STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર દોડયાં અને ક્યાં શેર લથડયા, જાણો અહેવાલમાં

|

Dec 29, 2020 | 6:14 PM

આજે પાંચમા દિવસે શેરબજાર(STOCK MARKET) તેજી દર્જ કરી બંધ થયું છે. આજે કલોઝિંગની દ્રષ્ટિએ SENSEX અને NIFTY બંને ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. જબરદસ્ત વિદેશી રોકાણ ભારતીય શેરબજારને મજબૂતી આપી રહ્યું છે. આજે નિફ્ટીનો ટોપ ગેઇનર ઈન્ડસઇન્ડ બેન્કનો શેર છે. શેર 5.72% વધીને 916.50 રૂપિયા પર બંધ થયો છે. આ ઉપરાંત એક્સિસ બેંક […]

STOCK UPDATE : આજના કારોબારમાં ક્યા શેર દોડયાં અને ક્યાં શેર લથડયા, જાણો અહેવાલમાં

Follow us on

આજે પાંચમા દિવસે શેરબજાર(STOCK MARKET) તેજી દર્જ કરી બંધ થયું છે. આજે કલોઝિંગની દ્રષ્ટિએ SENSEX અને NIFTY બંને ઇન્ડેકસે નવી સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. જબરદસ્ત વિદેશી રોકાણ ભારતીય શેરબજારને મજબૂતી આપી રહ્યું છે.

આજે નિફ્ટીનો ટોપ ગેઇનર ઈન્ડસઇન્ડ બેન્કનો શેર છે. શેર 5.72% વધીને 916.50 રૂપિયા પર બંધ થયો છે. આ ઉપરાંત એક્સિસ બેંક અને ટેક મહિન્દ્રાના શેર પણ 2 % વધારા સાથે બંધ થયા છે.

બજારનું નકારત્મક પાસું જોઈએ તો આજે મેટલ સેક્ટરમાં ભારે વેચાણ થયું હતું. વેચવાલીના કારણે હિન્ડાલ્કોનો શેર 2.08% તૂટીને રૂ 234.90 પર બંધ થયો છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ 1.09% તૂટીને 3,189.85 પર બંધ રહ્યો હતો.નિફ્ટી ઇન્ડેક્સમાં નેસ્લે ઈન્ડિયા અને કોલ ઈન્ડિયાના શેરમાં પણ 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આજે બેન્કિંગ, ફાઈનાન્શિયલ સર્વિસ, ફાર્મા, પ્રાઈવેટ બેન્ક, પીએસયુ બેન્ક અને એફએમસીજી શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 1.43 ટકાના વધારાની સાથે 31,322.50 ના સ્તર પર બંધ થયા છે. આજના કારોબારમાં ફાર્મા, ઑટો અને મેટલ શેરોમાં દબાણ જોવા મળ્યુ.

આજના કારોબારની હાઇલાઇટ્સ ઉપર એક નજર..
3,188 કંપનીઓના શેરોનો વેપાર થયો
1,562 શેર વધ્યા જયારે 1461 શેર ઘટ્યા
આજે 48 ટકા શેરમાં તેજી નોંધાઈ
404 કંપનીઓએ અપર સર્કિટ નોંધાવી

NIFTY 50 ઇન્ડેક્સમાં આજના ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

 

Next Article