GAIL India : આ સરકારી કંપનીએ 20 વર્ષમાં 5 વખત આપ્યા બોનસ શેર, રોકાણકાર થયા માલામાલ

|

Sep 20, 2022 | 7:50 AM

ગેસ માર્કેટિંગ બિઝનેસમાં માર્જિનમાં વધારો થવાને કારણે આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં GAILનો નફો 51% વધ્યો છે. ગેઇલ ઇન્ડિયાએ જૂન 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3250.9 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 2157 કરોડ રૂપિયા હતો.

GAIL India : આ સરકારી કંપનીએ 20 વર્ષમાં 5 વખત આપ્યા બોનસ શેર, રોકાણકાર થયા માલામાલ
GAIL India

Follow us on

સરકારી કંપની ગેઇલ ઇન્ડિયા(GAIL India)એ છેલ્લા 20 વર્ષમાં શેરબજાર(Share Market)માં  તેના રોકાણકારોને ખુબ સારું વળતર આપ્યું છે. ગેઇલ ઇન્ડિયા કંપનીએ છેલ્લા 20 વર્ષમાં રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. જો કોઈ વ્યક્તિએ 20 વર્ષ પહેલા કંપનીના શેરમાં 1 લાખનું રોકાણ કર્યું હતું અને રોકાણ યથાવત રાખ્યું હોય તો આ પૈસા 90 લાખથી વધુ થઈ ગયા છે. ગેઈલ ઈન્ડિયા કંપનીને પણ મહારત્નનો દરજ્જો મળ્યો છે. ગેઇલ ઇન્ડિયાના શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 115.67 છે. તમને જણાવી દઈએ કે 13 સપ્ટેમ્બર 2002ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ગેઈલ ઈન્ડિયાના શેર 7.92 રૂપિયાના સ્તરે હતા.

તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિએ 13 સપ્ટેમ્બર 2002ના રોજ ગેઈલ ઈન્ડિયાના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 12626 શેર મળ્યા હશે. ત્યારપછી મહારત્ન કંપનીએ તેના રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. જો રૂ. 1 લાખનું રોકાણ જાળવી રાખ્યું હોય તો હાલમાં બોનસ શેર મળ્યા બાદ વ્યક્તિને 1,01007 શેર મળ્યા હશે. સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ગેઈલ ઈન્ડિયાના શેર રૂ. 91.35ના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કુલ રૂપિયા 92.26 લાખ થયા હશે.

20 વર્ષમાં 5 વખત બોનસ શેર આપવામાં આવ્યા

સરકારી મહારત્ન કંપની ગેઇલ ઇન્ડિયાએ છેલ્લા 20 વર્ષમાં તેના રોકાણકારોને 5 વખત બોનસ શેર આપ્યા છે. ગેઇલ ઇન્ડિયાએ ઓક્ટોબર 2008માં 1:2ના રેશિયોમાં બોનસ શેર ઓફર કર્યા હતા. કંપનીએ માર્ચ 2017માં 1:3ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. ત્યારબાદ કંપનીએ માર્ચ 2018માં રોકાણકારોને 1:3ના રેશિયોમાં બોનસ શેર ભેટમાં આપ્યા હતા. ગેઇલ ઇન્ડિયાએ જુલાઇ 2019ના રોજ 1:1ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે, કંપનીએ દરેક 1 શેર માટે 1 બોનસ શેર આપ્યો હતો. સરકારી કંપનીએ તાજેતરમાં 1:2ના રેશિયોમાં બોનસ શેર આપ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GAILનો નફો 51% વધ્યો

ગેસ માર્કેટિંગ બિઝનેસમાં માર્જિનમાં વધારો થવાને કારણે આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં GAILનો નફો 51% વધ્યો છે. ગેઇલ ઇન્ડિયાએ જૂન 2022 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 3250.9 કરોડનો નફો નોંધાવ્યો છે. ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો 2157 કરોડ રૂપિયા હતો. તે જ સમયે, એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનું ટર્નઓવર વધીને 38,033 કરોડ રૂપિયા થઈ ગયું હતું. ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીનું ટર્નઓવર રૂ. 17,702 કરોડ હતું.

Next Article