Stock Market : કેવો રહેશે આજે શેર બજારનો કારોબાર ? શું આ ત્રણ પરિબળ શેરબજારને લાલ નિશાન નીચે ધકેલી રહ્યા છે ? જાણો વિગતવાર

|

Jul 20, 2021 | 7:15 AM

કોરોનાની ત્રીજી સંભવિત લહેર અને વૈશ્વિક કારણોની સોમવારે બજાર પર સ્પષ્ટ અસર દેખાઈ છે. સપ્તાહના પહેલા દિવસેસેન્સેક્સ 586 ના ઘટાડા સાથે 52,553 ના સ્તર પર બંધ થયો  હતો

Stock Market : કેવો રહેશે આજે શેર બજારનો કારોબાર ? શું આ ત્રણ પરિબળ શેરબજારને લાલ નિશાન નીચે ધકેલી રહ્યા છે ? જાણો વિગતવાર
symbolic image

Follow us on

સોમવારે શેરબજાર(Stock Market) મોટો ઘટાડો દર્જ કરી બંધ થયું હતું. કોરોનાની ત્રીજી સંભવિત લહેર અને વૈશ્વિક કારણોની સોમવારે બજાર પર સ્પષ્ટ અસર દેખાઈ છે. સપ્તાહના પહેલા દિવસેસેન્સેક્સ 586 ના ઘટાડા સાથે 52,553 ના સ્તર પર બંધ થયો  હતો જયારે નિફ્ટી 171 પોઇન્ટનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ડેક્સ 15752 ના સ્તર પર બંધ થયો હતો . બજાર કોરોનાકાળમાં પણ ખુબ સારું પ્રદર્શન દેખાડી ચૂક્યું છે. તાજેતરમાંજ બંને મુખ્ય ઇંડેકેસ સર્વોચ્ચ સપાટી દર્જ કરી છે. પરંતુ છેલ્લા બે સત્રમાં નરમાશ દેખાઈ છે. સપ્તાહની શરૂઆત લાલ નિશાન સાથે થઇ છે. એક અનુમાન અનુસાર આ ત્રણ કારણ બજારને લાલ નિશાન નીચે ધકેલી રહ્યા છે.

ત્રીજીલહેરના ભયથી એશિયન બજારોમાં દબાણ વધ્યું
કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થવા માંડ્યો છે. આ સિવાય મોંઘવારીના દરમાં પણ વધારો થવાની સંભાવના છે. આ બે કારણોને લીધે સોમવારે એશિયન બજાર દબાણ હેઠળ જોવા મળી રહ્યું હતું. ડાઉ જોન્સમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. એશિયન માર્કેટમાં હેંગ સેંગ સહીત જાપાન, ઇન્ડોનેશિયા, હોંગકોંગ, ચીનના શેર બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.

જુલાઈમાં FPI બજારમાંથી પૈસા ઉપાડી રહ્યું છે
ગયા અઠવાડિયે શેરબજારમાં એક નવો રેકોર્ડ સ્થાપિત થયો અને સેન્સેક્સ 53 હજારને પાર કરી ગયો હતો જયારે નિફ્ટી પણ 16000 ની નજીક પહોંચી ગયો હતો. FPI એ આ સ્તરે વેચાણ શરૂ કર્યું છે કારણ કે તેઓ પણ કોરોનાની ત્રીજી લહેરથી ડરે છે. જૂનમાં ખરીદી કર્યા પછી FPIએ જુલાઈમાં અત્યાર સુધીમાં બજારમાંથી 4515 કરોડ રૂપિયા પરત ખેંચી લીધા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

રોકાણકારોના મનમાં ઉચ્ચ મૂલ્યાંકન
બજાર હાલમાં તેના રેકોર્ડ સ્તરે છે અને તે લાંબા સમય સુધી આ સ્તરે રહ્યું છે. નવા રોકાણકારો વધુ વેલ્યુએશનને ધ્યાનમાં રાખીને હમણાં ખરીદી કરવાનું ટાળી રહ્યા છે. આ વિચારસરણી વિદેશી રોકાણકારો પર પણ પ્રભુત્વ ધરાવે છે. આ જ કારણ છે કે બજાર રેન્જમાં કારોબાર કરી રહ્યું છે.

Next Article