Global Market : વૈશ્વિક બજાર તરફથી મિશ્ર સંકેત મળ્યા, મહાવીર જયંતીની રજા પછી બજાર તેજીમાં ખુલશે?
Global Market : SGX Nifty સવારે 7.45 વાગ્યાના અરસામાં 61 અંક ઘટાડા સાથે 17514 ના સ્તરે જોવા મળ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 0.35 ટકાનો ઘટાડો નજરે પડી રહ્યો હતો. SGX Nifty 17,546.0 ઉપર ખુલ્યો હતો જેનું ઉપલું સ્તર 17,578.5 જયારે નીચલી સપાટીએ 17,511.5 સુધી ગગડ્યો હતો. અમેરિકન શેરબજારમાં 4 દિવસ બાદ વેચવાલી જોવા મળી હતી.

Global Market : આજે બુધવારે ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. વિશ્વભરના શેરબજારોમાંથી મિશ્ર સંકેતો મળી રહ્યા છે. એશિયન બજારોમાં નિક્કી અને હેંગસેંગ લગભગ 1-1 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે જ્યારે કોસ્પી લગભગ અડધા ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહ્યો છે. SGX Nifty સવારે 7.45 વાગ્યાના અરસામાં 61 અંક ઘટાડા સાથે 17514 ના સ્તરે જોવા મળ્યો હતો. આ સમયે ઇન્ડેક્સમાં 0.35 ટકાનો ઘટાડો નજરે પડી રહ્યો હતો. SGX Nifty 17,546.0 ઉપર ખુલ્યો હતો જેનું ઉપલું સ્તર 17,578.5 જયારે નીચલી સપાટીએ 17,511.5 સુધી ગગડ્યો હતો. અમેરિકન શેરબજારમાં 4 દિવસ બાદ વેચવાલી જોવા મળી હતી. મંગળવારે મહાવીર જયંતિ નિમિત્તે ભારતીય શેરબજાર બંધ હતા. અગાઉના સત્રમાં બીએસઈ સેન્સેક્સ 115 પોઈન્ટના વધારા સાથે 59,106 પર બંધ થયો હતો. બજારમાં તેજીનો આ સતત ત્રીજો દિવસ હતો. એ જ રીતે નિફ્ટી પણ 38 પોઈન્ટ વધીને 17,398ની સપાટીએ બંધ રહ્યો હતો.
અમેરિકાના બજારમાં કેવો રહ્યો કારોબાર?
- સોમવારે 325 પોઈન્ટના વધારા બાદ ડાઉ ગઈકાલે 200 પોઈન્ટ લપસી ગયો હતો NASDAQ પર 2 દિવસનો ઘટાડો, ગઈકાલે 0.5% નીચે રહ્યો
- S&Pના 11માંથી 7 સેક્ટર ઘટાડા સાથે બંધ થયા છે
- આઈટી, ઈકોનોમી સાથે જોડાયેલા શેરો પર સૌથી વધુ દબાણ
- નાના બેંકિંગ શેરો પણ દબાણમાં છે
- જેપી મોર્ગને કહ્યું કે, બેન્કિંગ સંકટ હજુ સમાપ્ત થયું નથી
- સુસ્ત આર્થિક ડેટાથી બજારના મૂડ પર અસર
- 2 વર્ષમાં પહેલીવાર 1 કરોડની નીચે નવી જોબ ઓપનિંગ
- 10-વર્ષના બોન્ડ યીલ્ડ ઘટીને 3.35%
આ પણ વાંચો : Gautam Adani ફરી વિવાદોમાં સપડાયા, હિંડનબર્ગ દ્વારા ઉલ્લેખ કરાયેલી કંપનીના અદાણી દ્વારા ઉપયોગના આક્ષેપ થયા
વૈશ્વિક કોમોડિટીની સ્થિતિ
- વૈશ્વિક સોનાનો વાયદો 2040 ડોલરની નજીક 13 મહિનાની ટોચે છે
- ચાંદી 25 ડોલરને પાર કરી 1 વર્ષની ટોચે છે
- MCX સોનું 61000ની નજીક રેકોર્ડ હાઈ પર બંધ થયું
- સ્થાનિક વાયદામાં ચાંદી રૂ.75000ની ઉપર બંધ થઇ છે
- ડૉલર ઇન્ડેક્સ 2 મહિનાની નીચી સપાટીએ 101.20 સુધી તૂટ્યો
- યુએસ નોકરીઓના નબળા ડેટાને કારણે ડૉલર નબળો પડ્યો
- ક્રૂડ ઓઈલમાં સ્થિર વેપાર, બ્રેન્ટ 85 ડોલર ને પાર
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…