Skills Report 2021: ભારતીય કંપનીઓમાં સ્ત્રીઓ નોકરી માટે પહેલી પસંદ બની, જાણો શું છે કારણ

|

Feb 20, 2021 | 10:41 PM

મહિલાઓના હિતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના રોગચાળા દરમિયાન નોકરીના કિસ્સામાં વ્યૂહાત્મક ફેરફારોના અધ્યયનમાં બહાર આવ્યું છે કે તકનિકીની માંગમાં વધારો થવાને કારણે યુવાનોની રોજગારમાં ઘટાડો થયો છે

Skills Report 2021: ભારતીય કંપનીઓમાં સ્ત્રીઓ નોકરી માટે પહેલી પસંદ બની, જાણો શું છે કારણ
Symbolic Image

Follow us on

Skills Report 2021: મહિલાઓના હિતમાં એક સારા સમાચાર સામે આવ્યા છે. કોરોના રોગચાળા દરમિયાન નોકરીના કિસ્સામાં વ્યૂહાત્મક ફેરફારોના અધ્યયનમાં બહાર આવ્યું છે કે તકનિકીની માંગમાં વધારો થવાને કારણે યુવાનોની રોજગારમાં ઘટાડો થયો છે, પરંતુ ડિજિટલ ક્રાંતિ સાથે મહિલાઓની રોજગારી સુધરી છે. સ્ત્રીઓ ભારતમાં રોજગાર માટેની પ્રથમ પસંદગી બની રહી છે. પુરુષો કરતાં મહિલાઓને વધુ રોજગારી મળી રહી છે. ઈન્ડિયા સ્કીલ્સ રિપોર્ટ 2021 (Skills Report 2021)માં આ વાત સામે આવી છે.

 

મહિલાઓ માટે વધુ નોકરીઓ
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભારતના ફક્ત 45.9 ટકા સ્નાતકો જ નોકરી માટે પાત્ર છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ આંકડો સૌથી નીચો રહ્યો છે. જે વર્ષ 2019-20માં 46.21 ટકા અને વર્ષ 2018-19માં 47.38 ટકા હતો. આ વખતે ચાર ટકા સુધીનો ઘટાડો થયો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 45.9 ટકા પુરુષોની તુલનામાં મહિલાઓની રોજગાર સંભાવના 46.8 ટકા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં નોકરી માટે મહિલાઓ પ્રથમ પસંદગી છે અને પુરુષો કરતાં વધુ મહિલાઓ નોકરી માટે પાત્ર છે. ભારતમાં મહિલાઓના યોગ્ય અને રોજગાર યોગ્ય માનવ સંસાધનોની વસ્તીને ધ્યાનમાં રાખીને ભારતીય કંપનીઓ આ વર્ષે વધુ મહિલા કર્મચારીઓની ભરતી કરી શકે છે. જો આવું થાય તો નોકરીમાં ઝેન્ડર ગેપની સમસ્યાને એક હદ સુધી દૂર કરી શકાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

પ્રતિભાના મામલે આ રાજ્યો આગળ છે
રોજગાર પ્રતિભાના મામલે રાજસ્થાન અને પશ્ચિમ બંગાળ ટોચના 10 રાજ્યોમાં છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, દિલ્હી, તેલંગણા અને ગુજરાતની સ્થિતિ થોડી ખરાબ છે. કૌશલ્ય વિકાસ સાથે સંબંધિત અનેક કાર્યક્રમો હોવા છતાં હરિયાણા ફરી આ યાદીમાં સ્થાન મેળવી શક્યું નથી.

 

આ શહેરોમાં મહિલાઓને મહત્તમ રોજગાર મળે છે
રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ઉત્તર પ્રદેશ મહિલાઓને રોજગાર આપવામાં સૌથી આગળ છે. આ ત્રણ રાજ્યોમાં મહિલાઓને મહત્તમ રોજગાર મળ્યો છે. આ પછી કર્ણાટક ચોથા સ્થાને અને આંધ્રપ્રદેશ પાંચમાં સ્થાને છે. અહેવાલ વ્હીબોક્સ દ્વારા સીઆઈઆઈ, એઆઈસીટીઈ, એઆઈયુ અને યુએનડીપીના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં લગભગ 65,000 ઉમેદવારોનું આંકલન કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: PETROL DIESEL PRICE: જો આ 2 ટેક્સ ઓછા કરવામાં આવે તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો દેખાશે

Next Article