Share Market : તેજી સાથે થી સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 49,590 સુધી ઉછળ્યો

|

May 10, 2021 | 10:08 AM

સપ્તાહના પેહલા દિવસે ભારતીય શેરબજાર(Share Market) તેજી સાથે ખુલ્યા છે.

Share Market : તેજી સાથે થી સાપ્તાહિક કારોબારની શરૂઆત , SENSEX 49,590 સુધી ઉછળ્યો
ભારતીય શેરબજાર પ્રારંભિક ઉછાળો દર્શાવી રહ્યા છે.

Follow us on

સપ્તાહના પેહલા દિવસે ભારતીય શેરબજાર(Share Market) તેજી સાથે ખુલ્યા છે. આજે સેન્સેક્સ 289.58 પોઇન્ટના વધારા સાથે ખુલ્યો છે જયારે નિફ્ટીએ 105.1 પોઇન્ટના વધારા સાથે કારોબાર શરૂ કર્યો છે. પ્રારંભિક ક્ષેત્રમાં મેટલ ક્ષેત્રમાં સારી તેજી દેખાઈ છે જેમાં 2.50% થી વધુનો વધારો દેખાયો હતો. સેક્ટરમાં હિન્દુસ્તાન કોપર લિમિટેડના શેરમાં 10% ઉછાળો આવ્યો છે.

ભારતીય શેરબજારની સ્થિતિ – સવારે ૧૦ વાગે
બજાર        સૂચકઆંક           વધારો
સેન્સેક્સ   49,425.48    +219.01 (0.45%)
નિફટી     14,895.50     +72.35 (0.49%)

આ અગાઉ છેલ્લા સત્રમાં શુક્રવારે પણ બજાર તેજી દર્જ કરી બંધ થયા હતા. સેન્સેક્સ 256.71 પોઇન્ટ વધીને 49,206.47 પર બંધ થયો હતો તો બીજી તરફ નિફ્ટીએ 98.35 અંકના વધારા સાથે 14,823.15 ના સ્તરે કારોબાર બંધ કર્યો હતો.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આજે સેન્સેક્સ અને નિફ્ટી વધારાની સ્થિતિ દર્શાવી રહ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 49,590.43 સુધી વધ્યા હતા જ્યારે નિફ્ટીએ 14,951.25 સુધી ઉછળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.7 ટકાની ઊપર મજબૂતી જોવા મળી હતી.

હાલ સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.48 ટકાની મજબૂતી દેખાઈ છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.61 ટકાનો વધારો દર્જ કરવામાં આવી રહ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.86 ટકા વધીને કારોબાર કરી રહ્યો છે.

પ્રારંભિક સત્રમાં આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો.

SENSEX
Open   49,496.05
High   49,590.43
Low    49,412.05

NIFTY
Open    14,928.25
High     14,951.25
Low      14,894.90

Next Article