STOCK MARKET : પ્રારંભિક તેજીના પગલે SENSEX 52500 અંકને પાર પહોંચ્યો

|

Feb 16, 2021 | 10:16 AM

ભારતીય શેરબજાર(STOCK MARKET)ની પ્રારંભિક તેજી દર્શાવી રહ્યા છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે.

STOCK MARKET : પ્રારંભિક તેજીના પગલે SENSEX 52500 અંકને પાર  પહોંચ્યો
શેરબજાર આજે પ્રારંભિક તેજી દર્શાવી રહ્યું છે

Follow us on

ભારતીય શેરબજાર (STOCK MARKET)ની પ્રારંભિક તેજી દર્શાવી રહ્યા છે. શેરબજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ 52,516.76 પર ઉપલા સ્તરે નોંધાયો છે જયારે નિફટીએ 15,416.૫૦ સુધી ઉછાળો દર્જ કરાવ્યો છે. કોટક બેંકનો શેર 2% ના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. બેન્ક ઇન્ડેક્સમાં પણ 418 પોઇન્ટનો ઉછાળો છે.

ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ – સવારે ૯.૪૦ વાગે
બજાર          સૂચકઆંક      વૃદ્ધિ
સેન્સેક્સ   52,460.60    +306.47 (0.59%)
નિફટી    15,422.40      +107.70 (0.70%)

BSE માં આજે 1,638 શેર કારોબાર થઈ રહ્યો છે. 1,090 શેર્સમાં વૃદ્ધિ અને 485 શેર્સમાં ઘટાડો દર્જ થયો છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ વધીને 206.29 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે જે સોમવારે રૂ 205.15 લાખ કરોડ નોંધાઈ હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવામાં આવી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.49 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.56 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.73 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.95 ટકા વધારાની સાથે 37,660.70 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

પ્રારંભિક સત્રમાં આ મુજબનો ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.
SENSEX
Open    52,400.03
High    52,516.76
Low    52,370.19

NIFTY
Open   15,371.45
High   15,431.75
Low   15,365.55

Next Article