શું નાણાંની વ્યસ્થા હોય તો Home Loan નું Pre-Payment કરી દેવું જોઈએ? જાણો એક્સપર્ટસનો શું છે અભિપ્રાય

|

Jul 17, 2021 | 7:56 AM

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમારો નિર્ણય આર્થિકરૂપે કેટલો યોગ્ય છે. જો હોમ લોન લેનારા પાસે વધારાના પૈસા હોય, તો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય જગ્યાએ તેનું રોકાણ કરવું વધુ ફાયદાકારક છે કે નહીં?

શું નાણાંની વ્યસ્થા હોય તો Home Loan નું Pre-Payment કરી દેવું જોઈએ? જાણો એક્સપર્ટસનો શું છે અભિપ્રાય
Symbolic Image

Follow us on

Prepay Home Loan: હોમ લોન અન્ય લોનની સરખામણીએ સૌથી લાંબો સમય ચાલે છે. તમે પ્રારંભિક થોડા વર્ષો સુધી જે EMI જમા કરો છો તેનો મોટાભાગનો હિસ્સો ફક્ત વ્યાજ તરીકે જમા થાય છે. હપ્તાની ખુબ નાની રકમ મુદ્દલને ઘટાડવા માટે ફાળવવામાં આવે છે. થોડા વર્ષો પછી પ્રિન્સિપલમાં ઝડપથી ઘટાડો દેખાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકોના મનમાં સવાલ એ આવે છે કે એડવાન્સ પેમેન્ટ કરી પ્રિન્સિપલને ઓછું કરીઅથવા લોનના બોજને ઘટાડી શકાય કે નહિ?

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન છે તો તે જાણવું મહત્વપૂર્ણ છે કે તમારો નિર્ણય આર્થિકરૂપે કેટલો યોગ્ય છે. જો હોમ લોન લેનારા પાસે વધારાના પૈસા હોય, તો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે અન્ય જગ્યાએ તેનું રોકાણ કરવું વધુ ફાયદાકારક છે કે નહીં? આમતો કોઈ થમ્બ રુલ નથી પણ નિષ્ણાતો કહે છે કે જો તમારી પાસેના સરપ્લસ ફંડ્સ પરના હોમ લોન વ્યાજના દર કરતાં વધુ સારું રિટર્ન મળી શકે તો પ્રિ પેમેન્ટ ટાળવું જોઈએ

ઇંટ્રેસ્ટ રેટ કરતા સારું વળતર મળેત્યાં રોકાણ કરો
સામાન્ય રીતે હોમ લોનના વ્યાજ દર 7-8 ટકા છે. આવી સ્થિતિમાં જો કર બાદ સરપ્લસ નાણાં પરનું વળતર તેના કરતા વધારે હોઇ શકે છે. આ સંજોગોમાં લોન લેનારે પ્રિ પેમેન્ટ ટાળવું જોઈએ. જો કોઈ શેર બજારમાં રોકાણ કરે છે તો તે લાંબા ગાળે ખૂબ સારું મળે તે જરૂરી નથી. જો તે ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરે છે તો સતત પોર્ટફોલિયોને મોનિટર કરવું પડશે અને સમય સમય પર પ્રોફિટ બુક કરવો પડશે.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

6-12 EMI નું ઇમરજન્સી ફંડ બનાવો
રોકાણ નિષ્ણાતો એમ પણ કહે છે કે હોમ લોનનું 6-12 EMI નું ઇમરજન્સી ફંડ હેઠળ કવર હોવું જોઈએ. આ સિવાય જીવન વીમા અને આરોગ્ય વીમાનું સારું કવર પણ જરૂરી છે. નિષ્ણાતો એમ પણ કહે છે કે સરપ્લસ નાણાંનું રોકાણ કરવું જોઈએ અને તેમાંથી મળેલી કમાણી પ્રિ પેમેન્ટ કરતા વધુ ફાયદાકારક રહેશે.

ટેક્સ બેનિફિટ પર કોઈ અસર થવી જોઈએ નહીં
કેટલાક નિષ્ણાતો એમ પણ માને છે કે હોમ લોન પર વિવિધ કર લાભો ઉપલબ્ધ છે. 80 C હેઠળ રિપેમેન્ટ પર 1.5 લાખ રૂપિયાની કપાત ઉપલબ્ધ છે. 2 લાખ ઇંટ્રેસ્ટ રિપેમેન્ટ પર ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં એ ગણતરી કરવી પણ જરૂરી છે કે જો તમે પ્રિ પેમેન્ટ કરો છો તો પછી તે ટેક્સ બેનિફિટ પર કોઈ અસર કરે નહીં. જો પ્રિ પેમેન્ટની અસર થઈ રહી છે તો વધારાના નાણાંનો ઉપયોગ ફ્યુચર માટે થઈ શકે છે.

Next Article