455 કરોડના ઈક્વિટી શેરનો ફ્રેશ ઈશ્યુ અને હાલના શેરધારકો તરફથી રૂ. 300 કરોડ સુધીના વેચાણની ઓફર(Offer For Sale)નો સમાવેશ થાય છે. આ સાથે આ પબ્લિક ઓફરમાં પાત્ર કર્મચારીઓ દ્વારા સબ્સ્ક્રિપ્શન માટે રિઝર્વેશનનો પણ સમાવેશ થાય છે.

કંપની પૈસા ક્યાં ખર્ચ કરાશે

હર્ષ એન્જિનિયર કંપનીનું કહેવું છે કે કંપની આ આઈપીઓ દ્વારા જે નાણાં એકત્ર કરશે તેમાંથી તે 270 કરોડ રૂપિયાની લોન ચૂકવશે. આ સિવાય વર્કિંગ કેપિટલ માટે 76 કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે રૂ. 7.12 કરોડનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપેર અને હાલની સુવિધાઓના નવીનીકરણ માટે કરવામાં આવશે. આ પબ્લિક ઈશ્યુનો અડધો ભાગ એટલે કે 50 ટકા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (QIB) માટે આરક્ષિત રહેશે.

45 ઇક્વિટી શેર સુધી બિડ થશે

35 ટકા શેર રિટેલ રોકાણકારો માટે અને 15 ટકા બિન-સંસ્થાકીય રોકાણકારો માટે અલગ રાખવામાં આવશે. રોકાણકારો લઘુત્તમ 45 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 45 ઇક્વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. આ કંપની બીજી વખત પબ્લિક ઈશ્યુ લઈને આવી રહી છે. અગાઉ ઓગસ્ટ 2018 માં કંપનીએ બજાર નિયમનકાર સેબી સમક્ષ આ ઈશ્યુ માટેના તમામ દસ્તાવેજ સબમિટ કર્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ઓનલાઈન જોડી બનાવતી કંપની IPO લાવશે

ઓનલાઈન જોડી બનાવતી Shaadi.com તેનો IPO લાવવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ અનુસાર અનુપમ મિત્તલ, સ્થાપક અને સીઈઓ, પીપલ ગ્રૂપ એ જણાવ્યું હતું કે, “આવતા વર્ષ સુધીમાં અમે આઈપીઓ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. અમે અત્યારે નફામાં ચાલી રહ્યા છીએ. અમે IPO માટે તૈયાર છીએ પરંતુ આ સમયે અમને મૂડીની જરૂર નથી.” જોકે, મિત્તલે તેમના IPO પ્લાનની વિગતો જાહેર કરી ન હતી. અગાઉ વર્ષ 2009માં પણ આ કંપનીએ આઈપીઓ લાવવાની યોજના બનાવી હતી પરંતુ પછી તેને મોકૂફ રાખવામાં આવી હતી. મિત્તલે 1996માં Shaadi.comની સ્થાપના કરી હતી. બાદમાં, તેણે 2001માં પીપલ ગ્રુપની સ્થાપના કરી જેની અંદર Shaadi.com હાલમાં ચાલી રહી છે.

 

Published On - 1:52 pm, Sat, 10 September 22

Next Article