STOCK MARKET : બજારમાં ઐતિહાસિક ઉછાળો દેખાયો, SENSEX 834 અંક અને NIFTY 1.68% ની વૃદ્ધિ

|

Jan 19, 2021 | 3:52 PM

આજે શેરબજાર(STOCK MARKET)એ ઐતિહાસિક તેજી દર્જ કરાવી છે. ચારેતરફ તેજીના માહોલના પગલે SENSEX  અને NIFTY  એ છેલ્લા બે ટ્રેડિંગ દિવસના નુક્શાનની રિકવર પ્રાપ્ત કરી લીધી છે.

STOCK MARKET : બજારમાં ઐતિહાસિક ઉછાળો દેખાયો, SENSEX 834 અંક અને NIFTY 1.68% ની વૃદ્ધિ
STOCK MARKET: The market saw a historic rally, with SENSEX up 834 points

Follow us on

આજે શેરબજાર(STOCK MARKET)એ ઐતિહાસિક તેજી દર્જ કરાવી છે. ચારેતરફ તેજીના માહોલના પગલે SENSEX  અને NIFTY  એ છેલ્લા બે ટ્રેડિંગ દિવસના નુક્શાનની રિકવર પ્રાપ્ત કરી લીધી છે. રિયલ્ટી અને નાણાકીય શેરોમાં વૃદ્ધિને કારણે સેન્સેક્સ 49,499 અને નિફ્ટી 14,546.05 ના ઉપલા સ્તરે ટ્રેડ કરતા નજરે પડ્યા હતા. આ અગાઉ બજાર સતત બે ટ્રેડિંગ દિવસ નુકશાન સાથે બંધ રહ્યું હતું. આજના કારોબારના અંતે સેન્સેક્સમાં 834 અને નિફટીમાં 239 અંકની વૃદ્ધિ દર્જ થઇ છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર              સૂચકઆંક               વૃદ્ધિ 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સેન્સેક્સ          49,398.29    +834.02 

નિફટી           14,521.15        +239.85 

 

BSE માં રિયલ્ટી અને નાણાકીય શેરોમાં મજબૂત તેજી દેખાઈ છે. બજાજ ફિન્સર્વના શેરમાં 6.7% નો વધારો નોંધાયો છે.આજે ૬૭ ટકા કંપનીઓના શેરમાં વૃદ્ધિ દર્જ થઇ છે. નિફટીમાં પણ બજાજ ફિન્ઝર્વેના શેર ટોપ ગેઈનર રહ્યો છે. ટાટા મોટર્સ અને બજાજ ફાઇનાન્સમાં પણ 5% નો વધારો દેખાયો છે. આ સિવાય એચડીએફસી અને ગ્રાસીમના શેરમાં પણ સારો ફાયદો જોવા મળ્યો છે. બેન્કિંગ, ઓટો અને મેટલ સૂચકાંકો એનએસઈમાં 2% સુધી વધ્યા છે. નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 3.79% સુધી વધ્યો છે.

 

બજારમાં તેજીના પરિબળો આ રહ્યા હતા
એશિયન બજારમાં નોંધનીય ઉછાળો આવ્યો છે.

યુરોપિયન બજારો વૃદ્ધિ સાથે ખુલ્યા હતા જેમાં માં બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીના શેરબજારોનો સમાવેશ થાય છે.

ડિસેમ્બર ક્વાર્ટર અપેક્ષા કરતા વધુ સારા પરિણામ લાવી રહ્યું છે.

ડોલર સામે રૂપિયો મજબૂત થઈ રહ્યો છે.

બજારમાં ભારે વિદેશી રોકાણ ચાલુ છે. સોમવારે FIIએ 7,847.77 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

વર્ષ ૨૦૨૧ ના પહેલા મહિનામાં 18 જાન્યુઆરી સુધી FIIનું કુલ રોકાણ 17,437 કરોડ રૂપિયા હતું.

બજારના મોટા શેરોમાં સારી વૃદ્ધિ છે જેમાં રિલાયન્સ, ટીસીએસ, ઈન્ફોસીસ સહિત કોટક બેંકના શેર શામેલ છે.

 

ભારતીય શેરબજારમાં આજના  ઉતાર -ચઢાવ આ મુજબ રહ્યા હતા 

SENSEX

Open       48,900.31
High       49,499.86
Low        48,805.54
Closing   49,398.29

NIFTY

Open       14,371.65
High       14,546.05
Low         14,350.85
Closing 14,521.15

Next Article