શેરબજાર સોમવારે નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી ભારતીય શેરબજાર સતત નવા વિક્રમ સ્થાપી રહ્યું છે. વૈશ્વિક બજારના ટ્રેન્ડની પરવાહ ન કરી રોકાણકાર સતત ભારતીય બજારમાં રોકાણ કરી રહ્યા છે. આજે મંગળવારે સતત બીજા દિવસે વૈશ્વિક બજાર નકારાત્મક સંકેત આપી રહ્યા છે. SGX નિફ્ટીમાં 100થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે જે આજે બજારમાં પ્રોફિટ બુકિંગ તરફ ઈશારો કરી રહ્યો છે. વૈશ્વિક બજારની વાત કરીએ તો ડાઉ જોન્સમાં 497 પોઈન્ટ એટલે કે 1.45 ટકાનો ઘટાડો થયો છે. S&P 500 એ 1.54 ટકા અને નાસ્ડેકમાં 176 પોઈન્ટ એટલે કે 1.58 ટકાનો ઘટાડો નોંધાયો હતો. એશિયાઈ બજારની વાત કરીએ તો જાપાનના નિક્કીમાં 0.94 ટકા અને કોરિયાના KOSPIમાં 0.20 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
Name | Last | Chg% | Chg |
Dow Jones | 33,849.46 | -1.45% | -497.57 |
S&P 500 | 3,963.94 | -1.54% | -62.18 |
Nasdaq | 11,049.50 | -1.58% | -176.86 |
Small Cap 2000 | 1,830.31 | -2.08% | -38.89 |
S&P 500 VIX | 22.21 | 8.34% | 1.71 |
S&P/TSX | 20,220.49 | -0.80% | -163.28 |
TR Canada 50 | 340.97 | 0.24% | 0.82 |
Bovespa | 108,782 | -0.18% | -195 |
S&P/BMV IPC | 51,081.33 | -1.14% | -587.31 |
DAX | 14,383.36 | -1.09% | -158.02 |
FTSE 100 | 7,474.02 | -0.17% | -12.65 |
CAC 40 | 6,665.20 | -0.70% | -47.28 |
Euro Stoxx 50 | 3,935.51 | -0.68% | -26.9 |
AEX | 720.51 | -0.33% | -2.42 |
IBEX 35 | 8,323.20 | 0.00% | -87.5 |
FTSE MIB | 24,440.88 | -1.12% | -277.93 |
SMI | 11,162.16 | -0.05% | -5.87 |
PSI | 5,818.76 | -1.01% | -59.19 |
BEL 20 | 3,682.06 | -0.70% | -25.89 |
ATX | 3,208.77 | -1.79% | -58.5 |
OMXS30 | 2,096.38 | -0.96% | -20.36 |
OMXC20 | 1,756.69 | 0.25% | 4.3 |
MOEX | 2,177.45 | -0.81% | -17.72 |
RTSI | 1,122.46 | -1.63% | -18.61 |
WIG20 | 1,728.74 | -1.53% | -26.95 |
Budapest SE | 45,588.74 | -0.28% | -126.59 |
BIST 100 | 4,923.23 | 1.00% | 48.89 |
TA 35 | 1,840.08 | -1.13% | -20.96 |
Tadawul All Share | 10,746.64 | -0.46% | -49.82 |
Nikkei 225 | 28,024.50 | -0.49% | -138.33 |
S&P/ASX 200 | 7,223.00 | -0.08% | -6.1 |
DJ New Zealand | 302.03 | 1.38% | 4.12 |
Shanghai | 3,078.55 | 0.00% | 0 |
SZSE Component | 10,829.08 | 0.00% | 0 |
China A50 | 12,093.45 | 0.00% | 0 |
DJ Shanghai | 441.23 | 0.00% | 0 |
Hang Seng | 17,727.00 | 2.48% | 429.06 |
Taiwan Weighted | 14,561.31 | 0.03% | 4.44 |
SET | 1,616.91 | -0.24% | -3.93 |
KOSPI | 2,412.65 | 0.18% | 4.38 |
IDX Composite | 7,017.36 | 0.00% | 0 |
PSEi Composite | 6,620.94 | -0.91% | -60.53 |
Karachi 100 | 42,071.34 | -2.02% | -865.39 |
HNX 30 | 335.48 | 0.00% | 0 |
CSE All-Share | 8,309.94 | 1.99% | 161.88 |
ડાઉ જોન્સમાં ઘટાડા પાછળ બે મુખ્ય કારણો છે. પહેલું કારણ એ છે કે યુએસ ફેડરલ રિઝર્વના પ્રમુખ જિમ બુલાર્ડે કહ્યું હતું કે વ્યાજ દર અંગે વલણ કડક રહેશે. આ સિવાય ચીનમાં કોરોના લોકડાઉનનો વિરોધ ઉગ્ર બન્યો છે. ત્યાંના લોકો સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ કારણે વૈશ્વિક મંદીનો ભય વધુ મજબૂત થઈ રહ્યો છે. ફેડ પ્રેસિડેન્ટના નિવેદન બાદ ડોલર ઈન્ડેક્સ 0.67 ટકા વધીને 106.62 પર પહોંચી ગયો છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની સંશોધન ટીમે ઉત્પાદન પ્રવૃત્તિઓમાં નબળાઈ અને માર્જિન પર વધતા દબાણને ધ્યાનમાં રાખીને જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે દેશની આર્થિક વૃદ્ધિનું અનુમાન ઘટાડીને 5.8 ટકા કર્યું છે. SBI રિસર્ચ દ્વારા સોમવારે જાહેર કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર 5.8 ટકા રહી શકે છે જે સરેરાશ અંદાજ કરતાં 0.30 ટકા ઓછો છે.
Published On - 7:41 am, Tue, 29 November 22