STOCK MARKET: SENSEX 50 હજારને પાર પહોંચ્યો, વિદેશી રોકાણથી શેરબજારમાં મજબૂત સ્થિતિ
ભારે વિદેશી રોકાણ અને યુએસમાં નવા રાષ્ટ્રપતિ જો બીડેનની શપથ ગ્રહણ બાદ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજાર(STOCK MARKET )રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે.
ભારે વિદેશી રોકાણ અને યુએસમાં નવા રાષ્ટ્રપતિ જો બીડેનની શપથ ગ્રહણ બાદ વૈશ્વિક બજારો સાથે ભારતીય શેર બજાર(STOCK MARKET )રેકોર્ડ સ્તરે પહોંચ્યા છે. સેન્સેક્સ પ્રથમ વખત ૫૦ હજાર કરતા ઉપરની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. નિફટી પણ મુજબૂતી સાથે આગળ વધી રહ્યો છે.
ભારતીય શેરબજારની પ્રારંભિક સત્રમાં સ્થિતિ (9.30 વાગે) બજાર સૂચકઆંક વૃદ્ધિ સેન્સેક્સ 50,094.63 +302.51 નિફટી 14,735.70 +91.00
પ્રારંભિક સ્તરમાં બજાર તેજી સાથે ખુલ્યા બાદ વૃદ્ધિની દિશા તરફ આગળ વધી રહ્યા છે. સેન્સેક્સ ૫૦ હજાર ઉપર ખુલ્યા બાદ 50,126.73 સુધીના ઉપલા સ્તરે નોંધાયો હતો, જયારે નિફટી 14,736.65 સુધી ઉછળ્યો હતો. બંને ઇન્ડેક્સ ૦.૬ ટકા નજીક વૃદ્ધિ દર્જ કરી કારોબાર આગળ ધપાવી રહ્યા છે.
આજે 21 જાન્યુઆરીએ એશિયન પેઇન્ટ્સ, બજાજ ઓટો, બંધન બેંક, બાયોકોણ, સાયન્ટ, એસબીઆઇ કાર્ડ્સ, બજાજ હોલ્ડિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્ફોસિસ સહિતની કંપનીઓના પરિણામ જાહેર થશે જેની પણ બજાર પાર સારી અસર દેખાઈ રહી છે.
માર્કેટમાં રેકોર્ડ તેજીના આ છે પરિબળ
જો બીડેન અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બન્યા. રોકાણકારો અપેક્ષા રાખે છે કે નવા રાહત પેકેજને ટૂંક સમયમાં મંજૂરી મળી જશે.
FII સતત રોકાણ કરે છે.
કોરોના રોગચાળા સામે મજબૂત લડતમાં દેશમાં રસીકરણ અંગે સકારાત્મક અપડેટ્સ આવી રહ્યા છે.
આજના પ્રારંભિક કારોબારમાં આ ઉતાર – ચઢાવ જોવા મળ્યા હતા.
SENSEX Open 50,096.57 High 50,126.73 Low 49,964.00
NIFTY Open 14,730.95 High 14,736.65 Low 14,695.25