High Return Stock : બજાજના આ શેરે 12 વર્ષમાં 1 લાખના રોકાણને બનાવ્યા 1.34 કરોડ રૂપિયા, શું છે તમારા પોર્ટફોલિયોમાં?

|

Aug 03, 2022 | 7:16 AM

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડનો ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ. 2,596 કરોડ થયો છે. આ કારણે કંપનીએ ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,002 કરોડનો નફો કર્યો હતો.

High Return Stock : બજાજના આ શેરે 12 વર્ષમાં 1 લાખના રોકાણને બનાવ્યા 1.34 કરોડ રૂપિયા, શું છે તમારા પોર્ટફોલિયોમાં?
Bajaj Finance Ltd share saw a sharp rise

Follow us on

નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ સર્વિસ કંપની બજાજ ફાઇનાન્સ(Bajaj Finance Ltd Share Price )ના શેરમાં છેલ્લા એક સપ્તાહથી જોરદાર તેજી જોવા મળી છે. ગત સપ્તાહે 28 જુલાઈના ટ્રેડિંગમાં શેર 10 ટકા વધીને રૂ. 7047 પર પહોંચ્યો હતો. બુધવાર, 27 જુલાઈ, 2022 ના રોજ, શેર રૂ. 6393.75 પર બંધ થયો હતો. મંગળવારે 3 ઓગસ્ટના રોજ શેર વધુ મજબૂતી સાથે 7,322.05 રૂપિયા ઉપર બંધ થયો છે. શેર 61.05 રૂપિયા મુજબ 0.84% તેજી સાથે બંધ થયો હતો. વાસ્તવમાં બજાજ ફાઇનાન્સના ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરના પરિણામો મજબૂત રહ્યા છે. કંપનીનો નફો 159 ટકા વધીને રૂ. 2,596 કરોડ થયો છે. કંપની માટે અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટરનો આ સૌથી મોટો નફો છે. બ્રોકરેજ હાઉસ Q1 પરિણામો પછી સ્ટોક પર મિશ્ર પ્રતિક્રિયા ધરાવે છે. એક બ્રોકરેજે બજાજ ફાઇનાન્સના શેરનો લક્ષ્યાંક વધારીને રૂ. 8500 કર્યો છે.

5 વર્ષમાં 300% થી વધુ વળતર આપ્યું

બજાજ ફાઇનાન્સ મલ્ટિબેગર સ્ટોક રહ્યો છે. શેરે 5 વર્ષમાં 300% થી વધુ વળતર આપ્યું છે. શેરની કિંમત 12 વર્ષમાં 52.65 રૂપિયાથી વધીને 7322 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે, શેરે 12 વર્ષમાં 13000 ટકા કરતા વળતર આપ્યું છે. જો કોઈ રોકાણકારે 12 વર્ષ પહેલા આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના 1 લાખ રૂપિયા 1.34 કરોડ થઈ ગયા હશે. જો કે તે અત્યાર સુધી તેનું સ્ટોકમાં રોકાણ રહેવું જરૂરી  છે. NBFCsનું માર્કેટ કેપ રૂ. 4.43 લાખ કરોડ છે. શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી 8050 રૂપિયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

બજાજ ફાઇનાન્સના પરિણામો કેવા રહ્યા?

ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં બજાજ ફાઇનાન્સ લિમિટેડનો ચોખ્ખો નફો બમણાથી વધુ વધીને રૂ. 2,596 કરોડ થયો છે. આ કારણે કંપનીએ ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રૂ. 1,002 કરોડનો નફો કર્યો હતો. ક્રેડિટ ગ્રોથને કારણે મજબૂત કમાણી પાછળ કંપનીનો નફો વધ્યો છે.

એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન કુલ આવક 38% વધીને રૂ. 9,283 કરોડ થઈ છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે રૂ. 6,743 કરોડ હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીની વ્યાજની આવક 33% વધીને રૂ. 7,920 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 5,954 કરોડ હતો.

બજાજ ફાયનાન્સ પર બ્રોકરેજનો અભિપ્રાય

  • જેપી મોર્ગન : વૈશ્વિક બ્રોકરેજ જેપી મોર્ગને બજાજ ફાઇનાન્સના સ્ટોક પર તેનું રેટિંગ ન્યુટ્રલથી ઓવરવેઇટમાં અપગ્રેડ કર્યું છે. આ સાથે તેણે શેરની ટાર્ગેટ કિંમત 8400 રૂપિયાથી વધારીને 8500 રૂપિયા કરી દીધી. જેમાં 33 ટકા સુધી આગળ લખાય તેવી શક્યતા છે.
  • સિટી : સિટીએ બજાજ ફાઇનાન્સ પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. તેમજ બ્રોકરેજે શેર દીઠ લક્ષ્ય ભાવ રૂ. 8400 નક્કી કર્યો છે.
  • CLSA : વૈશ્વિક બ્રોકરેજ CLSA એ બજાજ ફાઇનાન્સ પર સેલ રેટિંગ જાળવી રાખ્યું છે. તેણે પ્રતિ શેર 5600 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે.
  • જેફરી :  જેફરીઝે બજાજ ફાઇનાન્સના સ્ટોક પર હોલ્ડનું રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેરની લક્ષ્ય કિંમત રૂ. 7600 થી ઘટાડીને રૂ. 7300 કરી હતી.
  • મોર્ગન સ્ટેનલી : વૈશ્વિક બ્રોકરેજ મોર્ગન સ્ટેનલીએ બજાજ ફાઇનાન્સ પર ઓવરવેઇટ રેટિંગ આપ્યું છે. પ્રતિ શેર 8000 રૂપિયાનો ટાર્ગેટ પણ આપ્યો.

Published On - 7:16 am, Wed, 3 August 22

Next Article