stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

|

Sep 23, 2021 | 9:50 AM

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઑટો અને ઑયલ એન્ડ ગેસમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે.

સમાચાર સાંભળો
stock Update : કરો એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર
stock market

Follow us on

આજે સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.81 ટકાની મજબૂતી દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે.બેન્ક નિફ્ટી 0.92 ટકા વધારાની સાથે 37,283.75 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

ઑટો, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, પ્રાઈવેટ બેન્ક, ફાઈનાન્શિયલ સર્વિસ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઑટો અને ઑયલ એન્ડ ગેસમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે. કરીએ એક નજર આજના Gainer અને Loser Stocks ઉપર

લાર્જકેપ
વધારો : ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, કોલ ઈન્ડિયા, હિંડાલ્કો, એક્સિસ બેન્ક અને એસબીઆઈ
ઘટાડો : ટીસીએસ

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મિડકેપ
વધારો : ઑબરોય રિયલ્ટી, એબી કેપિટલ, ઑયલ ઈન્ડિયા, ગ્લેન્ડ અને ક્રિસિલ
ઘટાડો : આલ્કેમ લેબ અને ઈમામી

સ્મોલ કેપ
વધારો : રેયમંડ, ઓલકટ્રા ગ્રીન, તેજસ નેટવર્ક્સ, ઝેન ટેક અને બ્રાઈટકોમ ગ્રુપ
ઘટાડો : શ્રી લેધર, એકલપમોક ડિઝાઈન, જય ભારત, વિશ્વરાજ શુગર અને સુપ્રિમ પેટ્રો

આજે બજારની મજબૂત શરૂઆત
વીકલી એક્સપાયરીના દિવસે ભારતીય શેર બજાર(Share Market) જબરદસ્ત તેજી સાથે ખુલ્યું છે. સેન્સેક્સ 59,358 પાર ખુલ્યો હતો નિફ્ટીએ 17,670 પર કારોબાર શરૂ કર્યો હતો. શરૂઆતી કારોબારમાં SENSEX 59,417.66 સુધી ઉપલા સ્તરે ઉછળ્યો હતો. ઈન્ડેક્સની સર્વોચ્ચ સપાટી 59,737.૩૨ છે. NIFTY 17,693.૧૫ સુધી ઉપલા સ્તરે નોંધાયો હતો. ઇન્ડેક્સ ૧૪૦ અંક કરતા વધુ વધ્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 શેરો લાભ સાથે વેપાર કરી રહ્યા છે અને 3 શેર નબળાઈ સાથે વેપાર કરી રહ્યા છે. જેમાં ટાટા સ્ટીલનો હિસ્સો 2% અને એક્સિસ બેંકનો શેર 1% વધ્યો છે.

Paras Defence and Space IPO આજે બંધ થશે
Paras Defence and Space IPO ખુબ સફળ રહેતો નજરે પડી રહ્યો છે. બે દિવસમાં આ IPO 40 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે જયારે આજે રોકાણ કરવાની તકનો છેલ્લો દિવસ છે. પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજીનો 170.77 કરોડ રૂપિયાનો IPO આજે સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. આ IPO 21-23 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે એટલેકે આજે બંધ થશે

આ પણ વાંચો : Share Market : મજબૂત વૈશ્વિક સંકેતો સાથે શેરબજારની જોરદાર શરૂઆત, SENSEX 59,429 સુધી ઉછળ્યો

 

આ પણ વાંચો : Demat ખાતાધારકો માટે મહત્વના સમાચાર! 7 દિવસમાં પતાવી લો આ કામ નહીંતર ખાતું DEACTIVE થઈ જશે

Next Article