AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

STOCK UPDATE: આજના કારોબારમાં ક્યા શેર ઉછળ્યા અને ક્યા શેર પટકાયા, જાણો અહેવાલમાં

સેન્સેક્સ પ્રથમ વખત 49 હજારની ઉપર બંધ રહ્યો છે. આઈટી અને ઓટો શેરમાં રોકાણકારોનો વધુ રસ જોવા મળ્યો હતો. સેન્સેક્સ નજીકના ભવિષ્યમાં 50,000ની વિક્રમી સપાટીને સ્પર્શે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.

STOCK UPDATE: આજના કારોબારમાં ક્યા શેર ઉછળ્યા અને ક્યા શેર પટકાયા, જાણો અહેવાલમાં
Stock Update
Ankit Modi
| Edited By: | Updated on: Jan 11, 2021 | 5:49 PM
Share

સેન્સેક્સ પ્રથમ વખત 49 હજારની ઉપર બંધ રહ્યો છે. આઈટી અને ઓટો શેરમાં રોકાણકારોનો વધુ રસ જોવા મળ્યો હતો. સેન્સેક્સ નજીકના ભવિષ્યમાં 50,000ની વિક્રમી સપાટીને સ્પર્શે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. પરિણામોની દ્રષ્ટિએ ડિસેમ્બર ક્વાર્ટર ખુબ મજબૂત સ્થિતિ દેખાડી રહ્યું છે. સ્થિતિ હજુ સારી બની શકે છે. એચસીએલ ટેક સહિત ઈન્ફોસીસ જેવી મોટી કંપનીઓના ત્રિમાસિક પરિણામો આ અઠવાડિયે બહાર આવશે. આ સાથે સેન્સેક્સ 50K પડાવ પસાર કરે તો નવાઈ નહીં.

આજે NIFTY50 ઈન્ડેક્સમાં ટોપ ગેઈનર્સ અને ટોપ લોસર્સ આ મુજબ રહ્યા હતા

STOCK UPDATE: Find out which stocks jumped and which stocks fell in today's trading, in the report.

નિફ્ટી 137.85 અંક વધીને 14,484.75 પર બંધ રહ્યો હતો. ટાટા મોટર્સ 12.64% વધીને બંધ થયા છે. એચસીએલ ટેકના શેરમાં 5.89.% વધીને બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ, વિપ્રો અને એચડીએફસીના શેર પણ સારા ફાયદા સાથે બંધ થયા છે. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.61% અને આઈટી ઈન્ડેક્સ 3.31% સુધી વધારા સાથે બંધ થયા છે. મેટલ અને બેંકિંગ શેરોમાં ઘટાડો થયો છે. ટાટા સ્ટીલના શેર 2.55% સુધી ગગડીને બંધ થયા છે. અદાણી પોર્ટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનર્સવ અને રિલાયન્સના શેર 1% કરતા વધુ નીચે બંધ થયા છે. સેન્સેક્સ શુક્રવારે 48,782.51 અને નિફ્ટી 14,347.25ના સ્તર પર બંધ થયા હતા.

STOCK UPDATE: Find out which stocks jumped and which stocks fell in today's trading, in the report.

આજના કારોબારની હાઈલાઈટ્સ આ મુજબ રહી હતી

BSEમાં કુલ 3,298 શેરોમાં વેપાર થયો હતો. 1,474 શેર વધ્યા અને 1,681 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. 488 શેરોમાં અપર સર્કિટ નોંધાવી હતી. BSEમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 196.54 લાખ કરોડને પાર કરી ગઈ છે.

આ પણ વાંચો: STOCK MARKET: શેરબજારમાં તેજીની રફ્તાર યથાવત, SENSEXમાં 486 અને NIFTYમાં 137 અંકનો ઉછાળો

g clip-path="url(#clip0_868_265)">