STOCK MARKET: સારી શરૂઆતનાં પગલે SENSEX 51700ને પાર પહોંચ્યો

|

Feb 12, 2021 | 10:11 AM

શેરબજારમાં (STOCK MARKET) ઉછાળા સાથે શરૂઆત થઈ હતી જોકે ઉતાર -ચઢાવની સ્થિતિ પણ દેખાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ 51,715.04 પર ઉપલા સ્તરે નોંધાયો હતો.

STOCK MARKET: સારી શરૂઆતનાં પગલે SENSEX 51700ને પાર પહોંચ્યો
Share Market

Follow us on

શેરબજારમાં (STOCK MARKET) ઉછાળા સાથે શરૂઆત થઈ હતી જોકે ઉતાર -ચઢાવની સ્થિતિ પણ દેખાઈ રહી છે. બીએસઈ સેન્સેક્સ 51,715.04 પર ઉપલા સ્તરે નોંધાયો હતો. નિફ્ટીપણ 15,223.30 સુધી આજના સર્વોચ્ચ સપાટીએ નજરે પડ્યો હતો. આઈટી ક્ષેત્રના શેરો બજારની વૃદ્ધિને ટેકો આપી રહ્યા છે. સેન્સેક્સમાં ઈન્ફોસિસ અને એચસીએલ ટેક 1-1 %થી વધુના વૃદ્ધિ સાથે ટોચ પર છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૯.૩૦ વાગે
બજાર         સૂચકઆંક            વધારો
સેન્સેક્સ    51,598.42     +66.90 
નિફટી        15,189.85    +16.55 

આજે ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, ગ્લોમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, અનંતરાજ, એપોલો હોસ્પિટલ્સ, ફર્સ મોટર, દિલીપ બિલ્ડકોન, નાલ્કો, નાગાર્જુન ફર્ટિલાઇઝર, સિમેન્સ, સોભા, વોલ્ટાઝ, હિન્દુસ્તાન એરોનોટિક્સ સહિત 953 કંપનીઓ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામ જાહેર કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શેરબજાર બે દિવસની નરમાશ બાદ ગઈકાલે વૃદ્ધિ સાથે બંધ થયો હતો.11 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 222.13 અંક વધીને 51,531.52 ની સપાટીએ બંધ રહ્યો હતો.નિફ્ટી ઈન્ડેક્સ પણ 66.80 પોઇન્ટના વધારા સાથે 15,173.30 ના સ્તર પર બંધ થયા છે. એનએસઈના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 944.36 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 707.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા .

આજના પ્રારંભિક કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડ્યો હતો.
SENSEX
Open 51,614.77
High 51,715.04
Low 51,492.95

NIFTY
Open 15,186.20
High 15,223.30
Low 15,157.75

Next Article