મહિલાઓ માટે કુર્તી બનાવતી કંપનીના IPO એ કર્યા માલામાલ, એક જ દિવસમાં રૂપિયા થયા ડબલ

|

Mar 19, 2024 | 2:10 PM

સિગ્નોરિયા ક્રિએશન લિમિટેડના ઉત્પાદનોમાં મહિલાઓ માટે કુર્તી, પેન્ટ, કુર્તી-પેન્ટ અને દુપટ્ટા સેટ, ટોપ્સ, કો-ઓર્ડ સેટ, ગાઉન્સનો સમાવેશ થાય છે. તેના બે ઉત્પાદન એકમોમાંથી એક માનસરોવર, જયપુરમાં છે અને બીજું સાંગાનેરમાં છે. કંપનીના પ્રમોટર્સ વાસુદેવ અગ્રવાલ, બબીતા ​​અગ્રવાલ, મોહિત અગ્રવાલ અને કૃતિકા છાછંદ છે.

મહિલાઓ માટે કુર્તી બનાવતી કંપનીના IPO એ કર્યા માલામાલ, એક જ દિવસમાં રૂપિયા થયા ડબલ
Signoria Creation IPO Listing

Follow us on

જયપુર સ્થિત ક્લોથિંગ બ્રાન્ડ સિગ્નોરિયા ક્રિએશનના IPO નું NSE SME પર આજે 19 માર્ચના રોજ જબરદસ્ત લિસ્ટિંગ થયું છે. કંપનીનો શેર 131 રૂપિયા પર લિસ્ટ થયો હતો, જે તેના 65 રૂપિયાના આઈપીઓના અપર પ્રાઈસ બેન્ડ કરતાં 101.5 ટકા વધારે છે. લિસ્ટિંગ બાદ તરત જ શેર 5 ટકા વધીને 137.55 રૂપિયાની અપર સર્કિટ પર પહોંચ્યો હતો. કંપનીનું માર્કેટ કેપ 65.45 કરોડ રૂપિયા છે.

IPO માટે પ્રાઈસ બેન્ડ 61 થી 65 રૂપિયા પ્રતિ શેર હતો

સિગ્નોરિયા ક્રિએશનનો IPO 12 માર્ચના રોજ ખુલ્યો હતો અને રોકાણ કરવા માટે 14 માર્ચના રોજ બંધ થયો હતો. આ SME IPO માટે પ્રાઈસ બેન્ડ 61 થી 65 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યો હતો. IPO દ્વારા 14.28 લાખ નવા શેર ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. IPO 666.32 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

રિટેલ ઈન્વેસ્ટર્સ માટે આરક્ષિત ભાગ 649.88 ગણો સબ્સ્ક્રાઇબ થયો

લાયકાત ધરાવતા સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત ભાગ 107.56 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો, બિન-સંસ્થાકીય ખરીદદારો માટે આરક્ષિત ભાગ 1,290.56 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો અને રિટેલ ઈન્વેસ્ટર્સ માટે આરક્ષિત ભાગ 649.88 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો.

ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો

સિગ્નોરિયા ક્રિએશન શું બનાવે છે અને તેની આવક કેટલી છે?

સિગ્નોરિયા ક્રિએશનની શરૂઆત વર્ષ 2019 માં કરવામાં આવી હતી. સિગ્નોરિયા ક્રિએશન લિમિટેડના ઉત્પાદનોમાં મહિલાઓ માટે કુર્તી, પેન્ટ, કુર્તી-પેન્ટ અને દુપટ્ટા સેટ, ટોપ્સ, કો-ઓર્ડ સેટ, ગાઉન્સનો સમાવેશ થાય છે. તેના બે ઉત્પાદન એકમોમાંથી એક માનસરોવર, જયપુરમાં છે અને બીજું સાંગાનેરમાં છે. કંપનીના પ્રમોટર્સ વાસુદેવ અગ્રવાલ, બબીતા ​​અગ્રવાલ, મોહિત અગ્રવાલ અને કૃતિકા છાછંદ છે.

આ પણ વાંચો : આ કંપનીના IPO એ રોકાણકારોને રડાવ્યા! શેરબજારમાં ઓછા ભાવ પર લિસ્ટિંગ થયું

સિગ્નોરિયા ક્રિએશનની નાણાકીય સ્થિતિ

એપ્રિલ-સપ્ટેમ્બર 2023 દરમિયાન કંપનીની આવક 6.52 કરોડ રૂપિયા હતી. આ સમયગાળા દરમિયાન ચોખ્ખો નફો 64.52 લાખ રૂપિયા નોંધાયો હતો. નાણાકીય વર્ષ 2023માં સિગ્નોરિયા ક્રિએશનની આવક 62.13 ટકા વધીને 19.15 કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો 242.14 ટકા વધીને 2.31 કરોડ રૂપિયા થયો છે.

નોંધ: આ રોકાણની સલાહ નથી. શેરબજાર જોખમોને આધીન છે. કોઈપણ રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article