મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ અટકાવવા, સિંગાપોર ૧૦૦૦ ડોલરની નોટ છાપવાનું બંધ કરશે
સિંગાપોરે વર્ષ2021ના પ્રારંભમાં 1,000 સિંગાપોર ડોલર કરન્સીનો નોટ છાપવાનું બંધ કરી રહ્યો છે. સિંગાપોર દેશની સૌથી મોટી નોટ છાપવાનું બંધ કરીને પૈસાની ગેરકાયદેસર અને આતંકવાદી ભંડોળના જોખમને ઘટાડવા માંગે છે. સિંગાપોરના મોનેટરી ઓથોરિટીએ કહ્યું કે ડિસેમ્બર 2020 સુધી દર મહિને મર્યાદિત માત્રામાં 1000 ડોલરની નોટો ઉપલબ્ધ કરવામાં આવશે. સરકારે આંતરરાષ્ટ્રીય ધોરણ અનુરૂપ નોટબંધીનું આ પગલું […]
સિંગાપોરે વર્ષ2021ના પ્રારંભમાં 1,000 સિંગાપોર ડોલર કરન્સીનો નોટ છાપવાનું બંધ કરી રહ્યો છે. સિંગાપોર દેશની સૌથી મોટી નોટ છાપવાનું બંધ કરીને પૈસાની ગેરકાયદેસર અને આતંકવાદી ભંડોળના જોખમને ઘટાડવા માંગે છે. સિંગાપોરના મોનેટરી ઓથોરિટીએ કહ્યું કે ડિસેમ્બર 2020 સુધી દર મહિને મર્યાદિત માત્રામાં 1000 ડોલરની નોટો ઉપલબ્ધ કરવામાં આવશે.
સરકારે આંતરરાષ્ટ્રીય ધોરણ અનુરૂપ નોટબંધીનું આ પગલું ભર્યું છે. સિંગાપોરની સેન્ટ્રલ બેંક MAS એ કહ્યું છે કે ઘણા મોટા દેશોએ મોટી નોટો આપવાનું બંધ કરી દીધું છે અને તે પણ હવે જરૂરના આધારે પગલું ભરી રહ્યા છે.. 1,000 સિંગાપોર ડોલરની નોટો જે બજારમાં છે તે ચાલુ રહેશે અને ચુકવણી માટે તેનો ઉપયોગ પણ કરી શકાશે. બેંકોમાં 1000 ડોલરનું ચલણ જમા થઈ શકે છે બેન્ક ઇચ્છે તો ફરીથી માર્કેટમાં ચલાવી શકાય છે. MAS અન્ય ચલણની નોટો ખાસ કરીને 100 સિંગાપોર ડોલરની નોટને યોગ્ય માત્રામાં આપવાનું ચાલુ રાખશે.
MAS ઇલેક્ટ્રોનિક ચુકવણીનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. 100 સિંગાપોર ડોલર એ સિંગાપોરની 1000 સિંગાપુર ડોલર પછીનું સૌથી મોટું ચલણ છે. MAS લોકોને ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ્સનો ઉપયોગ વધુ કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહી છે.1,000 સિંગાપોર ડોલરનું મૂલ્ય હાલમાં 54,501 રૂપિયા જેટલું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો