Global Market : સતત બે દિવસના ઘટાડા બાદ શેરબજાર લીલા નિશાનમાં ખુલવાના સંકેત, જાણો અમેરિકા અને એશિયાના બજારોની છેલ્લી સ્થિતિ

|

Jan 30, 2023 | 8:47 AM

Global Market : યુએસ માર્કેટમાં થોડો વધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 28 અંક વધીને બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં 0.95 ટકા અને S&P 500માં 0.25 ટકાનો વધારો નોંધાયો હતો. SGX નિફ્ટીમાં 50 પોઈન્ટની મજબૂતાઈ છે. આ ભારતીય શેરબજાર માટે તેજીનો સંકેત આપી રહ્યા છે.

Global Market : સતત બે દિવસના ઘટાડા બાદ શેરબજાર લીલા નિશાનમાં ખુલવાના સંકેત, જાણો અમેરિકા અને એશિયાના બજારોની છેલ્લી સ્થિતિ
Global Market

Follow us on

Global Market : છેલ્લા સત્રમાં શેરબજાર ત્રણ મહિનાના તળિયે બંધ થયું હતું. સતત બે ટ્રેડિંગ સેશનમાં ભારે ઘટાડાને કારણે સેન્સેક્સમાં 1648 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો જ્યારે રોકાણકારોને લગભગ 10.75 લાખ કરોડનું નુકસાન થયું હતું. હિંડનબર્ગના અદાણી ગ્રૂપ અંગેના અહેવાલને કારણે શેરબજારનું સેન્ટિમેન્ટ નકારાત્મક બન્યું છે. યુએસ માર્કેટમાં થોડો વધારો જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 28 અંક વધીને બંધ રહ્યો હતો. નાસ્ડેકમાં 0.95 ટકા અને S&P 500માં 0.25 ટકાનો વધારો નોંધાયો હતો. SGX નિફ્ટીમાં 50 પોઈન્ટની મજબૂતાઈ છે. આ ભારતીય શેરબજાર માટે તેજીનો સંકેત આપી રહ્યા છે. ડૉલર ઇન્ડેક્સ 101.72 પર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 87.15 ડોલર પ્રતિ બેરલ છે. સોનાની કિંમત $1945 પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે. આજે L&T, Tech Mahindra, BPCL, Bajaj Finserv, PNB અને વેલસ્પન ઇન્ડિયા જેવી કંપનીઓના પરિણામો આવશે.

અદાણી એન્ટરપ્રાઈઝ FPO માટે ઈશ્યુ પ્રાઈસમાં ઘટાડો ન કરાયો

અદાણી ગ્રૂપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે શુક્રવારે જ તેનો 20,000 કરોડનો એફપીઓ એટલે કે ફોલો-ઓન પબ્લિક ઑફર લાવ્યો હતો. FPO ગઈકાલે સબસ્ક્રિપ્શન માટે ખુલ્લું હતું. રિટેલ હિસ્સામાં કુલ 0.01 અને 0.02 ગણું સબસ્ક્રિપ્શન થયું છે. ઈશ્યુ મંગળવારે બંધ થવા જઈ રહ્યું છે. એવા અહેવાલો આવી રહ્યા હતા કે અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ બાદ બેન્કર્સ આ FPOની તારીખ આગળ વધારવા અને ઇશ્યૂની કિંમત ઘટાડવાનું વિચારી રહ્યા છે પરંતુ અદાણી ગ્રુપે શનિવારે એક નિવેદનમાં આ અટકળો પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું.

વૈશ્વિક બજારની છેલ્લી સ્થિતિ (સવારે 8.40 વાગે )

Indices Last High Low Chg% Chg
Nifty 50 17,604.35 17,884.75 17,493.55 -1.61% -287.6
BSE Sensex 59,330.90 60,166.90 58,974.70 -1.45% -874.16
Nifty Bank 40,345.30 41,417.90 40,148.80 -3.13% -1302.35
India VIX 17.32 18.0125 14.5825 18.18% 2.665
Dow Jones 33,978.08 34,164.33 33,830.85 0.08% 28.67
S&P 500 4,070.56 4,094.21 4,048.70 0.25% 10.13
Nasdaq 11,621.71 11,691.89 11,470.27 0.95% 109.3
Small Cap 2000 1,911.46 1,918.59 1,896.24 0.44% 8.39
S&P 500 VIX 18.51 19 17.97 0.00% 0
S&P/TSX 20,714.48 20,762.95 20,621.91 0.07% 13.98
TR Canada 50 344.56 345.51 343.14 -0.01% -0.05
Bovespa 112,316 114,191 112,044 -1.63% -1861
S&P/BMV IPC 54,774.91 55,309.97 54,650.61 -0.71% -389.1
DAX 15,150.03 15,186.49 15,077.62 0.11% 17.18
FTSE 100 7,765.15 7,777.40 7,742.12 0.05% 4.04
CAC 40 7,097.21 7,117.48 7,062.69 0.02% 1.22
Euro Stoxx 50 4,178.01 4,188.71 4,154.53 0.10% 4.03
AEX 750.67 751.99 747.07 0.46% 3.46
IBEX 35 9,060.20 9,082.80 9,022.30 0.27% 24.6
FTSE MIB 26,435.75 26,473.23 26,196.57 0.83% 218.19
SMI 11,332.30 11,359.46 11,296.15 0.13% 14.74
PSI 5,936.73 5,956.86 5,925.20 -0.42% -25.04
BEL 20 3,863.11 3,868.54 3,838.50 0.06% 2.2
ATX 3,372.68 3,372.68 3,336.01 1.08% 35.93
OMXS30 2,197.66 2,204.15 2,187.29 0.33% 7.13
OMXC20 1,833.04 1,835.79 1,813.68 0.31% 5.66
MOEX 2,189.35 2,189.35 2,167.33 1.04% 22.43
RTSI 992.37 993.2 984.97 0.66% 6.52
WIG20 1,911.50 1,925.94 1,909.33 -0.01% -0.11
Budapest SE 46,645.41 47,139.50 46,579.05 -0.37% -172.51
BIST 100 5,191.83 5,229.00 5,020.54 -0.75% -39.19
TA 35 1,746.82 1,779.47 1,742.53 -1.99% -35.42
Tadawul All Share 10,839.49 10,858.34 10,809.91 0.16% 17.84
Nikkei 225 27,418.50 27,481.00 27,331.00 0.13% 35.94
S&P/ASX 200 7,490.10 7,505.60 7,474.30 -0.05% -3.7
DJ New Zealand 320.8 322.56 319.43 0.13% 0.41
Shanghai 3,283.23 3,310.49 3,277.94 0.56% 18.42
SZSE Component 12,154.48 12,246.01 12,153.40 1.45% 173.86
China A50 14,203.60 14,307.43 13,958.40 1.76% 245.2
DJ Shanghai 477.46 480.72 473.51 0.83% 3.95
Hang Seng 22,413.00 22,709.50 22,402.50 -1.22% -275.9
Taiwan Weighted 15,363.12 15,465.74 15,291.53 2.88% 430.19
SET 1,681.30 1,683.77 1,670.91 0.00% 0
KOSPI 2,454.02 2,491.13 2,452.04 -1.21% -30
IDX Composite 6,858.13 6,925.47 6,856.51 -0.59% -40.85
PSEi Composite 6,988.63 7,053.72 6,988.04 -0.90% -63.53
Karachi 100 40,450.53 41,095.56 40,402.72 -0.97% -396
HNX 30 378.87 387.81 378.2 0.00% 0
CSE All-Share 8,958.79 8,998.75 8,904.24 0.36% 32.23

ડિવિડન્ડ સ્ટોક્સ

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની વીજ ઉત્પાદન કંપની NTPC (NTPC) નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો લગભગ 5% વધીને રૂ. 4,854.36 કરોડ થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2022ના ત્રિમાસિક ગાળામાં આવકમાં વધારો થવાને કારણે કંપનીનો નફો વધ્યો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 4,626.11 કરોડનો નફો કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં NTPCની કુલ આવક એક વર્ષ અગાઉ રૂ. 33,783.62 કરોડથી વધીને રૂ. 44,989.21 કરોડ થઈ છે. એનટીપીસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે નાણાકીય વર્ષ 2022-23 માટે તેના શેરધારકોને પ્રતિ શેર 4.25 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સરકારી કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ એટલે કે BEL એ શનિવારે એટલે કે 28 જાન્યુઆરીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. શેરધારકોને 60% ડિવિડન્ડ આપવાની પણ જાહેરાત કરી. રોકાણકારોએ FY23 માટે રૂ 1ની ફેસ વેલ્યુના સંદર્ભમાં શેર દીઠ 60 પૈસા ડિવિડન્ડ જાહેર કર્યું છે. BELએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં કોન્સોની આવક 11.04% વધી છે, જે રૂ. 4064.9 કરોડ હતી. જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીની કુલ આવક રૂ. 3660.84 કરોડ હતી.

Published On - 8:47 am, Mon, 30 January 23

Next Article