AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો ભારતીય મૂળના અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ Kamala Harris વિશે, કેટલી છે સંપત્તિ અને શું છે રાજકીય સફર?

રતીય મૂળના કમલા હેરીસે(Kamala Harris) અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. હેરિસ રાષ્ટ્રપતિ જે બીડેનની અધ્યક્ષતામાં અમેરિકાના 49 મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપશે.

જાણો ભારતીય મૂળના અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ Kamala Harris વિશે, કેટલી છે સંપત્તિ અને શું છે રાજકીય સફર?
Kamala Harris
Ankit Modi
| Edited By: | Updated on: Jan 21, 2021 | 8:48 AM
Share

ભારતીય મૂળના કમલા હેરીસ (Kamala Harris) અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. હેરિસ રાષ્ટ્રપતિ જે બીડેનની અધ્યક્ષતામાં અમેરિકાના 49 મા ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપશે. સુપ્રીમ કોર્ટના પ્રથમ લેટિન સભ્ય ન્યાયાધીશ સોનિયા સોટોમેયરે કમલા હેરિસને પદના શપથ લેવડાવ્યા.

હેરિસ અમેરિકાની પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. એટલું જ નહીં, આજે ઇતિહાસમાં તેનું નામ અમેરિકાની પ્રથમ મહિલા, પ્રથમ અશ્વેત અને પ્રથમ દક્ષિણ એશિયન ઉપરાષ્ટ્રપતિ તરીકે પણ નોંધાયું છે. કમલાના પતિ ડગ્લાસ એમ્હોફ યુએસ ઇતિહાસમાં એક એવા પ્રથમ વ્યક્તિ છે જેમણે ‘સેકન્ડ જેન્ટલમેન’નું સન્માન મેળવ્યું છે.

કમલા હેરિસ પાસે કેટલી સંપત્તિ છે બિડેન અને ટ્રમ્પ વચ્ચે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટના થોડા કલાકો પહેલાં જ કમલા હેરિસે તેનું 2019 નું રિટર્ન જાહેર કર્યું હતું. હેરિસ અને તેના પતિ ડગ્લાસ એમ્ફોફે તેમની આવક 3.1 મિલિયન ડોલર જાહેર કરી હતી. આ અગાઉ બંનેએ 2018 માં 1.89 લાખ ડોલરની આવક બતાવી હતી. હેરિસે લેખક તરીકે લગભગ અડધા મિલિયન ડોલરની કમાણી કરી છે. ડેમોક્રેટિક ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેના પતિની સંપત્તિ 2019 માં આશરે 2.8 મિલિયન ડોલરથી વધીને 6.3 મિલિયન ડોલર થઈ છે. કમલાએ સાથી વકીલ ડગ્લાસ એમ્હોફ સાથે 2014 માં લગ્ન કર્યા હતા.

કમલા હેરિસનો રાજકીય સફર કમલા હેરિસની માતા શ્યામલા ગોપલાન 1960 માં ભારતના તામિલનાડુથી યુસી બર્કલે આવ્યા હતા, જ્યારે તેના પિતા ડોનાલ્ડ જે. હેરિસ 1961 માં ઇકોનોમિક્સમાં અભ્યાસ કરવા માટે બ્રિટીશ જમૈકાથી યુસી બર્કલે આવ્યા હતા. હાઇસ્કૂલ પછી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતી કમલા જ્યારે સાત વર્ષની હતી, ત્યારે તેના માતાપિતા એક બીજાથી છૂટા પડ્યા હતા. કમલા અને તેની નાની બહેન માયા તેમની માતા સાથે રહેતા હતા અને તેમની માતાનો પ્રભાવ તેમના જીવન પર ખૂબ હતો. તે ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલી હતી. તે હંમેશાં તેના દાદા-દાદીના પરિવારને મળવા ભારત આવતી હતી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી, હેરીસે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં લોનો અભ્યાસ કર્યો. 2010 માં, તે કેલિફોર્નિયા એટર્ની બનનારી પ્રથમ મહિલા અને પ્રથમ અશ્વેત વ્યક્તિ હતી. 2017 માં હેરિસ કેલિફોર્નિયાથી જુનિયર યુએસ સેનેટર તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો: Video: ઇન્ડોનેશિયામાં Mask નહીં પહેરનારને કઈક આ રીતે મળી સજા, જુઓ વિડીયો

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">