High Demand Stocks : સતત છઠ્ઠા દિવસે કારોબારમાં ઘટાડા છતાં આ શેર્સની રહી ઊંચી માંગ, વાંચો વિગતવાર

|

Sep 28, 2022 | 10:04 AM

ભારતીય શેરબજારમાં બુધવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ખુલતાની સાથે જ 500 પોઈન્ટ તૂટી ગયો હતો. આજે વૈશ્વિક બજારના દબાણમાં રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.

High Demand Stocks : સતત છઠ્ઠા દિવસે કારોબારમાં ઘટાડા છતાં આ શેર્સની રહી ઊંચી માંગ, વાંચો વિગતવાર
Share Market

Follow us on

નબળા વૈશ્વિક બજારના સંકેતોને કારણે આજે બુધવારે ભારતીય શેરબજાર(Share Market)ની એક દિવસ શરૂઆત નબળી વધુ રહી હતી. કારોબારના શરૂઆતમાં સેન્સેક્સ 550 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો તો બીજી તરફ નિફ્ટી 17000 ની નીચે સરકી ગયો હતો. મંદી અને મોંઘવારીની ચિંતાને કારણે વૈશ્વિક બજારમાં દબાણ છે. બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ, એફએમસીજી, મેટલ શેરોમાં વેચાણથી બજાર પર દબાણ આવ્યું છે. જોકે ફાર્મા શેરોમાં ખરીદારી જોવા મળી રહી છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો નોંધાયો છે. સવારે 9.38 વાગે સેન્સેક્સ 370.62 પોઇન્ટ અથવા 0.65% ઘટીને 56,736.90 પોઈન્ટ પર અને નિફ્ટી 98 પોઈન્ટના ઘટાડા સાથે 16,909.50 પર ટ્રેડ કરી રહ્યો હતો. ભારતીય ચલણ રૂપિયો રેકોર્ડ નીચી સપાટીએ ગબડ્યો છે. ડોલર સામે રૂપિયો 30 પૈસા નબળો પડીને 81.88 પર ખૂલ્યો અને 81.90 પ્રતિ ડૉલર સુધી પટકાયો હતો.

બજારમાં ઘટાડાનો ટ્રેન્ડ છતાં આ શેર્સમાં આજે સતત પાંચમા દિવસે અપર સર્કિટ નોંધાઈ (Update 9.45 AM)

Company Name Bid Qty Last Price Diff % Chg
SAL Steel 583,890 15.75 0.75 5
Cyber Media 78,776 25.1 1.15 4.8
Oil Country 225,730 15.46 0.73 4.96
Poojawestern Me 27,603 34.95 1.65 4.95

મંગળવારે પણ ઘટાડો નોંધાયો હતો

તાજેતરના સેશનમાં રોકાણકારોના નાણાં ડૂબ્યા બાદ બજારે મંગળવારે  થોડી આશા જન્મી હતી. જોકે, ટ્રેડિંગના અંત સુધીમાં બજારે ફરી એકવાર રોકાણકારોને નિરાશ કર્યા હતા. મંગળવારે BSE સેન્સેક્સ 37.70 પોઈન્ટ (-0.07 ટકા) ઘટીને 57,107.52 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 8.90 પોઈન્ટ (-0.05 ટકા)ના ઘટાડા સાથે લગભગ 17,007.40 ના પાછલા સ્તરે બંધ રહ્યો હતો.બજારની શરૂઆત આજે સકારાત્મક મૂડ સાથે થઈ હતી.  BSE સેન્સેક્સ 232 પોઈન્ટના વધારા સાથે 57,377 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી 50 પણ 95 પોઈન્ટ ચઢીને 17,111 પર ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

જોરદાર લિસ્ટિંગ બાદ Harsha Engineers ના શેરમાં પ્રોફિટ બુકીંગ થયું

ભારતીય શેરબજારમાં બુધવારે સતત છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સ ખુલતાની સાથે જ 500 પોઈન્ટ તૂટી ગયો હતો. આજે વૈશ્વિક બજારના દબાણમાં રૂપિયો પણ રેકોર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે.દેશની સૌથી મોટી બેરિંગ કેજ નિર્માતા કંપની હર્ષ એન્જિનિયર્સ ઈન્ટરનેશનલ  શેરબજારમાં લિસ્ટ થઈ હતી. શેર NSE પર 36 ટકાના પ્રીમિયમ પર રૂ. 450 પર લિસ્ટ થયો હતો. BSE પર, શેર 35%ના પ્રીમિયમ સાથે રૂ. 444 પર લિસ્ટ થયો હતો. આજે શેરમાં પ્રોફિટ બુકીંગ થયું છે. શેર રૂપિયા 446 સુધી નીચલા સ્તરે દેખાયો હતો. આજે કંપનીના 51 કરોડના શેર્સ સવારે 9.50 વાગ્યા સુધીમાં વેચાયા હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 આ શેર્સમાં વધુ પ્રોફિટ બુકીંગ થયું (Update 9.45 AM)

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Harsha Engineers Int 450.4 1,097,840 5,165.34
SamvardhanaMotherson 108.4 700,127 782.04
Bandhan Bank 253.8 224,408 589.86

સતત છઠ્ઠા દિવસે લાલ નિશાનમાં કારોબાર છતાં આ શેર્સની રહી માંગ (Update 9.45 AM)

Company Name CMP Volume Value (Rs. Lakhs)
Dish TV India 16.89 19,159,600 3,044.46
Can Fin Homes 479.05 261,610 1,208.64
Tube Investments 2,691.20 27,984 721.2
Colorchips New Media 100.5 719,708 689.12
Galactico Corp. Serv 15.9 3,608,320 546.66

Published On - 10:02 am, Wed, 28 September 22

Next Article