
જો તમારે રોકાણ કરવું હોય તો બજારમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે, જેમ કે SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) અને FD (ફિક્સ્ડ ડિપોઝિટ). ઘણા લોકોનું માનવું છે કે, SIP અને FD લોંગ ટર્મ માટે બેસ્ટ છે. જો કે, SIP અને FD સિવાય ચાર એવી રોકાણ પદ્ધતિ છે કે જ્યાં તમે પૈસા ઇન્વેસ્ટ કરીને કરોડપતિ બની શકો છો.
શેરબજાર જોખમભર્યું હોઈ શકે છે પણ લાંબા સમયે તે રિટર્ન ખૂબ જ હાઈ આપે છે. મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ કરો અને બજારના ઉતાર-ચઢાવથી ડરશો નહીં. નિયમિત રોકાણ અને ધીરજ રાખશો તો 15-20% રિટર્ન મળી શકે છે.
રિયલ એસ્ટેટમાં જમીન કે કમર્શિયલ પ્રોપર્ટી જેવા વિકલ્પો દ્વારા પણ સારી આવક મેળવી શકાય છે. શહેરીકરણના વધારા સાથે પ્રોપર્ટીની કિંમતો ઝડપથી વધી રહી છે. નાના રોકાણથી શરૂઆત કરી રેન્ટલ ઇન્કમ કે પ્રોપર્ટી વેચાણ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરી શકાય છે. આજકાલ મોંઘી અને લક્ઝરિયસ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે.
સોનું એક સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. Gold ETF કે Sovereign Gold Bond જેવા વિકલ્પોમાં રોકાણ કરીને તમે સારું એવું રિટર્ન મેળવી શકો છો. લાંબા ગાળે સોનાની કિંમતો વધતી રહે છે, જે સ્થિર રિટર્ન આપે છે. જણાવી દઈએ કે, સરકારે પણ સોનામાં મોટું રોકાણ કર્યું છે.
PPF સુરક્ષિત અને ટેક્સ-ફ્રી રિટર્ન આપે છે, જયારે ELSSમાં ઇક્વિટી માર્કેટ સાથે હોય છે. ELSSમાં વધુ જોખમ અને વધુ રિટર્ન બંને જોવા મળે છે. આ બંને વિકલ્પો દ્વારા રોકાણ કરીને પણ સારી આવક મેળવી શકાય છે અને સંતુલિત રોકાણ યોજના બનાવી શકાય છે.
(નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.)
બિઝનેસ આઈડિયા એટલે વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.