STOCK MARKET : વર્ષનું પ્રથમ કારોબારી સત્ર તેજી દર્જ કરી બંધ થયું, SENSEX અને NIFTY માં 0.25% ની વૃદ્ધિ

|

Jan 01, 2021 | 5:41 PM

નવા વર્ષના પ્રથમ દિવસ સાથે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર (STOCK MARKET) વૃદ્ધિ સાથે બંધ રહ્યું છે. SENSEX અને NIFTY 0.25% વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. માર્કેટમાં સતત 9 મા અઠવાડિયા સુધી તેજી નોંધાઈ છે.  અગાઉ એપ્રિલ 2010 માં, આટલા લાંબ સમય માટે સાપ્તાહિક વૃદ્ધિ નોંધાઈ હતી. નિફ્ટી પણ પ્રથમ વખત 14 હજાર પોઇન્ટથી ઉપર […]

STOCK MARKET : વર્ષનું પ્રથમ કારોબારી સત્ર તેજી દર્જ કરી બંધ થયું, SENSEX અને NIFTY માં 0.25% ની વૃદ્ધિ

Follow us on

નવા વર્ષના પ્રથમ દિવસ સાથે સપ્તાહના અંતિમ દિવસે શેર બજાર (STOCK MARKET) વૃદ્ધિ સાથે બંધ રહ્યું છે. SENSEX અને NIFTY 0.25% વૃદ્ધિ નોંધાવી બંધ થયા હતા. માર્કેટમાં સતત 9 મા અઠવાડિયા સુધી તેજી નોંધાઈ છે.  અગાઉ એપ્રિલ 2010 માં, આટલા લાંબ સમય માટે સાપ્તાહિક વૃદ્ધિ નોંધાઈ હતી. નિફ્ટી પણ પ્રથમ વખત 14 હજાર પોઇન્ટથી ઉપર બંધ રહ્યો હતો.

આજે 1 જાન્યુઆરી 2021એ સેન્સેક્સ 117.65 વધીને 47,868.98 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન ઇન્ડેક્સ 47,980.36 ના ઉપલા સ્તરે નોંધાયો હતો. એસબીઆઈ, ટીસીએસ, એચડીએફસી, એચસીએલ ટેક અને રિલાયન્સ ટોપ ગેઈનર્સ રહ્યા હતા. બજારના નિષ્ણાતો અનુસાર આવતા અઠવાડિયે સેન્સેક્સ 48 હજારના રેકોર્ડ સ્તરને સ્પર્શે તેમ લાગી રહ્યુંછે.

આજે નિફ્ટીએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો છે.આજે ઇન્ડેક્સ 36.75 પોઇન્ટ વધીને 14,018.50 ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડેમાં ઇન્ડેક્સ વધીને 14,049.85 પર પહોંચી ગયો છે. અદાણી પોર્ટનો શેર 4.39% વધીને રૂ. 505 પર બંધ રહ્યો હતો. આઇટીસી અને ટીસીએસના શેરમાં 2% સુધીનો વધારો થયો છે. એસબીઆઈ અને એમ એન્ડ એમના શેરમાં 1% થી વધુનો વધારો થયો છે. આઈસીઆઈસીઆઈ બેંકના શેર 1.36% નુકશાન સાથે 527.80 પર બંધ થયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.24 ટકા વધીને 18,164.48 ના સ્તર પર બંધ થયા છે. સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.90 ટકાની મજબૂતીની સાથે 18,261.03 પર બંધ થયા છે.

આજે બેન્કિંગ, પીએસયુ બેન્ક, રિયલ્ટી, એફએમસીજી, આઈટી, ફાર્મા, ઑટો અને મેટલ શેરોમાં ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી 0.12 ટકાના ઘટાડાની સાથે 31,225.85 ના સ્તર પર બંધ થયા છે. પ્રાઈવેટ બેન્ક અને ફાઈનાન્શિયલ સર્વિસ શેરોમાં ઘટાડો થયો છે.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ 

બજાર                   સૂચકઆંક              વધારો 

સેન્સેક્સ              47,868.98        +117.65 

નિફટી                14,018.50         +36.75 

 

આજના કારોબારમાં આ મુજબ ઉતાર – ચઢાવ રહ્યો હતો.

SENSEX 

Open        47,785.28
High         47,980.36
Low         47,771.15
Closing   47,868.98

 

NIFTY 

Open       13,996.10
High        14,049.85
Low         13,991.35
Closing   14,018.50

Published On - 5:41 pm, Fri, 1 January 21

Next Article