Sovereign Gold Bond : સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, જાણો ક્યારે , ક્યા દામે અને કેવી રીતે મળશે સસ્તું સોનુ ?

|

May 31, 2021 | 8:37 AM

રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ફરી એકવાર લોકોને સસ્તા સોનું ખરીદવાની તક આપી રહી છે. આરબીઆઇએ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 ની જાહેરાત કરી છે.

Sovereign Gold Bond  : સસ્તુ સોનુ ખરીદવાની વધુ એક તક, જાણો ક્યારે , ક્યા દામે  અને કેવી રીતે મળશે સસ્તું સોનુ  ?

Follow us on

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ફરી એકવાર લોકોને સસ્તા સોનું ખરીદવાની તક આપી રહી છે. આરબીઆઇએ સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2021-22 ની જાહેરાત કરી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર આ વખતે યોજના હેઠળ સોનાના ભાવ પ્રતિ ગ્રામ દીઠ 4889 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જે હાલના બજારભાવ કરતા થોડા વધારે છે. યોજના અંતર્ગત ત્રીજી શ્રેણીમાં 31 મે થી 4 જૂન, 2021 સુધી 5 દિવસ માટે એસજીબી સબ્સ્ક્રિપ્શન માટે ખુલ્લું રહેશે. અગાઉ, કેન્દ્ર સરકારે જાહેરાત કરી હતી કે મે 2021 અને સપ્ટેમ્બર 2021 ની વચ્ચે સોવરિન ગોલ્ડ બોન્ડ 6 હપ્તામાં આપવામાં આવશે.

જાણો ગોલ્ડ બોન્ડની કિંમત
કેન્દ્ર સરકાર વતી બોન્ડ જારી કરનારી રિઝર્વ બેંકે જણાવ્યું છે કે એસજીબીની ઇશ્યૂ પ્રાઈઝ છેલ્લા 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 24 કેરેટ સોનાના સરેરાશ બંધ ભાવના આધારે નક્કી કરવામાં આવે છે. આ વખતે ગોલ્ડ બોન્ડનો ઇશ્યૂ પ્રાઈઝ 4,889 રૂપિયા પ્રતિ ગ્રામ રાખવામાં આવ્યો છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 48,890 રહેશે. રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન 12 હપ્તામાં 16,049 કરોડ (31.35 ટન) ના ગોલ્ડ બોન્ડ જારી કાર્ય હતા. માર્ચ 2021 ના અંત સુધીમાં કેન્દ્ર સરકારે એસજીબી સ્કીમ દ્વારા 25,702 કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ફિઝિકલ ગોલ્ડની માંગ ઘટાડવા કેન્દ્ર સરકારે નવેમ્બર 2015 થી આ યોજના શરૂ કરી હતી.

૧ ગ્રામથી ખરીદીની શરૂઆત
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં સોનાની ખરીદી યુનિટ્સમાં થાય છે. એક યુનિટની ગણતરી એક ગ્રામ થાય છે. એક વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં મિનિમમ 1 ગ્રામ અને મેક્સિમમ 4 કિલોગ્રામ સુધી વેલ્યુના બોન્ડ ખરીદી શકે છે. જો કે કોઈ ટ્રસ્ટ માટે સોનુ ખરીદવાની મહત્તમ મર્યાદા 20 કિલોગ્રામ છે. ઓનલાઇન પેમેન્ટ પર ડિસ્કાઉન્ટ પણ મળે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઇશ્યુ પ્રાઇસ પર 2.50% વ્યાજ મળે છે
સોવેરિન ગોલ્ડ બોન્ડમાં ઇશ્યુ પ્રાઇસ પર દર વર્ષે 2.50% વ્યાજ મળે છે. તે રકમ દર 6 મહિને તમારા એકાઉન્ટમાં આવે છે.

8 વર્ષનો સમય છે મેચ્યોરિટી પીરિયડ
બોન્ડ કા મેચ્યોરિટી પીરિયડ 8 વર્ષ છે પરંતુ રોકાણકારો 5 વર્ષ સ્કીમની બહાર નીકળી શકે છે.

ક્યાંથી ખરીદી શકાય ગોલ્ડ બોન્ડ ?
કમર્શિયલ બેંકર્સ, પોસ્ટ ઓફિસ, સ્ટોકે એક્સચેન્જ-બીએસઇ અને એનએસઇ તથા સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશનમાંથી ખરીદી શકાય છે.

સોવરન ગોલ્ડ બોન્ડ શું છે?
સરકારએ દેશમાં ફિઝિકલ ફોર્મમાં ગોલ્ડની ખરીદીની માંગને ઘટાડવા નવેમ્બર ૨૦૧૫ માં આ સ્કીમ શરૂ કરી રહી છે. આ સરકારી બોન્ડ છે. તેને ડીમેન્ટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. મૂલ્ય રૂપિયા અથવા ડોલરમાં નહી પણ સોનાના વજનમાં અંકાય છે.

Published On - 8:37 am, Mon, 31 May 21

Next Article