Share Market : નબળાં વૈશ્વિક સંકેત સાથે Sensex 926 અને Nifty 280 અંક તૂટ્યાં, આ શેર 10 ટકા સુધી પટકાયા

|

Feb 11, 2022 | 11:36 AM

શેરબજારમાં ગુરુવારે જોરદાર તેજી રહી હતી. જોકે સવારે ઇન્ડેક્સ ઘટી રહ્યો હતો. પરંતુ ભારતીય રિઝર્વ બેંક દ્વારા દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 58,926 પર બંધ રહ્યો હતો.

Share Market : નબળાં વૈશ્વિક સંકેત સાથે Sensex 926 અને Nifty 280 અંક તૂટ્યાં, આ શેર 10 ટકા સુધી પટકાયા
આજે શેરબજાર મજબૂત સ્થિતિમાં ખુલ્યા પણ બાદમાં ઘટાડો નોંધાયો

Follow us on

Share Market : નબળા વૈશ્વિક સંકેત સાથે ભારતીય શેરબજાર(Stock Market)માં  પણ ઘટાડા સાથે કારોબારની શરૂઆત(Opening Bell) થઇ છે. બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન  નીચે ને મોટા ઘટાડા સાથે શરૂઆતી કારોબાર કરતા નજરે પડી રહ્યા છે. અમેરિકાના બજાર બે દિવસની તેજી બાદ તૂટ્યા હતા જેની અસર વિશ્વના અન્ય બજારો ઉપર પણ પડી છે. અમેરિકામાં મોંઘવારી દર ઐતિહાસિક સ્તરે પહોંચ્યો છે. આજે સેન્સેક્સ (Sensex) 58,447.15 ઉપર ખુલ્યો હતો. ગઈકાલે ઇન્ડેક્સ 58,926.03 ઉપર બંધ થયો હતો. નિફટી (Nifty) આજે 17,451 ઉપર ખુલ્યો હતો જેનું ગઈકાલનું બંધ સ્તર 17,605 હતું.

શેરબજારની છેલ્લી સ્થિતિ (11.28 AM )

SENSEX 57,999.08 −926.95 
NIFTY 17,325.30 −280.55 

વૈશ્વિક સંકેત નબળા

બે દિવસના ઉછાળા બાદ અમેરિકાના બજારોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. મોંઘવારી દર 40 વર્ષની વિક્રમી ટોચે પહોંચ્યા બાદ યુએસ બજારોમાં ઘટાડો થયો છે. ડાઉ જોન્સ(Dow Jones) 525 પોઈન્ટ ઘટીને અને ઈન્ડેક્સ 1.47 ટકા ઘટીને 35241 પર બંધ થયો હતો. નાસ્ડેક(Nasdaq)માં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઘટીને 14185ના સ્તરે બંધ થયો છે. એશિયન બજારો, SGX નિફ્ટી 150 અંકોના ઘટાડા સાથે 17450 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે. જાપાની બજાર નિક્કી આજે કારોબાર કરી રહ્યું નથી.

આ સ્ટોકમાં 10% થી વધુનો ઘટાડો  નોંધાયો

Company Prev Close (Rs) Current Price (Rs) % Loss 
Kaarya Facilities 31.45 25.2 -19.87
Bajaj Steel Ind. 959.1 773 -19.4
Solara Active Pharma 775.05 651.25 -15.97
Blue Chip Tex In 181.65 154.8 -14.78
Rana Sugars 35.1 30.5 -13.11
Rodium Realty L 72.5 64.5 -11.03

શેરબજારમા આજે આ મુદ્દાઓ કારોબારને અસર કરશે

  • મોંઘવારી દર 40 વર્ષની ટોચે પહોંચતા બજાર તૂટ્યા
  • SGX નિફ્ટીમાં ઘટાડો અને ડાઉ ફ્યુચરમાં પણ ઘટાડો
  • નિફ્ટીમાં 2 કંપની અને F&O ની 10 કંપનીઓ પરિણામ જાહેર કરશે
  • હીરો મોટો સહિત ગઈકાલના પરિણામોથી સ્ટોકમાં એક્શનની આશા

આજે આ કંપનીઓનું પરિણામ જાહેર થશે

ઓઈલ કંપની ONGCનું આજે નિફ્ટીમાં પરિણામ આવી રહ્યું છે. ફ્યુચર્સ માર્કેટમાં ડિવિઝ લેબ, એપોલો હોસ્પિટલ, વોલ્ટેજ, IDFC, ઇન્ડિયા સિમેન્ટ, મેટ્રોપોલિસ સહિત અન્ય કંપનીઓ તેમના પરિણામો રજૂ કરશે.

આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન

FII અને DII ડેટા

10 ફેબ્રુઆરીના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. શેરબજારમાં 1732.58 કરોડનું વેચાણ કર્યું જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 2727.23 કરોડનું રોકાણ કર્યું હતું.

TOP  10 કંપનીઓના શેર તૂટ્યા

Company Name Last Price % Loss 
Reliance 2,361.50 -0.74
TCS 3,693.05 -2.07
HDFC Bank 1,511.25 -0.85
Infosys 1,717.45 -2.91
ICICI Bank 791.25 -1.74
HUL 2,260.65 -0.94
SBI 531.85 -1.59
HDFC 2,431.00 -1.83
Bajaj Finance 7,013.45 -1.77
Bharti Airtel 712.3 -1.59

છેલ્લા સત્રમાં તેજી સાથે કારોબાર પૂર્ણ થયો

શેરબજારમાં ગુરુવારે જોરદાર તેજી રહી હતી. જોકે સવારે ઇન્ડેક્સ ઘટી રહ્યો હતો. પરંતુ ભારતીય રિઝર્વ બેંક દ્વારા દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હોવાથી સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 58,926 પર બંધ રહ્યો હતો.નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 142 પોઈન્ટ વધીને 17,605 પર બંધ થયો હતો. લિસ્ટિંગ બાદ અદાણી વિલ્મરનો શેર અપર સર્કિટમાં રહ્યો છે. 3 દિવસમાં તે 72% વધીને ઈશ્યુમાં તેની કિંમત 230 રૂપિયા હતી જે સામે રૂ 381 સુધી ઉછળ્યો હતો.

આ પણ વાંચો : Share Market : આ શેર ટૂંક સમયમાં ડિવિડન્ડ ચૂકવવા જઈ રહ્યા છે, જાણો કેટલું મળશે ડિવિડન્ડ અને શું છે રેકોર્ડ ડેટ?

 

આ પણ વાંચો : Share Market : શું અમેરિકાની જેમ ભારતમાં પણ બ્રોકરેજ ફી નાબૂદ થશે? જાણો Zerodhaના Nithin Kamathનો જવાબ

Published On - 9:20 am, Fri, 11 February 22

Next Article