અદાર પૂનાવાલા તેની કંપની વેચશે, બોર્ડ મિટિંગમાં પણ મળી મંજૂરી, જાણો સમગ્ર મામલો
આ જાહેરાત પહેલાં પૂનાવાલા ફિનકોર્પે મે 2022માં જ કહ્યું હતું કે તે હાઉસિંગ ફાઇનાન્સ કંપની માટે મૂડી એકત્ર કરવા માગે છે. તેમજ IPO લાવવાની વાત કરી હતી. જોકે, IPO માટે કોઈ સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
નોન-બેંકિંગ ફાયનાન્સિયલ કંપની પૂનાવાલા ફિનકોર્પે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. કંપની દ્વારા કહેવામાં આવ્યું છે કે કંપની તેની હાઉસિંગ સબસિડિયરી વેચશે. આ વેચાણ 3900 કરોડ રૂપિયામાં થશે. કંપનીએ શેરબજારમાં એક્સચેન્જ ફાઈલિંગમાં જણાવ્યું કે પેટાકંપની TPG ગ્રુપને વેચવામાં આવશે. 14મી ડિસેમ્બરે મળેલી બોર્ડ મિટિંગમાં આ અંગે મંજૂરી પણ આપવામાં આવી છે. આ અંતર્ગત સબસિડિયરી કંપની પૂનાવાલા હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડને TPG ગ્રુપને વેચવામાં આવશે. પૂનાવાલા હાઉસિંગ ફાયનાન્સ એ આરબીઆઈ દ્વારા માન્ય હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. પૂનાવાલા ફિનકોર્પ તેમાં 100% હિસ્સો ધરાવે છે.
અદાર પૂનાવાલાનું નિવેદન
કંપનીના જણાવ્યા અનુસાર તેનું ફોકસ પૂનાવાલા ફિનકોર્પ પર વધારવાનું છે. આ હેઠળ કંપનીએ ડિજિટલ નાણાકીય સેવાઓમાં આગળ વધવું પડશે. ઉપરાંત, ઉપભોક્તા અને MSME ધિરાણ સુધી પહોંચ વધારવી પડશે. પૂનાવાલા ફિનકોર્પના ચેરમેન અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે નાણાકીય સેવાઓ અમારા માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. તે જ સમયે, અમે અમારા શેરધારકો અને ન્યૂ એજ ફાઇનાન્શિયલ સર્વિસને પસંદ કરતા લોકો માટે મૂલ્ય બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. તેમણે ઉમેર્યું કે વૈશ્વિક અગ્રણી રોકાણ કંપની TPGની મદદ અને અનુભવથી પૂનાવાલા હાઉસિંગનું મૂલ્ય વધુ વધશે.
પૂનાવાલા હાઉસિંગ ફાયનાન્સ શું કરે છે?
પૂનાવાલા હાઉસિંગ ફાયનાન્સ એ આરબીઆઈ દ્વારા માન્ય હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. પૂનાવાલા ફિનકોર્પ તેમાં 100% હિસ્સો ધરાવે છે. જો આપણે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) પર નજર કરીએ તો સપ્ટેમ્બર 2022 સુધી તે રૂ. 5612 કરોડ હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો PAT વાર્ષિક ધોરણે 75% વધીને રૂ. 33 કરોડ થયો છે.
મે મહિનામાં ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી હતી
આ જાહેરાત પહેલાં પૂનાવાલા ફિનકોર્પે મે 2022માં જ કહ્યું હતું કે તે હાઉસિંગ ફાઇનાન્સ કંપની માટે મૂડી એકત્ર કરવા માગે છે. તેમજ IPO લાવવાની વાત કરી હતી. જોકે, IPO માટે કોઈ સમયગાળાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
આ કારણે પ્લાન બદલયો
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂનાવાલા ફિનકોર્પ હવે લઘુમતી હિસ્સો વેચવામાં સફળતા ન મળવાને કારણે તેના હાઉસિંગ આર્મને સંપૂર્ણપણે વેચવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે. એક નિષ્ણાતે કહ્યું કે, કંપનીને મૂડીની જરૂર છે અને મૂડી પૂરી પાડી શકે તેવા ભાગીદારની જરૂર છે.
અદાર પૂનાવાલાએ ફેબ્રુઆરી 2021માં મેગ્મા ફિનકોર્પ ખરીદી જેનું નામ પછીથી પૂનાવાલા ફિનકોર્પ રાખવામાં આવ્યું હતું . પૂનાવાલા હાઉસિંગ ફાઇનાન્સ 100% લિસ્ટેડ કંપનીની માલિકીની છે.