Share Market : શેરબજારની જબરદસ્ત તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, કરો નજર પ્રારંભિક કારોબારમાં શેરની હલચલ ઉપર

|

Aug 23, 2021 | 10:15 AM

BSE પર 2,310 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 1,628 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે અને 599 શેર નરમાશ સાથે રિડિંગ કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 239.81 લાખ કરોડને પાર કરી ગઈ છે.

સમાચાર સાંભળો
Share Market : શેરબજારની જબરદસ્ત તેજી સાથે સાપ્તાહિક કારોબારની શરૂઆત, કરો નજર પ્રારંભિક કારોબારમાં શેરની હલચલ ઉપર
Stock Market

Follow us on

કારોબારી સપ્તાહના પહેલા દિવસે એટલે કે આજે શેરબજાર(Share Market)ને મજબૂત શરૂઆત મળી છે. આજે સોમવારે સેન્સેક્સ(Sensex) 55,695.84 પોઇન્ટની સપાટીએ ખુલ્યો છે અને નિફ્ટી(Nifty)એ 16,592 ના સ્તર પર કારોબાર શરુ કર્યો હતો.

સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા છે અને 3 શેરો લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે. ટાટા સ્ટીલનો શેર 2% અને HCL ટેકનો શેર લગભગ 1% વધ્યો છે.

BSE પર 2,310 શેર ટ્રેડ થઈ રહ્યા છે જેમાં 1,628 શેર વૃદ્ધિ સાથે વેપાર કરી રહ્યા છે અને 599 શેર નરમાશ સાથે રિડિંગ કરી રહ્યા છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ  239.81 લાખ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ શુક્રવારે સેન્સેક્સ 300.17 પોઇન્ટ ઘટીને 55,329.32 અને નિફ્ટી 118.35 પોઇન્ટ ઘટીને 16,450.50 પર બંધ થયો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વૈશ્વિક બજારની સ્થિતિ
અમેરિકા શેર બજાર પણ તેજી સાથે બંધ થયું હતું. ડાઓ જોન્સ 0.65% ની વૃદ્ધિ સાથે 35,120 પર બંધ થયું હતું. નૈસડેક 0.19% ની વૃદ્ધિ સાથે 14,714 અને S&P 500 0.81% ની ઝડપ સાથે 4,441 પર કારોબાર પૂર્ણ કર્યો હતો. એશિયાઈ બજારોમાં મિશ્ર કારોબાર જોવાને મળી રહ્યો છે. SGX NIFTY 173 અંક ઊપર કારોબાર કરી રહ્યા છે. નિક્કેઈ 1.73 ટકાનો વધારો દેખાય રહ્યે છે જ્યારે STRAITS TIMES 0.18 ટકાના વધારાની સાથે અદેખાઈ રહ્યા છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.74 ટકાની મજબૂતીની સાથે દેખાય રહી છે, જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 1.02 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.88 ટકા વધારાની સાથે 35,341.30 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે. આજે ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, એફએમસીજી, આઈટી, મેટલ, ફાર્મા, પીએસયુ બેન્ક, પ્રાઈવેટ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઑયલ એન્ડ ગેસ વધારા સાથે ટ્રેડ કરતાં જોવા મળી રહ્યા છે.

લાર્જ કેપ
વધારો : એચસીએલ ટેક, હિંડાલ્કો, વિપ્રો, સિપ્લા, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલ અને સન ફાર્મા
ઘટાડો : આઈશર મોટર્સ, પાવરગ્રિડ, એચયુએલ, ટાટા કંઝ્યુમર અને અદાણી પોર્ટ્સ

મિડકેપ
વધારો : ન્યૂ ઈન્ડિયા એસ્યોર, અદાણી ટ્રાન્સફર, મેક્સ ફાઈનાન્શિયલ, એમ ફેસિસ અને સેલ
ઘટાડો : અદાણી એન્ટરપ્રાઈઝ, ટાટા કંઝ્યુમર પ્રોડક્ટ, એબીબોટ ઈન્ડિયા, ટોરેન્ટ પાવર અને ઈન્ફો એજ

સ્મૉલકેપ
વધારો : જિંદાલ વર્લ્ડવાઈડ, એએફએલ, કરિઅર પોઈન્ટ, કારદા કંસ્ટ્રક્ટ અને શ્રી રેણુકા
ઘટાડો : કેપેસાઈટ ઈન્ફ્રા, ગોદાવરી પાવર, શારદા મોટર, કેપ્લિન લેબ્સ અને સારેગામા ઈન્ડિયા

 

આપણ વાંચો :  ITR Filing: તમારી કમાણી કરપાત્ર ન હોવા છતાં INCOME TAX RETURN ભરવું જોઇએ, જાણો તેના ફાયદા

 

આપણ વાંચો :  Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ ઇંધણના નવા રેટ જાહેર કર્યા, જાણો આજે પેટ્રોલ -ડીઝલ ના ભાવ ખિસ્સા હળવા કરશે કે રાહત આપશે ?

Next Article