Stock Update : સપ્તાહના પહેલા કારોબારી દિવસે સ્ટોકસમાં કેવી છે હલચલ? જાણો અહેવામાં

|

Nov 08, 2021 | 10:13 AM

શેરબજારમાં ચાર દિવસથી લાંબી રજા હતી. આજે બજારે 60,434ની ઊંચી સપાટી બનાવી હતી જ્યારે તે 59,935ની નીચી સપાટીએ હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી લગભગ 10 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે બાકીના ફાયદામાં ટ્રેડ થઈ રહ્યા છે.

Stock Update : સપ્તાહના પહેલા કારોબારી દિવસે સ્ટોકસમાં કેવી છે હલચલ? જાણો અહેવામાં
Stock Update

Follow us on

ભારતીય શેરબજાર આજે મજબૂત સ્થિતિમાં ખુલ્યું પણ બાદમાં લાલ નિશાન નીચે સરકી ગયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ આજે 318 પોઈન્ટના વધારા સાથે 60,385 પર ખુલ્યો હતો. જો કે થોડીવારના કારોબાર બાદ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ પર બજાર 60 હજારથી ઉપર બંધ થયું હતું.

શેરબજારમાં ચાર દિવસથી લાંબી રજા હતી. આજે બજારે 60,434ની ઊંચી સપાટી બનાવી હતી જ્યારે તે 59,935ની નીચી સપાટીએ હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી લગભગ 10 શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે બાકીના ફાયદામાં ટ્રેડ થઈ રહ્યા છે. સન ફાર્મા, એચડીએફસી બેંક, ડો.રેડ્ડી અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં આજે ઘટાડો થયો હતો જ્યારે લાર્સન એન્ડ ટુબ્રો, કોટક મહિન્દ્રા બેંક, ટાઇટન અને મારુતિના શેર ઉછળ્યા હતા.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.08 ટકાની નબળાઈ દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.40 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.79 ટકા ઘટાડાની સાથે 39,262.60 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઑટો, આઈટી, પીએસયુ બેન્ક અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે જોવા મળી રહ્યા છે જયારે ફાઈનાન્સ સર્વિસ, એફએમસીજી, મેટલ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી અને હેલ્થકેર શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. એક નજર આજના કારોબારમાં શેર્સના ઉતાર – ચઢાવ ઉપર કરો

લાર્જકેપ
વધારો : આઈશર મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ, ટાઈટન, ટાટા મોટર્સ, ભારતી એરટેલ અને શ્રી સિમેન્ટ
ઘટાડો : ઈન્ડસઈન્ડ બેન્ક, ડિવિઝ લેબ્સ, હિંડાલ્કો, સન ફાર્મા, એશિયન પેંટ્સ, રિલાયંસ અને એચસીએલ ટેક

મિડકેપ
વધારો : અશોક લેલેન્ડ, એસજેવીએન, એન્ડ્યોરન્સ ટેક્નોલોજી, બીએચઈએલ અને 3એમ ઈન્ડિયા
ઘટાડો : સન ટીવી નેટવર્ક, ઑબરૉય રિયલ્ટી, આઈડીબીઆઈ બેન્ક, આઈઆરસીટીસી અને ઈમામી

સ્મોલકેપ
વધારો : શેરોમાં મિર્ઝા, ફિઝર, નેટવર્ક 18, વીઆરએલ લોજીસ્ટિક્સ અને મેક્સ વેન્ચર્સ
ઘટાડો : કાંચી કેર્પ, નઝારા, ઈન્ડ-સ્વિફ્ટ લેબ્સ, ઈઝી ટ્રિપ અને તિલકનગર ઈન્ડસ્ટ્રીઝ

 

આજે દેશનો સૌથી મોટો IPO ખુલ્યો 
IPO માર્કેટમાં વિક્રમી તેજી વચ્ચે આજે સોમવાર 8 નવેમ્બરે વધુ એક મોટા પ્લેયરની એન્ટ્રી થઇ છે. આજે Paytmની પેરેન્ટ કંપની One97 Communicationsનો રૂ 18300 કરોડનો IPO ખુલ્યો છે. તેની પ્રાઇસ બેન્ડ 2080-2150 રૂપિયા છે. જો Paytmનો આ ઈશ્યુ સંપૂર્ણ રીતે સબસ્ક્રાઈબ થઈ જાય તો તે ભારતનો સૌથી મોટો IPO હશે. અગાઉ કોલ ઈન્ડિયાનો ઈશ્યુ સૌથી મોટો હતો જે 2010માં આવ્યો હતો. Paytmનો ઈશ્યુ 8 નવેમ્બરે ખુલશે અને 10 નવેમ્બરે બંધ થશે. 18300 કરોડ રૂપિયાના IPO માં 8300 કરોડનો ફ્રેશ ઈશ્યુ જારીકરવામાં આવ્યો છે જ્યારે 10,000 કરોડ રૂપિયાના શેરનું ઓફર ફોર સેલમાં વેચાણ થશે.

આ પણ વાંચો :  Share Market : તેજી સાથે શરૂઆત બાદ લાલ નિશાન નીચે પહોંચ્યો કારોબાર, SENSEX 60000 નીચે સરક્યો

આ પણ વાંચો : Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

 

Published On - 10:12 am, Mon, 8 November 21

Next Article