Siyaram Recycling IPO સબ્સ્ક્રિપશન માટે ખુલ્યો, લિસ્ટિંગ સાથે 50% કરતા વધુ નફાના સંકેત
Siyaram Recycling IPO જાહેર બિડિંગ માટે આજે 14મી ડિસેમ્બરે ખુલી રહ્યો છે. બિડિંગની છેલ્લી તારીખ 18મી ડિસેમ્બર છે. શેરની ફાળવણીનો આધાર 19 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. જેમને શેર ફાળવવામાં આવ્યા નથી તેઓને 20 ડિસેમ્બરે રિફંડ આપવામાં આવશે અને તે જ દિવસે તેમના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે.

સિયારામ રિસાયક્લિંગ SME IPO જાહેર બિડિંગ માટે આજે 14મી ડિસેમ્બરે ખુલી રહ્યો છે. બિડિંગની છેલ્લી તારીખ 18મી ડિસેમ્બર છે. શેરની ફાળવણીનો આધાર 19 ડિસેમ્બરે નક્કી કરવામાં આવશે. જેમને શેર ફાળવવામાં આવ્યા નથી તેઓને 20 ડિસેમ્બરે રિફંડ આપવામાં આવશે અને તે જ દિવસે તેમના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવશે.
Siyaram Recycling IPO Details
| IPO | DETAIL |
| IPO Date | December 14 to December 18, 2023 |
| Face Value | ₹10 per share |
| Price Band | ₹43 to ₹46 per share |
| Lot Size | 3000 Shares |
| Total Issue Size | 4,992,000 shares (aggregating up to ₹22.96 Cr) |
| Fresh Issue | 4,992,000 shares (aggregating up to ₹22.96 Cr) |
| Issue Type | Book Built Issue IPO |
| Listing At | BSE SME |
| Share holding pre issue | 13,805,500 |
| Share holding post issue | 18,797,500 |
| Market Maker portion | 252,000 shares |
કંપનીની યોજના શું છે?
સિયારામ રિસાયક્લિંગ SME IPOની વિગત અનુસાર રિસાયક્લિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપની સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો SME IPO આજે 14મી ડિસેમ્બરે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલી રહ્યો છે. IPOની અંતિમ તારીખ 18 ડિસેમ્બર છે. કંપની દ્વારા આપવામાં આવેલા ડોક્યુમેન્ટ મુજબ આ ઈશ્યુ 22.96 કરોડનો છે અને તે સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ છે. IPOમાંથી મળેલી આવકનો ઉપયોગ કંપનીની જવાબદારીઓ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ચૂકવણી કરવા માટે કરવામાં આવશે.
જાણો પ્રાઇસ બેન્ડ અને લોટ સાઇઝવિશે
સિયારામ રિસાયક્લિંગ SME IPOની પ્રાઇસ બેન્ડ 43 થી 46 રૂપિયા રાખવામાં આવી છે. એક લોટમાં 3000 શેર સામેલ હશે. તેથી, રિટેલ રોકાણકારોએ એક લોટ માટે ઓછામાં ઓછા રૂપિયા138,000 ખર્ચવા પડશે. sHNIs એ ઓછામાં ઓછા 2 લોટ માટે બિડ કરવું પડશે અને bHNIs એ ઓછામાં ઓછા 8 લોટ માટે બિડ કરવું પડશે.
GMP ના સંકેત શું છે?
IPO લોન્ચની તારીખ નક્કી કરવામાં આવી ત્યારથી ગ્રે માર્કેટમાં કંપનીનું પ્રીમિયમ ઝડપથી વધી રહ્યું છે. 8 ડિસેમ્બરથી પ્રીમિયમમાં 14 પોઈન્ટનો વધારો થયો છે. 8 ડિસેમ્બરે પ્રીમિયમ +14ના સ્તરે હતું. નજીકના સમયમાં પ્રીમિયમ +28 ના સ્તરને સ્પર્શ્યું હતું. કંપની દ્વારા નિર્ધારિત કેપ પ્રાઇસ અને નવીનતમ GMP ના સંયોજન અનુસાર, શેરનું લિસ્ટિંગ રૂ. 74 હોઈ શકે છે, જેનો અર્થ છે કે રોકાણકારો લિસ્ટિંગ પર 60 ટકાથી વધુ નફો મેળવી શકે છે.
જાણો કંપની વિશે
સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ રિસાયક્લિંગ ઉદ્યોગમાં અગ્રણી કંપની છે. કંપનીએ પર્યાવરણ સંરક્ષણ માટે ઘણી મહત્વપૂર્ણ પહેલ કરી છે, જેમાં ઘણા ગ્રીન પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા છે. સામુદાયિક રિસાયક્લિંગ કેન્દ્રોની સ્થાપના અને કચરા વ્યવસ્થાપન જાગૃતિ શિક્ષણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે.
સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પિત્તળ અને તાંબાના ઘટકોના ઉત્પાદનના ક્ષેત્રમાં પણ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. કંપની કોપર એલોય ઈનગોટ્સ, બ્રાસ એક્સટ્રુઝન રોડ્સ, બ્રાસ ફીટીંગ્સ અને બાથ ફીટીંગ્સનું ઉત્પાદન કરે છે. 31 માર્ચ, 2023 ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષમાં, સિયારામ રિસાયક્લિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની આવકમાં 16.75% અને કર પછીનો નફો (PAT) 137.36% વધ્યો છે.
ડિસ્ક્લેમર: અહેવાવાલમાં આપવામાં આવેલી માહિતી શેરબજારની હલચલથી વાંચકોને વાકેફ રાખવાનો પ્રયાસ છે. અહીં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવે છે કે શેરબજારમાં રોકાણ એ જોખમોને આધીન હોય છે. રોકાણમાં નુકસાનનો સામનો પણ રોકાણકારોએ કરવો પડી શકે છે. અમારી સલાહ છે કે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાત સાથે વિચાર વિમર્શ કરવો જોઈએ. Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.