Global Market : સતત ચાર દિવસના ઘટાડા બાદ આજે નુકસાન ઉપર લાગી શકે છે બ્રેક, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંત

|

Sep 27, 2022 | 8:44 AM

નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા, યુરોપ સહિત તમામ વૈશ્વિક બજારોમાં છેલ્લા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ દબાણમાં રહેશે. આમ છતાં ભારતીય રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે સકારાત્મક જોવા મળી રહ્યું છે અને આજે વૃદ્ધિ સાથે બિઝનેસ શરૂ થઈ શકે છે.

Global Market : સતત ચાર દિવસના ઘટાડા બાદ આજે નુકસાન ઉપર લાગી શકે છે બ્રેક, જાણો શું કહી રહ્યા છે નિષ્ણાંત
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર(Share Market)માં આજના કારોબાર માટે સારા સંકેત મળી રહ્યા છે. સતત ચાર સત્રના ઘટાડા ઉપર આજે  બ્રેક લાગી શકે છે. વૈશ્વિક બજારના દબાણ છતાં સ્થાનિક રોકાણકારોનું સેન્ટિમેન્ટ સકારાત્મક જોવા મળી રહ્યું છે.સોમવારે સપ્તાહના પહેલા કારોબારી દિવસે  સેન્સેક્સ 954 પોઈન્ટ ઘટીને 57,145ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી 311 પોઈન્ટ ઘટીને 17,016ની સપાટીએ બંધ રહ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકા, યુરોપ સહિત તમામ વૈશ્વિક બજારોમાં છેલ્લા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો જે આજે પણ દબાણમાં રહેશે. આમ છતાં ભારતીય રોકાણકારોનું સેન્ટિમેન્ટ આજે સકારાત્મક જોવા મળી રહ્યું છે અને આજે વૃદ્ધિ સાથે બિઝનેસ શરૂ થઈ શકે છે.

વિશ્વના મોટા સૂચકઆંકની સ્થિતિ (સવારે 7.50 વાગે )

Index Status
Dow Jones -329.6
S&P 500 -38.19
Nasdaq -65
Small Cap 2000 -15.25
S&P 500 VIX 2.34
S&P/TSX -153.94
Bovespa -2,602
S&P/BMV IPC -587.38
DAX -56.27
FTSE 100 2.35
CAC 40 -14.02
Euro Stoxx 50 -6.04
AEX 1.13
IBEX 35 -75
FTSE MIB 140.7
SMI -65.16
PSI -71.51
BEL 20 -31.95
ATX -10.31
OMXS30 -6.18
OMXC25 1.04
MOEX -156.52
RTSI -98.37
WIG20 -24.7
Budapest SE -891.3
BIST 100 -21.46
TA 35 -21.97
Tadawul All Share -252.2
Nikkei 225 167.95
S&P/ASX 200 12.5
DJ New Zealand -1.76
Shanghai 7.96
SZSE Component 58.44
China A50 -50.1
DJ Shanghai 1.48
Hang Seng -57.14
Taiwan Weighted 2.2
SET -10.46
KOSPI -15.88
IDX Composite -15.55
Nifty 50 -311.05
BSE Sensex -953.7
PSEi Composite -176.4
Karachi 100 531.33
VN 30 6.57
CSE All-Share -90.61

યુએસ અને યુરોપિયન બજારોનો કારોબાર

યુ.એસ.માં સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો અને વિકાસ દરમાં સતત મંદીના કારણે રોકાણકારોમાં મંદીનો ભય ઘેરો બની રહ્યો છે. આ જ કારણ છે કે યુએસ શેરબજારમાં સતત વેચાણનો તબક્કો જોવા મળી રહ્યો છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં પણ મુખ્ય યુએસ શેરબજારો, ડાઉ જોન્સ, 1.11% અને S&P 500 1.03% તૂટ્યા હતા. આ સિવાય Nasdaq Composite 0.6% ઘટીને બંધ થયો.

યુરોપના શેરબજારોમાં છેલ્લા સત્રમાં ઘટાડો જોવા મળ્યો હતો અને તમામ મુખ્ય શેરબજારો લાલ નિશાન પર બંધ થયા હતા. યુરોપના મુખ્ય શેરબજારોમાં સમાવિષ્ટ જર્મનીનું સ્ટોક એક્સચેન્જ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં 0.46 ટકા ઘટીને બંધ થયું હતું, જ્યારે ફ્રેન્ચ શેરબજાર 0.24 ટકાના નુકસાન સાથે બંધ થયું હતું. લંડન સ્ટોક એક્સચેન્જમાં પણ 0.03 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

એશિયન બજારોમાં તેજી દેખાઈ

એશિયાના મોટાભાગના શેરબજારો આજે સવારે વધારા સાથે ખુલ્યા હતા અને લીલા નિશાન પર કારોબાર કરી રહ્યા છે. સિંગાપોર સ્ટોક એક્સચેન્જ આજે સવારે 0.21 ટકાના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે જ્યારે જાપાનનો નિક્કી 0.67 ટકાના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. તાઈવાનના શેરબજારમાં પણ 0.57 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિણ કોરિયાનો કોસ્પી આજે સવારે 0.11 ટકાના નુકસાન સાથે કારોબાર કરી રહ્યો છે.

વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું

ભારતીય મૂડી બજારમાં વિદેશી રોકાણકારોની વેચવાલીને કારણે છેલ્લા કેટલાક સત્રોથી ઘટાડો જોવા મળી રહ્યો છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ પણ છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 5,101.30 કરોડના શેરનું વેચાણ કર્યું હતું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સમાન સમયગાળા દરમિયાન રૂ. 3,532.18 કરોડના શેર ખરીદ્યા હતા.

Published On - 7:52 am, Tue, 27 September 22

Next Article