સરકાર આજથી 5 દિવસે સસ્તી કિંમતે સોનુ વેચશે, ખરીદવા આજે જ આ સ્થળોએ પહોંચી જાઓ, જાણો કિંમત અને પ્રક્રિયા
સોનાની વધતી કિંમતો વચ્ચે તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની સારી તક છે. આજે 18 ડિસેમ્બર સોમવારથી સરકાર તમને સસ્તી કિંમતે સોનામાં રોકાણ કરવાની ખાસ તક આપવા જઈ રહી છે. Sovereign Gold Bonds 2023-24 Series III - 2023-24 તારીખ 18 થી 22 ડિસેમ્બર 2023 દરમિયાન રોકાણ માટે ખુલ્લી રહેશે.

સોનાની વધતી કિંમતો વચ્ચે તમારી પાસે સસ્તું સોનું ખરીદવાની સારી તક છે. આજે 18 ડિસેમ્બર સોમવારથી સરકાર તમને સસ્તી કિંમતે સોનામાં રોકાણ કરવાની ખાસ તક આપવા જઈ રહી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 સિરીઝ-3 18 થી 22 ડિસેમ્બર 2023 દરમિયાન રોકાણ માટે ખુલ્લી રહેશે.
આ સોનુ ખરીદવા માટે 6,199 રૂપિયા પ્રતિ ગ્રામ ચૂકવવા પડશે. આ સ્કીમમાં રોકાણ કરવાથી વ્યાજ પણ મળશે અને GSTની પણ બચત થશે. ઓનલાઇન પેમેન્ટ કરવા પર વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ પણ મળે છે.
સસ્તી કિંમતે સોનુ ખરીદવા મળશે
તમને જણાવી દઈએ કે સોવરિન ગોલ્ડ બોન્ડ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સરકાર તરફથી ઈશુ કરવામાં આવે છે. આ સોના માટે સરકાર ગેરંટી આપે છે. ભારત સરકારે નવેમ્બર 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ દ્વારા સસ્તી કિંમતે સોનાના વેચાણની સ્કીમ શરૂ કરી હતી. આ યોજનામાં તમને રોકાણ પર ખાતરીપૂર્વક વળતર મળે છે. સોનામાં રોકાણ પર વાર્ષિક 2.5 ટકા વ્યાજ મળે છે. આ વ્યાજના નાણાં દર 6 મહિને વર્ષમાં બે વાર રોકાણકારોના બેંક ખાતામાં જમા થાય છે.
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવા વિશે નિષ્ણાતો શું કહે છે?
SBI સિક્યોરિટીઝના ચીફ બિઝનેસ ઓફિસર સુરેશ શુક્લાએ જણાવ્યું હતું કે, “સોવરિન ગોલ્ડ બોન્ડ એ રોકાણની શ્રેષ્ઠ તક છે. ભારતમાં સોનાનો વપરાશ ઘણો વધારે છે, તેથી રોકાણકારો માટે તેમના પોર્ટફોલિયોમાં વૈવિધ્ય લાવવા માટે આ બોન્ડ વધુ સારી તક છે. ઉપરાંત, રોકાણકારો ભૌતિક સોનું એકત્રિત કર્યા વિના પણ સોનાના ભાવમાં વધારાનો લાભ મેળવી શકશે. લાંબા ગાળાના રોકાણના દૃષ્ટિકોણથી આ બોન્ડ વધુ સારો વિકલ્પ છે.”
સોવરિન ગોલ્ડ બોન્ડ ખરીદવા માટેની મર્યાદા
સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલોગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. જરૂરી લઘુત્તમ રોકાણ 1 ગ્રામ છે. આ ઉપરાંત અહીં એ જાણવું જરૂરી છે કે ટ્રસ્ટ અથવા તેના જેવી સંસ્થાઓ 20 કિલો સુધીના ગોલ્ડ બોન્ડ સરળતાથી ખરીદી શકે છે. સોનાની ખરીદી માટે ઓછામાં ઓછી 1 ગ્રામ અને તેના ગુણાંકમાં ઈશ્યુ કરવામાં આવે છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ અહીં મળશે
સોવરિન ગોલ્ડ બોન્ડ્સનું વેચાણ શેડ્યુલ કોમર્શિયલ બેંકો જે બેંકમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો, પેમેન્ટ બેંકો અને પ્રાદેશિક ગ્રામીણ બેંકોનો સમાવેશ થતો નથી. આ ઉપરાંત સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ., ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિ., નિયુક્ત પોસ્ટ ઓફિસ, NSE અને BSE દ્વારા કરવામાં આવશે.