AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરબજારના રોકાણકારો માટે કામની વાત, સોમવારે સ્ટોક માર્કેટ રહેશે બંધ

આ રજાઓ પહેલા ભારતીય બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 71,000 ના સ્તરને પાર કરી ગયો છે તો સાથે નિફ્ટી પણ 22,000 ના સ્તર તરફ રહ્યો છે. નિફ્ટી માટે 21,000 નું લેવલ પાર કરવું એ ભારતીય બજારોના ઈતિહાસમાં નવી ઘટના છે. IT, મેટલ, એનર્જી, પાવર, બેન્કિંગ, FMCG સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે.

શેરબજારના રોકાણકારો માટે કામની વાત, સોમવારે સ્ટોક માર્કેટ રહેશે બંધ
Stock Market
| Updated on: Dec 31, 2023 | 1:09 PM
Share

ડિસેમ્બર મહિનો શેરબજાર માટે વ્યસ્ત રહ્યો અને સાથે જ બજારમાં તેજી પણ જોવા મળી હતી. આ મહિનામાં માર્કેટમાં ઘણો ઉછાળો આવ્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો એટલે કે DII નવેમ્બરથી શેરબજારમાં ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો એટલે કે FII એ પણ ડિસેમ્બર માસમાં મોટા પાયા પર ખરીદી કરી છે.

સોમવારે શેરબજાર બંધ રહેશે

શેરબજારની આ તેજી વચ્ચે આ અઠવાડિયે લોંગ વીકેન્ડ છે. આ રજા શુક્રવારે બપોરે શેરબજાર બંધ થયું ત્યારથી શરૂ થયું છે અને તે સોમવાર સાંજ સુધી ચાલશે. 25 ડિસેમ્બરને સોમવારના રોજ ક્રિસમસની રજાના કારણે બજારમાં લાંબો વીકેન્ડ રહેશે. તેથી સોમવારે શેરબજાર બંધ રહેશે.

આ વર્ષે શેરબજારમાં કુલ 16 રજાઓ આવી

આ વખતે 25 ડિસેમ્બરે ક્રિસમસ સોમવારે આવી રહી છે અને તેના કારણે શેરબજાર બંધ રહેશે. આગામી સોમવારે NSE અને BSE સૂચકાંકો પર ઈક્વિટી, ડેરિવેટિવ્ઝ અને SLB સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. આ વર્ષે શેરબજારમાં કુલ 16 રજાઓ આવી હતી. આ લોન્ગ વિકેન્ડના વેપારીઓ, રોકાણકારો અને બજાર સાથે સંકળાયેલા અન્ય પ્રોફેશનલ્સ રજાઓ પર જવાનું આયોજન કરી રહ્યા છે.

સેન્સેક્સ 71,000 ના સ્તરને પાર કરી ગયો

ક્રિસમસથી લઈને નવા વર્ષ સુધી વૈશ્વિક બજારોમાં કોઈ પણ મોટી હલચલ રહેશે નહી, કારણ કે ફંડ મેનેજર સહિત તમામ રોકાણકાર સંસ્થાઓ મર્યાદિત કામ કરે છે. આ રજાઓ પહેલા ભારતીય બજારોમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 71,000 ના સ્તરને પાર કરી ગયો છે તો સાથે નિફ્ટી પણ 22,000 ના સ્તર તરફ રહ્યો છે. નિફ્ટી માટે 21,000 નું લેવલ પાર કરવું એ ભારતીય બજારોના ઈતિહાસમાં નવી ઘટના છે.

આ પણ વાંચો : તમે IPO ભરો છો અને શેર નથી લાગતા? હવે આઈપીઓ ભરતી વખતે આ રીત અજમાવજો

હાલ IT, મેટલ, એનર્જી, પાવર, બેન્કિંગ, FMCG સહિત લગભગ તમામ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. વર્ષ પૂરું થતાં પહેલા જ ભારતીય શેરબજારો ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યાં છે. નિફ્ટી 50ના ઘણા શેરોને ઓવરબોટ ઝોનમાં ગણવામાં આવે છે. તેમ છતા ઘણા શેર તેમના ઓલ ટાઈમ હાઈ લેવલ પર ટ્રેડ થઈ રહ્યા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">