Closing Bell : છેલ્લા 10 દિવસમાં રોકાણકારોએ 15 લાખ કરોડ ગુમાવ્યા, Sensex 56,598 ઉપર બંધ થયો

|

Sep 28, 2022 | 4:33 PM

આજના કારોબારમાં ઘટાડા વચ્ચે રોકાણકારોના રોકાણ મૂલ્યમાં 2.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આજના ઘટાડા સાથે, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 268.11 લાખ કરોડ થઈ ગઈ છે.

Closing Bell  : છેલ્લા 10 દિવસમાં રોકાણકારોએ 15 લાખ કરોડ ગુમાવ્યા, Sensex 56,598 ઉપર બંધ થયો
Symbolic Image
Image Credit source: File Image

Follow us on

વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે આજે પણ શેરબજાર(Share Market)માં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. આજના ઘટાડા સાથે બજારમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. 20 સપ્ટેમ્બરથી શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજના કારોબારમાં સેન્સેક્સ 509 પોઈન્ટ ઘટીને 56598 ના સ્તરે અને નિફ્ટી 149 પોઈન્ટ ઘટીને 16858 ના સ્તર પર બંધ થયા છે. માર્કેટમાં આજના ઘટાડાથી રોકાણકારોને એક સત્રમાં 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. બુધવારના કારોબારમાં ફાર્મા અને હેલ્થકેર સેક્ટર સિવાય અન્ય તમામ સેક્ટર ઈન્ડેક્સમાં નુકસાન જોવા મળ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકોને સૌથી વધુ નુકસાન થયું છે.

શેરબજારની છેલ્લી  સ્થિતિ
SENSEX 56,598.28         −509.24 (0.89%)
NIFTY 16,858.60       −148.80 (0.87%)

 

 રોકાણકારોએ બીજા પખવાડિયામાં 15 લાખ કરોડ ગુમાવ્યા

આજના કારોબારમાં ઘટાડા વચ્ચે રોકાણકારોના રોકાણ મૂલ્યમાં 2.5 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આજના ઘટાડા સાથે, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓની કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 268.11 લાખ કરોડ થઈ ગઈ છે. જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 270.32 લાખ કરોડ હતો. એટલે કે એક દિવસ દરમિયાન 2.21 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. 20 સપ્ટેમ્બરના રોજ બજાર મૂલ્ય 283.42 લાખ કરોડ રૂપિયા હતું. એટલે કે આ સમયગાળા દરમિયાન કુલ બજાર મૂલ્યમાં રૂ. 15.31 લાખ કરોડનો ઘટાડો થયો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

5 દિવસમાં સેન્સેક્સ પોણા પાંચ ટકા તૂટ્યો 

આજે BSE પર 1344 શેરોમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે 2083 શેર નુકસાનમાં બંધ થયા હતા. 105 અગાઉના સ્તરે રહ્યા હતા. 220ના શેરમાં આજે લોઅર સર્કિટ લાગી હતી. એટલે કે આજે તેઓએ એક દિવસનો મહત્તમ ઘટાડો નોંધ્યો હતો. 212 સ્ટૉકમાં અપર સર્કિટ લાગી  છે. આજના ટ્રેડિંગમાં, 97 શેરો વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા જ્યારે 74 શેરોએ વર્ષની નીચી સપાટી નોંધાવી હતી. આજે સૌથી વધુ નુકસાન મેટલ અને સરકારી બેંકોમાં નોંધાયું હતું. બંને સેક્ટર ઇન્ડેક્સ 2 ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે.

ફાર્મા, રિયલ્ટી અને ખાનગી ક્ષેત્રની બેંકો પણ આજે તૂટયા છે. નિફ્ટીમાં સમાવિષ્ટ 35 શેરો આજે નુકસાન સાથે બંધ થયા છે. લોસર્સમાં 4 શેર હિન્દાલ્કો (3.65%), JSW સ્ટીલ (3.44%), એક્સિસ બેંક (3.25%), અને ITC (3.09%) 3 ટકાથી વધુ ઘટ્યા હતા. બીજી તરફ 12 શેરોમાં 2 ટકાથી વધુની ખોટ જોવા મળી છે. એશિયન પેઇન્ટ્સમાં 2.8 ટકા અને સન ફાર્મામાં 2.1 ટકાનો વધારો થયો છે. આજના કારોબારમાં આ બંને નિફ્ટી શેરો 2 ટકાથી વધુ વધીને બંધ થયા છે.

Published On - 4:33 pm, Wed, 28 September 22

Next Article