HDFC બેંક માટે ખરાબ સમાચાર… એક જ ઝાટકે રૂ. 53000 કરોડનું નુકસાન ! રોકાણકારો એ શું કરવું ?

|

Jul 05, 2024 | 5:07 PM

HDFC બેન્કનો શેર 5 જુલાઈએ 4.58 ટકાના ઘટાડા સાથે રૂ. 1,648.10 પર બંધ થયો હતો. બે દિવસ પહેલા બેંકના શેર રૂ. 1,791ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટર દરમિયાન બેંકના વ્યવસાય સંબંધિત અપડેટ અપેક્ષા કરતા નબળું રહ્યું છે. આ કારણે બેન્ક શેરને લઈને નિષ્ણાતોમાં ચિંતા વધી ગઈ છે.

HDFC બેંક માટે ખરાબ સમાચાર... એક જ ઝાટકે રૂ. 53000 કરોડનું નુકસાન ! રોકાણકારો એ શું કરવું ?
HDFC

Follow us on

HDFC બેન્કનો શેર 5 જુલાઈએ 4.58 ટકાના ઘટાડા સાથે રૂ. 1,648.10 પર બંધ થયો હતો. બે દિવસ પહેલા બેંકના શેર રૂ. 1,791ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. એપ્રિલ-જૂન 2024 ક્વાર્ટર દરમિયાન બેંકના વ્યવસાય સંબંધિત અપડેટ અપેક્ષા કરતા નબળું રહ્યું છે. તેના કારણે બેન્ક શેરને લઈને નિષ્ણાતોમાં ચિંતા વધી છે.

બ્રોકરેજ કંપનીઓ ક્રેડિટ-ટુ-ડિપોઝિટ (CD) રેશિયો વિશે ચિંતિત

બ્રોકરેજ ફર્મ્સ અનુસાર, બેન્કનો ક્રેડિટ-ટુ-ડિપોઝિટ રેશિયો ઘણો ઊંચો છે, જેના કારણે ભવિષ્યમાં તેના માર્જિન પર દબાણ આવી શકે છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટની વાત કરીએ તો બેન્ક શેરોમાં શોર્ટ બિલ્ડ અપ જોવા મળી રહ્યું છે. અહીં અમે બેંકના સ્ટોક અંગે નિષ્ણાતોના અભિપ્રાય રજૂ કરીએ છીએ:

53000 કરોડનું નુકસાન!

શુક્રવારે બજાર ખુલ્યાના થોડા સમય બાદ HDFC બેન્કના શેરમાં 4 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. શેરોમાં ભારે ઘટાડાથી HDFC બેન્કનું માર્કેટ કેપ રૂ. 53,000 કરોડ ઘટ્યું છે. એટલે કે એચડીએફસી બેન્કના રોકાણકારોના મૂલ્યમાં રૂ. 53000 કરોડનો ઘટાડો થયો છે. હાલમાં ખાનગી ક્ષેત્રની મોટી બેંકોની માર્કેટ કેપ 13.13 લાખ કરોડ રૂપિયા છે. સમાચાર લખાય છે ત્યાં સુધી, HDFC બેંકનો શેર 4.16 ટકાના ઘટાડા સાથે 1655 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Green Methi Leaves : શિયાળાની સિઝનમાં લીલી મેથીની લઈ લો મજા! વિટામીનથી ભરપૂર
આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?

HDFC બેંકના શેરમાં આટલો મોટો ઘટાડો શા માટે?

દેશની સૌથી મોટી બેંકના શેરમાં તીવ્ર ઘટાડો ધિરાણકર્તાએ તેના જૂન ક્વાર્ટરમાં લોન અને એડવાન્સિસ અને ડિપોઝિટ વૃદ્ધિ અંગેના બિઝનેસ અપડેટ આપ્યા બાદ આવ્યો છે. બેંકે જૂન ક્વાર્ટરના પરિણામો પહેલા એક અપડેટ બહાર પાડ્યું છે, જે મુજબ HDFC બેંક માટે લોન વિતરણ અને થાપણ વૃદ્ધિ સામાન્ય રીતે ઓછી રહી છે. નોમુરા ઈન્ડિયાએ તેના નોટ અપડેટમાં જણાવ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં બેંકની લોન અને ડિપોઝિટમાં 1 થી 3 ટકાનો વધારો થયો છે.

ટેક્નિકલ એનાલીસીસ

બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલના ટેકનિકલ રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ તેજસ શાહના જણાવ્યા અનુસાર, રૂ. 1,794ની વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી, બેન્કના શેરમાં તીવ્ર કરેક્શન (આશરે 8 ટકા) જોવા મળ્યું છે. આ ઘટાડા પછી, શેરને રૂ. 1,624 અથવા 50-દિવસની મૂવિંગ એવરેજ એટલે કે રૂ. 1,591 પર સપોર્ટ મળી શકે છે.

શાહ એમ પણ માને છે કે આ સપોર્ટ લેવલથી બેંક શેરમાં રિકવરી થવાની સંભાવના છે. તેમણે કહ્યું, ‘જ્યાં સુધી શેર 50-દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થશે ત્યાં સુધી શેરમાં સકારાત્મક વલણની શક્યતા રહેશે. અપસાઇડ પર, તાત્કાલિક રજિસ્ટ્રેંસ લેવલ રૂ. 1,700 અને આગામી રજિસ્ટ્રેંસ લેવલ રૂ. 1,740 અને રૂ. 1,790-1,800 છે.જો આપણે શેરોમાં રોકાણ માટે કિંમત વિશે વાત કરીએ, તો રૂ. 1,600નું સ્તર વધુ સારો વિકલ્પ છે. આ સ્ટોક માટે તાત્કાલિક અપસાઇડ ટાર્ગેટ રૂ. 1,720 છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.

Next Article