Anil Ambani Birthday: આર્થિક ભીંસમાં હોવા છતાં અનિલ અંબાણી ગ્રુપની આ કંપનીએ રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, કરો એક નજર ગ્રુપના સ્ટોક પરફોર્મન્સ ઉપર

|

Jun 04, 2022 | 11:42 AM

છેલ્લા એક વર્ષમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. અનિલ અંબાણીના 62માં જન્મદિવસથી 63 મી વર્ષગાંઠ વચ્ચેના સમયગાળામાં સ્ટોક્સના પ્રદર્શન અંગે  ઓવરઓલ વાત કરીએતો  6 પૈકી 3 શેર નફો જયારે ત્રણ નુકસાન બતાવી રહ્યા છે.

Anil Ambani Birthday: આર્થિક ભીંસમાં હોવા છતાં અનિલ અંબાણી ગ્રુપની આ કંપનીએ રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, કરો એક નજર ગ્રુપના સ્ટોક પરફોર્મન્સ ઉપર
Anil Ambani (File)

Follow us on

Anil Ambani Birthday: વર્ષ 2007માં Anil Ambani ને ફોર્બ્સની અમીરોની યાદીમાં સ્થાન મળ્યું હતું. પરંતુ વધુ પડતું જોખમ ઉઠાવવાના સ્વભાવ અને એક પછી એક સતત નવા પ્રોજેક્ટ શરૂ કરવાના કારણે અનિલ અંબાણી તમામ બિઝનેસને પૂરતો ન્યાય આપી શક્યા ન હતા. અનિલ અંબાણીની કંપનીઓ ખાસ પર્ફોમ કરી રહી નથી. Anil Ambaniની એક જમાનામાં દુનિયાના છઠ્ઠા અમીર તરીકે ગણતરી થતી હતી. પરંતુ એક પછી એક નુકસાન બાદ ડિફૉલ્ટર થયા સુધી સરક્યા હતા. અનિલ અંબાણીએ એ હદે કપોરો સમય જોયો હતો કે અનિલ અંબાણીની કંપનીની આર્થિક હાલત એટલી ખરાબ થઇ કે જેમાં દેવું ચુકવવા માટે દેવું લેવાની નોબત આવી હતી.આ કારણે તેમની આર્થિક સ્થિતિ વધારે કંગાળ થઈ હતી. વર્ષ 2018 માં તેમની કંપની પર 50 હજાર કરોડ રૂપિયાનું દેવું નોંધાયું હતું.

દેશના સૌથી મોટા કારોબારી પરિવારના સભ્ય અનિલ ધીરુભાઈ અંબાણી(Anil Ambani Birthday)નો આજે જન્મદિવસ છે. છેલ્લા એક વર્ષમાં અનિલ અંબાણી ગ્રુપની કંપનીઓનું પ્રદર્શન મિશ્ર રહ્યું હતું. અનિલ અંબાણીના 62માં જન્મદિવસથી 63 મી વર્ષગાંઠ વચ્ચેના સમયગાળામાં સ્ટોક્સના પ્રદર્શન અંગે  ઓવરઓલ વાત કરીએતો  6 પૈકી 3 શેર નફો જયારે ત્રણ નુકસાન બતાવી રહ્યા છે. આ સમય દરમ્યાન રિલાયન્સ ઇન્ફ્રા. નો સ્ટોક 50 ટકાથી વધુ ઉછળ્યો છે જયારે લાલ નિશાનની વાત કરીએતો રિલાયન્સ નેવલનો શેર 18 ટકા ગગડ્યો છે. કરો એકે નજર અનિલ અંબાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેર્સના છેલ્લા એક વર્ષના પ્રદર્શન ઉપર…

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
COMPANY NAME  STOCK PRICE DIFFRENCE IN A YEAR
4 june 2021 4 june 2022
Reliance Communications Ltd 2.8 2.55 -0.25 (-8.93%)
Reliance Capital. 16.05 14.25 -1.80 (-11.21%)
Reliance Infrastructure Ltd 69.8 107.2 +37.40 (53.58%)
Reliance Power Ltd 9.95 13.2 +3.25 (32.66%)
Reliance Naval and Engineering Ltd 3.75 3.05 -0.70 (-18.67%)
Reliance Home Finance Ltd 3.45 3.5 +0.05 (1.45%)

 

એપ્રિલ 2022 ના એક અહેવાલ મુજબ ઋણમાં ડૂબી ગયેલી કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (Reliance Capital) ની ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાને (Debt Resolution) લઈને રિઝર્વ બેંક (RBI) દ્વારા નિયુક્ત કરાયેલા એડમિનિસ્ટ્રેટર અને ધિરાણકર્તાઓ (Lenders) વચ્ચે મતભેદો સર્જાયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે RCL અને તેની પેટાકંપની એકમોના ડેટ રિઝોલ્યુશન માટે 25 માર્ચ સુધી 54 બિડ મળી હતી. RCLને એક્સપ્રેશન ઑફ ઈન્ટરેસ્ટ (EOI) મોકલવાનો આ છેલ્લો દિવસ હતો. આમાંથી 22 EoI RCL માટે એક જ કંપની તરીકે આવ્યા હતા .

Published On - 11:37 am, Sat, 4 June 22

Next Article