Stock Update : શેરબજારના ઉતાર – ચઢાવ વચ્ચે કરો એક નજર આજના Top Gainer અને Top Loser સ્ટોક્સ ઉપર

|

Nov 09, 2021 | 10:18 AM

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જયારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

Stock Update : શેરબજારના ઉતાર - ચઢાવ વચ્ચે કરો એક નજર આજના Top Gainer અને Top Loser સ્ટોક્સ ઉપર
Dalal Street

Follow us on

મજબૂત વૈશ્વિક સંકેતો સાથે સારી શરૂઆત બાદ શેરબજાર લાલ નિશાન નીચે સરક્યા બાદ ફરી રિકવર થયો છે.એચડીએફસી ટ્વિન્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેઓ સેન્સેક્સ 30ના ટોપ લૂઝર્સમાં સામેલ છે. આજના કારોબારમાં બેંક અને ફાયનાન્શીયલ શેર્સમાં નબળાઈ જોવા મળી રહી છે. FMCG સેક્ટર પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. જો કે ઓટો અને ફાર્મા શેરોમાં સારી ખરીદારી છે. આઈટી, મેટલ અને અન્ય ઈન્ડેક્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

HDFC ટ્વિન્સ ઉપરાંત આજના ટોપ લુઝર્સમાં NESTLEIND, AXISBANK, KOTAKBANK, POWERGRID, ITC અને BAJAJFINSV નો સમાવેશ થાય છે. આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફટીમાં ઘટાડો દેખાયો છે.

ઑટો, આઈટી, મેટલ, ફાર્મા, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જયારે ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, પીએસયુ બેન્ક અને પ્રાઈવેટ બેન્ક શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. પ્રારંભિક કારોબારમાં શેર્સમાં થયેલા વધારા – ઘટાડા ઉપર કરીએ એક નજર

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

લાર્જકેપ
વધારો : હિરો મોટોકૉર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, ડિવિઝ લેબ, ઓએનજીસી, બજાજ ઑટો અને ટાટા મોટર્સ
ઘટાડો : બ્રિટાનિયા, નેસ્લે ઈન્ડિયા, એચડીએફસી બેન્ક, પાવર ગ્રિડ, એચડીએફસી અને એચડીએફસી લાઈફ

મિડકેપ
વધારો : ટીવીએસ મોર્ટર, ભારત ઈલેક્ટ્રિક, આદિત્ય બિરલા ફેશન, અદાણી પાવર અને આઈઆરસીટીસી
ઘટાડો : જેએસડબ્લ્યુ એનર્જી, યુનિયન બેન્ક, એયુ સ્મૉલ ફાઈનાન્સ, કેનેરા બેન્ક અને વર્હ્લપુલ

સ્મોલકેપ
વધારો : મંગલમ ઑર્ગેનિક, અલગી ઈક્વિપમેન્ટ, શોભા, એસ એચ કેલકર અને પ્રિન્સ પાઈપ્સ
ઘટાડો : ઉજ્જીવન સ્મૉલકેપ, માસ ફાઈનાન્શિયલ, રૂશિલ ડેકોર, એનજીએલ ફાઈન કેમિકલ અને તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ

 

એક નજર NIFTY -50 ઇન્ડેક્સમાં આજના TOP – GAINERS અને TOP – LOSERS ઉપર કરો.

 

TOP – GAINERS

Company Name High Low Last Price Prev Close Change Gain(%)
M&M 884.5 862.6 876.9 859.5 17.4 2.02
HERO MOTOCORP 2,750.00 2,683.60 2,727.90 2,682.90 45 1.68
BAJAJ AUTO 3,835.00 3,777.30 3,829.00 3,777.30 51.7 1.37
ONGC 158.15 155 156.8 154.9 1.9 1.23
TATA MOTORS 509.25 503.5 507.45 501.4 6.05 1.21

 

TOP – LOSERS

Company Name High Low Last Price Prev Close Change Gain(%)
BRITANIA 3,634.00 3,535.15 3,618.85 3,717.70 -98.85 -2.66
POWER GRID CORP 190.35 187.05 187.4 189.15 -1.75 -0.93
HDFC 2,966.95 2,933.45 2,955.40 2,979.55 -24.15 -0.81
HFDC BANK 1,594.60 1,582.60 1,587.50 1,600.25 -12.75 -0.8
NESTLE 19,045.00 18,880.00 18,904.50 19,049.25 -144.75 -0.76

 

 આ પણ વાંચો : Sapphire Food IPO : KFC -Pizza Hut ઓપરેટર કંપની લાવી કમાણીની તક, રોકાણ પહેલા કંપની વિશે જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની સારી શરૂઆત, SENSEX 60609 ઉપર ખુલ્યો

Published On - 10:12 am, Tue, 9 November 21

Next Article