આમ આદમીને ફટકો, ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો, માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 14.55 ટકા થઈ

સરકારી આંકડા મુજબ માર્ચ 2022માં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.55 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 13.11 ટકા હતો જ્યારે જાન્યુઆરીમાં તે 12.96 ટકા હતો.

આમ આદમીને ફટકો, ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારો, માર્ચમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 14.55 ટકા થઈ
wholesale inflation increased (symbolic image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 3:09 PM

મોંઘવારીના મોરચે સામાન્ય માણસને ફટકો પડ્યો છે. માર્ચ મહિના માટે જથ્થાબંધ ફુગાવો (March WPI Inflation)માં વધારો થયો છે. સરકારી આંકડા મુજબ માર્ચ 2022માં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 14.55 ટકા થઈ ગયો છે. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી દર 13.11 ટકા હતો, જ્યારે જાન્યુઆરીમાં તે 12.96 ટકા હતો. જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવાના દરમાં વધારાને કારણે સામાન્ય જીવન પ્રભાવિત થાય છે કારણ કે માલનો પુરવઠો મોંઘો થાય છે. WPIનો મતલબ હોલસેલ પ્રાઈસ ઇન્ડેક્સ. તે એક એવો ઇન્ડેક્સ છે જેના પર જથ્થાબંધ માલસામાનની કિંમતો જાહેર કરવામાં આવે છે.

ખાદ્ય ફુગાવામાં વધારો

માસિક ધોરણે, માર્ચ મહિનામાં ખાદ્ય પદાર્થોનો જથ્થાબંધ મોંઘવારી દર 8.47 ટકાથી વધીને 8.71 ટકા થયો છે. ઈંધણ અને પાવરનો જથ્થાબંધ ફુગાવો 31.50 ટકાથી વધીને 34.52 ટકા થયો છે. જ્યારે પ્રાઈમરી આર્ટિકલ WPI 13.39 ટકા વધીને 15.54 ટકા થયો હતો.

બટાકાના જથ્થાબંધ મોંઘવારી દરમાં જબરદસ્ત વધારો થયો છે

બટાકાના જથ્થાબંધ ફુગાવાના દરમાં તીવ્ર ઉછાળો નોંધાયો છે. બટાટાનો મોંઘવારી દર 14.78 ટકાથી વધીને 24.62 ટકા થયો છે. ડુંગળીનો જથ્થાબંધ ફુગાવો -26.37 ટકાથી વધીને -9.33 ટકા થયો છે. ઈંડા, માંસનો જથ્થાબંધ ફુગાવો 8.14 ટકાથી વધીને 9.24 ટકા થયો છે.

Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો

WPI ચાર મહિનાની ટોચે, શાકભાજીનો WPI ઘટ્યો

ક્રૂડ ઓઈલ અને કોમોડિટીના ભાવમાં વધારાને કારણે માર્ચમાં જથ્થાબંધ ફુગાવો ચાર મહિનાની ટોચે પહોંચી ગયો હતો. કોમોડિટી ઈન્ડેક્સ ડબલ્યુપીઆઈમાં 2.69 ટકાનો વધારો નોંધાયો છે. શાકભાજીનો WPI 26.93 ટકાથી ઘટીને 19.88 ટકા થયો હતો.

છૂટક ફુગાવો 7 ટકાની નજીક

તમને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં રિટેલ મોંઘવારી વધીને 6.95 ટકાના સ્તરે પહોંચી ગઈ છે. આ 17 મહિનાનું સર્વોચ્ચ સ્તર છે. અગાઉ ફેબ્રુઆરીમાં છૂટક ફુગાવાનો દર 6.07 ટકા હતો. ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે છૂટક મોંઘવારી વધી છે.

આ સતત ત્રીજો મહિનો છે, જ્યારે રિટેલ ફુગાવાનો દર આરબીઆઈની મર્યાદાથી ઉપર રહ્યો છે. રિઝર્વ બેંકને છૂટક ફુગાવો 4 ટકા પર રાખવાનો લક્ષ્યાંક મળ્યો છે અને તેના માટે 2 ટકાથી ઉપર અને 2 ટકાની મર્યાદા આપવામાં આવી છે. મધ્યસ્થ બેંક માટે ફુગાવાના દરની સામાન્ય શ્રેણી 2થી 6 ટકાની વચ્ચે છે. જો કે સતત ત્રણ મહિના સુધી છૂટક ફુગાવાનો દર 6 ટકાથી વધુ હતો. ફુગાવાના દરને ઘટાડવા માટે રિઝર્વ બેંક રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. Ecowrap રિપોર્ટ અનુસાર RBI જૂનમાં યોજાનારી MPCની બેઠકમાં રેપો રેટમાં 25 bps અને ઓગસ્ટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે.

આ પણ વાંચો :Suratમાં આજથી રાષ્ટ્રીય કક્ષાનો ત્રિદિવસીય સ્માર્ટ સમિટનો પ્રારંભ, ચાર મહાનગરપાલિકાના વિકાસ મોડેલ રજૂ કરાયા

આ પણ વાંચો :KL Rahul Birthday: IPLમાં 17 કરોડ પગાર, માનવામાં આવે છે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન, પરંતુ માતા હજુ પણ ટોણો મારે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

g clip-path="url(#clip0_868_265)">