ટાઈગર લોજિસ્ટિક્સ ઈન્ડિયા લિમિટેડ એ લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. તેના બિઝનેસમાં આંતરરાષ્ટ્રીય નૂર ફોરવર્ડિંગ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, પ્રોજેક્ટ લોજિસ્ટિક્સ, ડિફેન્સ લોજિસ્ટિક્સ અને કોલ્ડ ચેઇન લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે. કંપનીએ જાહેરાત કરી હતી કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 1:10 ના રેશિયોમાં સ્ટોક સ્પ્લિટ માટે મંજૂરી આપી છે. તેનો અર્થ એ થયો કે 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતી કંપનીના દરેક શેરની ફેસ વેલ્યુ 1 રૂપિયો થઈ જશે.
ટાઈગર લોજિસ્ટિક્સનો PE 55.5 છે, જે બજારની કમાણીનું મૂલ્યાંકન દર્શાવે છે. ટાઈગર લોજિસ્ટિક્સનું કેપિટલ એમ્પ્લોઈડ પરનું રિટર્ન 37.7% છે, જે નફો ઉત્પન્ન કરવામાં તેની મૂડી કાર્યક્ષમતા દર્શાવે છે. ઈક્વિટી પર રિટર્ન 27.1 ટકા છે, જે શેરધારકોને વળતર દર્શાવે છે. 877 કરોડ રૂપિયાની માર્કેટ કેપ સાથે ટાઇગર લોજિસ્ટિક્સ ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન્સ સ્પેસમાં નોંધપાત્ર હાજરી દર્શાવે છે.
9 જાન્યુઆરી મગળવારના રોજ ટાઈગર લોજિસ્ટિક્સનો શેર BSE પર 6.39 ટકાથી વધુ વધીને 838.50 રૂપિયા પ્રતિ શેર થયો હતો. સોમવારે 788.15 રૂપિયા પર બંધ થયો હતો. ટાઈગર લોજિસ્ટિક્સના શેરમાં છેલ્લા 5 દિવસમાં અંદાજે 17.92 ટકા અને છેલ્લા 6 મહિનામાં 112.44% થી વધુનો વધારો જોવા મળ્યો છે. ટાઈગર લોજિસ્ટિક્સનો શેર મંગળવારના ટ્રેડિંગ સેશનમાં અપર સર્કિટ સાથે 52 વીક હાઈ લેવલ પર પહોંચ્યો હતો.
ટાઈગર લોજિસ્ટિક્સ સ્ટોક સ્પ્લિટ દરખાસ્ત શેરહોલ્ડર્સની મંજૂરી અને અન્ય જરૂરી મંજૂરીઓને આધીન છે. કંપનીએ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, સ્પ્લિટ માટેની રેકોર્ડ ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો : સોલાર પેનલ બનાવતી ગુજરાતી કંપનીનો ખુલ્યો IPO, ગ્રે માર્કેટમાં પ્રીમિયમ થયું 50 ટકાથી વધારે
ટાઈગર લોજિસ્ટિક્સ એક અગ્રણી આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક્સ કંપની છે જે કાર્ગો અને પ્રોજેક્ટ્સની આયાત અને નિકાસના સંચાલનમાં તેની કાર્યક્ષમતા માટે માન્ય છે. વિશ્વભરમાં આશરે 50 એજન્ટો અને ભાગીદારોના મજબૂત નેટવર્ક સાથે, તેનો સ્પર્ધાત્મક લાભ તેના એસેટ-લાઇટ મોડલમાં રહેલો છે.