Stock Market : મજબૂત શરૂઆત બાદ બજાર લાલ નિશાન નીચે સરક્યું , SENSEX 52,434 સુધી સરક્યો

|

Jun 23, 2021 | 10:30 AM

આજે ભારતીય શેરબજાર(Stock Market) મજબૂત શરૂઆત બાદ લાલ નિશાન નીચે સરકી ગયા હતા . સેન્સેક્સ(Sensex) ૩૦૦ અંક કરતા વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો જોકે ટૂંક સમયમાં ઘટાડાની દિશા નજરે પડવા લાગી હતી તો નિફટી(Nifty) પણ સારી શરૂઆત બાદ સરક્યો હતો.

Stock Market : મજબૂત શરૂઆત બાદ બજાર લાલ નિશાન નીચે સરક્યું , SENSEX 52,434 સુધી સરક્યો
પ્રારંભિક તેજી બાદ શેરબજારમાં ઘટાડો દેખાઈ રહ્યો છે.

Follow us on

આજે ભારતીય શેરબજાર(Stock Market) મજબૂત શરૂઆત બાદ લાલ નિશાન નીચે સરકી ગયા હતા . સેન્સેક્સ(Sensex) ૩૦૦ અંક કરતા વધુના ઉછાળા સાથે ખુલ્યો હતો જોકે ટૂંક સમયમાં ઘટાડાની દિશા નજરે પડવા લાગી હતી તો નિફટી(Nifty) પણ સારી શરૂઆત બાદ સરક્યો હતો.

આજે નિફ્ટી 90 પોઇન્ટના ઉછાળા સાથે 15,862 પર ખુલ્યા છે. બીજી તરફ સેન્સેક્સે પણ જોરદાર શરૂઆત કરી હતી. તે 324 પોઇન્ટની મજબૂતી સાથે 52,912 પર ખુલ્યો હતો. પ્રારંભિક કારોબારમાં નિફ્ટીના મેટલ, આઈટી અને ઓટો ઇન્ડેક્સમાં લગભગ અડધા ટકાનો ઉછાળો નોંધાયો છે.

મંગળવારે બજાર નજીવા લાભ સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 14 અંક મુજબ 0.03% ની મજબૂતી સાથે 52,588 પર બંધ થયો હતો. નિફ્ટીએ 26 અંક અનુસાર 0.17% ની મજબૂતી સાથે 15,773 પર કારોબાર સમાપ્ત કર્યો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ શુક્રવારે 22 જૂનના રોજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ રૂ. 1,027 કરોડના શેર વેચ્યા હતા. આ રોકાણકારોએ ગઈકાલે ખરીદેલા રકમના શેર કરતા ઘણા વધારે કિંમતના શેર વેચ્યા હતા. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ 302 કરોડ રૂપિયાના શેરની ખરીદી કરી હતી.

એશિયાના મુખ્ય શેર બજારોમાં સારો વેપાર થઈ રહ્યો છે.જાપાનના નિક્કી ઇન્ડેક્સમાં નજીવો વધારો થયો છે. હોંગકોંગની હેંગ સેંગ આશરે દોઢ ટકા વધ્યો છે. ચીનના શાંઘાઈ કમ્પોઝિટ અને કોરિયાની કોસ્પી પણઅડધા ટકા જેટલા ઉપર દેખાઈ રહ્યા છે. ગઈકાલે યુએસ બજારોમાં સારી ખરીદી હતી. ડાઉ જોન્સ મજબૂતી સાથે બંધ રહ્યો હતો તો નાસ્ડેક 0.79% અને એસ એન્ડ પી 500 0.51% વધ્યો હતો.

આજના કારોબારની હાઇલાઇટ્સ

SENSEX
Open 52,912.35
High 52,912.35
Low 52,434.70

NIFTY
Open 15,862.80
High 15,862.95
Low 15,726.60

Next Article