Avaloan Technologies IPO દ્વારા 1025 કરોડ રૂપિયા એકત્ર કરશે, સેબીને દસ્તાવેજ સબમિટ કર્યા

|

Aug 12, 2022 | 7:15 AM

જૂન 2022 સુધીમાં કંપની પર કુલ રૂ. 312.27 કરોડનું દેવું છે. કંપની IPO માંથી મળેલી રકમમાંથી રૂ. 150 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. આ ઉપરાંત આ IPOના રૂ. 150 કરોડનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે.

Avaloan Technologies IPO દ્વારા 1025 કરોડ રૂપિયા એકત્ર કરશે, સેબીને દસ્તાવેજ સબમિટ કર્યા
Tracxn Technologies IPO Allotment Status

Follow us on

પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા કમાણી કરનારા રોકાણકારો માટે વધુ એક તક આવી રહી છે.  ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની Avaloan Technologies તેનો IPO લાવવાની છે. કંપનીએ આઈપીઓ દ્વારા રૂ. 1025 કરોડ એકત્ર કરવા બજાર નિયામક સેબીમાં અરજી દાખલ કરી છે.આ IPO હેઠળ રૂ. 400 કરોડના નવા ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે.  625 કરોડ રૂપિયાના વેચાણ માટે શેર ઓફર કરવામાં આવશે. ચાલુ વર્ષમાં IPO લાવવા માટે 28 કંપનીઓને મંજૂરી આપી છે. આ IPO દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની આ કંપ્નીનોની યોજના છે.

 OFS હેઠળ કેટલા શેર વેચશે?

મળતી માહિતી અનુસાર આ IPO હેઠળ રૂ. 400 કરોડના નવા ઇક્વિટી શેર ઈશ્યુ કરવામાં આવશે.  625 કરોડ રૂપિયાના વેચાણ માટે શેર ઓફર કરવામાં આવશે. આ ઓફર ફોર સેલ દ્વારા કંપનીના શેરધારકો અને પ્રમોટર્સ તેમનો હિસ્સો વેચશે. કુનહેમદ બિચા OFS હેઠળ રૂ. 130 કરોડના શેરનું વેચાણ કરશે. બીજી તરફ ભાસ્કર શ્રીનિવાસન રૂ. 210 કરોડના શેરનું વેચાણ કરશે. ટીપી ઈમ્બીચમ્મદ તેના રૂ. 34 કરોડના શેરનું વેચાણ કરશે અને મરિયમ બિચા રૂ. 12 કરોડના શેરનું વેચાણ કરશે.

કંપની તેનું દેવું ચૂકવવા માટે રૂ. 150 કરોડનો ઉપયોગ કરશે.

જૂન 2022 સુધીમાં કંપની પર કુલ રૂ. 312.27 કરોડનું દેવું છે. કંપની IPO માંથી મળેલી રકમમાંથી રૂ. 150 કરોડનો ઉપયોગ દેવું ચૂકવવા માટે કરશે. આ ઉપરાંત આ IPOના રૂ. 150 કરોડનો ઉપયોગ કંપનીની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે કરવામાં આવશે. કંપની રૂ. 80 કરોડના પ્રી-આઈપીઓ ઈશ્યુ પર પણ વિચાર કરી શકે છે. આવી સ્થિતિમાં નવા IPOનું કદ ઘટશે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

Avaloan Tech એ સંપૂર્ણ સંકલિત ઇલેક્ટ્રોનિક ઉત્પાદન કંપની છે. કંપની સ્થાનિક બજારની સાથે યુએસ, ચીન, નેધરલેન્ડ અને જાપાનની તમામ કંપનીઓને તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે. કંપનીના ભારત અને યુએસમાં કુલ 12 ઉત્પાદન એકમો છે.

આ IPO માટે મર્ચન્ટ બેન્કર્સ જેએમ ફાયનાન્સિયલ, ડીએએમ કેપિટલ એડવાઈઝર્સ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ, નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી અને સિક્યોરિટી ઈન્ડિયા બુક રનિંગ લીડ મેનેજર છે.

નાણાકીય વર્ષ 2022માં Avaloan Technologiesની કુલ આવક રૂ. 851.65 કરોડ છે. નાણાકીય વર્ષ 2022માં કંપનીનો નફો રૂ. 68.16 કરોડ હતો, જ્યારે નાણાકીય વર્ષ 2021માં કંપનીનો નફો રૂ. 23.08 કરોડ હતો.

28 કંપનીઓને IPO માટે મંજૂરી મેળવી

સેબીએ નાણાકીય વર્ષ 2022-23માં એપ્રિલ-જુલાઈ દરમિયાન પ્રારંભિક પબ્લિક ઑફરિંગ (IPO) લાવવા માટે 28 કંપનીઓને મંજૂરી આપી છે. આ IPO દ્વારા કુલ રૂ. 45,000 કરોડ એકત્ર કરવાની આ કંપ્નીનોની યોજના છે. IPO માટે નિયમનકારી મંજૂરી મેળવનાર કંપનીઓમાં લાઈફસ્ટાઈલ રિટેલ બ્રાન્ડ ફેબિન્ડિયા, FIH મોબાઈલ્સ અને ફોક્સકોન ટેક્નોલોજી ગ્રુપની પેટાકંપની- ભારત FIH, TVS સપ્લાય ચેઈન સોલ્યુશન્સ, બ્લેકસ્ટોન સમર્થિત આધાર હાઉસિંગ ફાઈનાન્સ અને McLeods ફાર્માસ્યુટિકલ્સ એન્ડ કિડ્સ ક્લિનિક ઈન્ડિયાનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 11 કંપનીઓએ IPO દ્વારા રૂ. 33,254 કરોડ એકત્ર કર્યા છે. આનો મોટો હિસ્સો LICના IPOનો રૂ. 20,557 કરોડ હતો.

Published On - 7:14 am, Fri, 12 August 22

Next Article