વૈશ્વિક બજારોના ઉતાર-ચઢાવ વચ્ચે વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં વિશ્વાસ,ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં 12,000 કરોડના શેર ખરીદ્યા

|

Sep 19, 2022 | 6:11 AM

FPIs સતત નવ મહિના સુધી ભારતીય શેરબજારોમાંથી બહાર નીકળ્યા બાદ જુલાઈમાં ચોખ્ખા ખરીદદાર બન્યા હતા. અગાઉ ઓક્ટોબર 2021 થી જૂન 2022 ની વચ્ચે FPIs એ ભારતીય શેરબજારોમાંથી લગભગ 2.46 લાખ કરોડ રૂપિયા ઉપાડયા હતા.

વૈશ્વિક બજારોના ઉતાર-ચઢાવ વચ્ચે વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં વિશ્વાસ,ચાલુ મહિનામાં અત્યાર સુધીમાં 12,000 કરોડના શેર ખરીદ્યા
Foreign Portfolio Investment (FPI)

Follow us on

વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) એ સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારતીય શેરબજાર(Share Market)માં રૂપિયા 12,000 કરોડનું રોકાણ કર્યું છે. તેમના રોકાણો એવી અટકળો પર આધારિત છે કે વિશ્વભરની કેન્દ્રીય બેંકો ખાસ કરીને યુએસ ફેડરલ રિઝર્વ, ફુગાવામાં નરમાશું વચ્ચે વ્યાજ દરમાં વધારા અંગે થોડું નરમ વલણ અપનાવી શકે છે. ડિપોઝિટરી ડેટા અનુસાર 1 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બરની વચ્ચે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ ભારતીય શેરબજારોમાં રૂપિયા 12,084 કરોડનું રોકાણ કર્યું છે. સતત આર્થિક વૃદ્ધિની અપેક્ષાઓ પાછળ FPIs ચોખ્ખા ખરીદદારો રહ્યા છે.

Date Net Investment  (Rs Cr)
16-Sep-22 -679.49
15-Sep-22 -1374.66
14-Sep-22 4573.71
13-Sep-22 1696.4
12-Sep-22 2274.84
9-Sep-22 2836.17
8-Sep-22 111.05
7-Sep-22 1704.81
6-Sep-22 263.62
5-Sep-22 -1284.92
2-Sep-22 -2296.99
1-Sep-22 4259.67

નિષ્ણાતો શું કહે છે?

મોર્નિંગ સ્ટાર ઇન્ડિયાના એસોસિયેટ ડાયરેક્ટર-મેનેજિંગ રિસર્ચ હિમાંશુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ફુગાવામાં ઘટાડો થતાં વૈશ્વિક કેન્દ્રીય બેન્ક અને ખાસ કરીને ફેડરલ રિઝર્વ દરમાં વધારા અંગે નરમ વલણ અપનાવે તેવી અપેક્ષાએ વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારોમાં રોકાણ કરી રહ્યા છે.આ આંકડાઓ અનુસાર FPIs એ ઓગસ્ટમાં ભારતીય બજારોમાં રૂપિયા 51,200 કરોડ અને જુલાઈમાં રૂપિયા 5,000 કરોડનું રોકાણ કર્યું હતું.

FPIs સતત નવ મહિના સુધી ભારતીય શેરબજારોમાંથી બહાર નીકળ્યા બાદ જુલાઈમાં ચોખ્ખા ખરીદદાર બન્યા હતા. અગાઉ ઓક્ટોબર 2021 થી જૂન 2022 ની વચ્ચે FPIs એ ભારતીય શેરબજારોમાંથી લગભગ 2.46 લાખ કરોડ રૂપિયા ઉપાડયા હતા. કોટક સિક્યોરિટીઝના હેડ (ઇક્વિટી રિસર્ચ-રિટેલ) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે નાણાકીય કઠોરતા, વધતી જતી મોંઘવારી અને ભૌગોલિક રાજકીય ચિંતાઓને ધ્યાનમાં રાખીને FPIs આવનારા સમયમાં અસ્થિર રહેશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

તમને જણાવી દઈએ કે 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 6ની માર્કેટ મૂડીમાં ગયા સપ્તાહે 2,00,280.75 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. તેમાંથી ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) અને ઈન્ફોસિસને સૌથી વધુ નુકસાન થયું છે. ગયા સપ્તાહે સેન્સેક્સ 952.35 પોઈન્ટ્સ અથવા 1.59 ટકા ઘટ્યો હતો. આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, TCS, HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ફોસિસ અને HDFCની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. બીજી તરફ ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અદાણી ટ્રાન્સમિશન અને બજાજ ફાઈનાન્સને ફાયદો થયો છે.

સમીક્ષા હેઠળના સપ્તાહમાં TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 76,346.11 કરોડ ઘટીને રૂ. 11,00,880.49 કરોડ થયું છે. ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 55,831.53 કરોડ ઘટીને રૂ. 5,80,312.32 કરોડ થયું હતું.

Next Article