Share Market Updates : માત્ર 3 સેશનમાં 1000 અંકની છલાંગ લગાવનાર શેરબજારનો આજે કેવો રહેશે મિજાજ ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

પાછલા સપ્તાહે સેન્સેક્સમાં 2005 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ સપ્તાહે વૈશ્વિક કારણોની મદદથી બજાર વધશે.

Share Market Updates : માત્ર 3 સેશનમાં 1000 અંકની છલાંગ લગાવનાર શેરબજારનો આજે કેવો રહેશે મિજાજ ? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 7:47 AM

ગત સપ્તાહે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સે પ્રથમ વખત 58,000 નો આંકડો પાર કર્યો અને 58,130 પોઈન્ટ પર બંધ થયો. સેન્સેક્સ માત્ર ત્રણ ટ્રેડિંગ સેશનમાં 57,000 થી વધીને 58,000 પોઇન્ટ થયો છે. છેલ્લા મહિનામાં સેન્સેક્સ નવ ટકાથી વધુ વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધી સેન્સેક્સ 10,378.62 પોઇન્ટ અથવા 21.73 ટકા વધ્યો છે.

પાછલા સપ્તાહે સેન્સેક્સમાં 2005 પોઇન્ટનો ઉછાળો આવ્યો હતો. શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ સપ્તાહે વૈશ્વિક કારણોની મદદથી બજાર વધશે.મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસના રિટેલ રિસર્ચ, બ્રોકિંગ અને ડિસ્ટ્રીબ્યુશન હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું હતું કે, “બજારનો ટ્રેન્ડ આગળ જતાં સકારાત્મક રહેશે. અર્થતંત્રના પુનરુત્થાન અને રસીકરણને કારણે બજારમાં તેજી રહેશે. આ સિવાય મજબૂત તરલતાની સ્થિતિ અને સકારાત્મક વૈશ્વિક વલણ સ્થાનિક બજારોને પણ ટેકો આપી શકે છે અને તેમનો રેકોર્ડ બનાવવાનો સિલસિલો ચાલુ રહેવાની શક્યતા છે. બજારને રોકાણના વલણથી પણ દિશા મળશે. બજારમાં કેટલીક પ્રોફિટ-બુકિંગ પણ ચાલી રહી છે.

રોકાણકારોને આ શેરમાં વધુ રસ છે હાઇ ડિલિવરી ડેટા અનુસાર ઇન્ફોસિસ, પાવર ગ્રીડ, એચડીએફસી બેંક, હિન્દુસ્તાન યુનિલિવર, એચસીએલ, અશોક લેલેન્ડ, એચડીએફસી, એનટીપીસીના શેરમાં રોકાણકારોનો રસ આ સમયે વધારે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આજે મ્યુચ્યુઅલ ફંડસની મહત્વની બેઠક આજે 6 સપ્ટેમ્બરે Mahindra & Mahindra, Max Healthcare Institute, Blue Star , Indian Energy Exchange, India Pesticides, CRISIL નું સંચાલન કરતા મેનેજમેન્ટ વિવિધ બેન્કરો અને મ્યુચ્યુઅલ ફંડ્સ મળશે. આવી સ્થિતિમાં આ શેરો પર નજર રાખવી જરૂરી બને છે.

રિલાયન્સ(Reliance) હાલમાં ઓલટાઇમ હાઇ પર છે રિલાયન્સનો સ્ટોક હાલમાં નવા રેકોર્ડ પર 2400 ની નજીક છે. જસ્ટ ડાયલ પછી કંપનીએ Strand Life Sciences ને 393 કરોડમાં હસ્તગત કરી છે. આવી સ્થિતિમાં આ સ્ટોકમાં વધારો થવાની શક્યતા છે.

BHARTI AXA જનરલ ઇન્શ્યોરન્સ ICICI Lombardની માલિકીનું રહેશે ICICI લોમ્બાર્ડને IRDAI પાસેથી ભારતી AXA જનરલ ઇન્શ્યોરન્સ ખરીદવાની મંજૂરી મળી છે. આજે તેના સ્ટોક પર નજર રાખી શકાય છે.

LIC બેંક ઓફ ઇન્ડિયા(BOI)માં હિસ્સો ખરીદી રહી છે જીવન વીમા નિગમે બેન્ક ઓફ ઇન્ડિયામાં 3.87 ટકા હિસ્સો અલગથી ખરીદ્યો છે. હવે તેનો હિસ્સો વધીને 7.05 ટકા થયો છે.

BPCL, વેદાંત લિમિટેડના રોકાણકારોને ડિવિડન્ડ મળશે આ સિવાય, બીપીસીએલના શેરમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે 16 સપ્ટેમ્બર 58 રૂપિયાના ડિવિડન્ડની રેકોર્ડ તારીખ છે. વેદાંત લિમિટેડે રૂ 18.50 નું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ માટેની રેકોર્ડ તારીખ 9 સપ્ટેમ્બર છે.

આ પણ વાંચો :  Fixed Deposit માં રોકાણ કરનારાઓ માટે અગત્યના સમાચાર , નોંધી લો આ તારીખ , ચુકી જશો તો થશે આર્થિક નુકશાન , જાણો વિગતવાર

આ પણ વાંચો : Petrol Diesel Price Today : આજે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર થયા , તમારા શહેરમાં તે સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલમાં

g clip-path="url(#clip0_868_265)">